ગુજરાતમાં લાંબા સમયબાદ ફરીએકવાર ઇન્કમટેક્સે મેગા ઓપરેશન હાથ ધર્યું છે. મળતી માહિતી અનુસાર 18 મેના રોજ એટલે કે આજે અમદાવાદના માધવ કન્સ્ટ્રકશન અને વડોદરાના ખુરાના ગ્રુપ પર ઈન્કમટેક્સે તવાઈ બોલાવી છે. અમદાવાદ – બરોડાના કુલ 27 સ્થળોએ ઈન્કમટેક્સે દરોડા પાડ્યા છે અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
મળતી માહિતી અનુસાર વડોદરાના ખુરાના ગ્રુપના અશોક ખુરાના સહિતના ભાગીદારો તેમજ અમદાવાદમાં માધવ કન્સ્ટ્રકશનના સુધીર ખુરાના, વિક્રમ ખુરાના અને આશિષ ખુરાના ને ત્યાં ઈન્કમટેક્સે તવાઈ બોલાવી છે.
અમદાવાદ અને વડોદરામાં મોટા પાયે ઇન્કમટેક્સના સર્ચ ઓપરેશનમાં બેનામી સંપત્તિ મળે તેવી શક્યતા છે. ઇન્કમટેક્સની સર્ચ ઓપરેશનની કામગીરીને કારણે રાજ્યમાં કન્સ્ટ્રક્શન સાઇટ ધરાવતા બિલ્ડરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.