પાણી, પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડ કર્મચારી સંઘ દ્વારા એજન્સી સામે ભારે હોહા..
GJ-18 ખાતે આજરોજ ગુજરાત રાજ્યના પાણી પુરવઠા બોર્ડ હસ્તક ના તમામ જિલ્લા તેમજ તાલુકા પ્રયોગશાળામાં કર્મચારીઓ ઉપર થતું આઉટસોશીંગ દ્વારા શોષણ બંધ કરવાની રજૂઆત સાથે આજે મોટી સંખ્યામાં કર્મીઓ ઉમટી પડ્યા હતા, ત્યારે સુરતની એક કંપની દ્વારા સમયસર પગારનો ચૂકવણું ન થતું હોય તથા અનેક પ્રશ્નો આ એજન્સીને દૂર કરવાની માંગ સાથે ડાયરેક્ટર એવા પાણી પુરવઠા ના અધિકારીને આવેદન પણ પાઠવવામાં આવ્યું છે, વધુમાં મોટી સંખ્યામાં પધારેલા કર્મીઓનો પ્રશ્ન દરેક કચેરીમાં છે, ત્યારે આઉટ સોર્સિંગમાં જાેવા જઈએ તો નામ પ્રમાણે હોય તેમ કર્મચારીઓ OUT જ કહેવાય, ગમે ત્યારે ઇન કરે અને આઉટ પણ કરી દે ત્યારે આવનારા દિવસોમાં મંડળ દ્વારા ગુજરાતમાં ચાલતી દરેક લેબને તાળા મારવામાં આવશે તેવું પણ જણાવેલ હતું,
બોક્સ
મોટી સંખ્યામાં પોતાની માંગને લઈને પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડના આઉટસોર્સિંગ કર્મચારીઓએ ઉચ્ચકક્ષાએ આવેદનપત્ર પાઠવીને જે એજન્સી છે તેને રદ કરવા પણ જણાવ્યું છે, ત્યારે આજરોજ રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં ૧૫ મુદ્દાઓ સાથે નિરાકરણ લાવવા માટે નિયામકને આવેદન પત્ર પાઠવ્યું હતું