અગાઉના સ્ટાફે દસ્તાવેજમાં કરોડો રૂપિયા ઉતાર્યા, બદલી બાદ પણ જે મલાઈદાર બ્રાન્ચ હતી તેમાં જવા દોડધામ
રાજ્યમાં દરેક જિલ્લાઓમાં અર્બન ડેવલપમેન્ટ સ્થાપના કરવામાં આવી છે, ત્યારે મોટાભાગના અર્બન ડેવલપમેન્ટના પ્રોજેક્ટ ફેઇલ ગયા છે, ત્યારે ગુડા કે ગુંડા તે સમજાતું નથી, ત્યારે રાજકોટ-રૂડા, ભાવનગર-ભૂડા, અમદાવાદ- ઔડા, વડોદરા-કુડા, તેમ ગાંધીનગર એટલે ગુડા કહી શકાય, ત્યારે ગુડા ઉપર હવે ઉચ્ચ અધિકારીઓ કરતા આઉટસોર્સિંગ સ્ટાફે કબજો જમાવી દીધો છે, ગુડામાં મલાઈ ખાધેલી હોય એટલે હવે છાશ ન ભાવે, ત્યારે ગુડાની ભ્રષ્ટાચારની ફરિયાદો મળ્યા બાદ બે જેટલા કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, ત્યારે એક કર્મચારીએ તો ગુડાની દલાલી કરતો હોય તેમ ગુડાના દસ્તાવેજો જે ગરીબ માણસો પાસેથી તગડા ઉઘરાવીને લાખો કમાયા છે, ત્યારે આઉટસોર્સિંગ સ્ટાફે ઉચ્ચ અધિકારીને જણાવ્યું કે વકીલો અહીંયા આવે છે ત્યારે કાચા કાનના અધિકારીએ વકીલો માટે પ્રતિબંધ જેવું ફરમાવી દીધું છે. દસ્તાવેજથી લઈને અનેક કામો જેમાં નોંધણી ફોર્મ ભરવા એફીડેવીટ તે તમામ વકીલો કરી આપતા હતા હવે ગુડાના દલાલો સસ્પેન્ડ અને જેમની બદલીઓ થઈ ગઈ છે, તે ગુડા કબજો જમાવીને દસ્તાવેજોમાં મોમાં માંગ્યા પૈસા લઈને દસ્તાવેજો કરી આપે છે. અગાઉની શાખામાં જે કર્મચારીઓની બે મહિના પહેલા બદલીઓ થઈ તેમાં તે લોકોએ કેટલા દસ્તાવેજો કર્યા, તે ચકાસવાની જરૂર છે. હજુ પણાના રોકડા એડવાન્સ નાણા લીધા છે, તે લોકોને પક્કા ખવડાવે છે, ત્યારે બદલી થઈ ગયા
GJ-18 મનપાના કિંમશનર વાઘેલાને પૂછો કે, બે મહિનામાં એકવાર પણ ગુડામાં આંટો માર્યો છે, ખરો? એક આંટો મારો ચેરમેનના હોદો ધરાવતા કમિશનર શ્રી ગુડામાં બધું બરાબર નથી, ડ્રોમાં પણ ગોબા ચારી થઈ હતી ગોબાચારીમાં આઉટસોર્સિંગ કર્મચારીઓનો મોટો હાથ છે, અને મકાન ડ્રોમાં લાગે તેમાં બે લાખથી લઈને ૩ લાખના વહીવટ કર્યા હોવાના ચોકાવનારા આક્ષેપો પણ થયા છે, ગુડાના આઉટસોર્સિંગ સ્ટાફે ભારે કરી છે. દસ્તાવેજમાં પણ કબાડો કર્યો છે, અગાઉ જે દસ્તાવેજ કરવામાં આવ્યા હતા તેનો ખર્ચ અને અત્યારે જે દસ્તાવેજ કરવામાં આવી રહ્યા છે તેનો ખર્ચ ની વિગત જાણવામાં આવે તો અગાઉ દસ્તાવેજ ચાર ગણા ભાવથી આશરે ૩૨ થી ૩૫ હજારમાં થતો હતો તે અત્યારે હાલ ૮ થી ૯ હજાર અને જેવા ગ્રાહક અને બકરા કપાય તે રીતે ગુડાના આઉટસોર્સિંગ સ્ટાફ જે બદલી થઈ ટ્રાન્સફર થયો છે. તે લોકોએ હજુ બહારના વહીવટમાં પડી ગયા છે. આ સંદર્ભે વકીલો દ્વારા બાર કાઉન્સિલ થી લઈને ગાંધીનગર ભાર એસોસિએશનના પ્રમુખને પણ ફરિયાદ કરી છે, તેમાં ગુડા દ્વારા વકીલોને પ્રવેશ નહીં તે શેના માટે? ત્યારે વકીલોની ડિગ્રી અને જવાબદારી હોવા છતાં એક અધિકારીએ ગુડામાં વકીલોના ધંધા ઉપર તરાપ મારી પણ કોના હિસારે તેમાં આઉટસોર્સિંગ સ્ટાફ દ્વારા આ બધું રંધાઈ ગયું છે, ત્યારે ગુડાનો ભ્રષ્ટાચાર છાપરે ચડીને પોકારી રહ્યો છે, ગુડા દ્વારા અગાઉ મકાનોમાં સાત વર્ષથી અવધી એટલે સાત વર્ષ પછી મકાન દસ્તાવેજ કરીને વેચી શકાય, ત્યારબાદ નવું તુત લાવ્યા, તેમાં દસ્તાવેજ કર્યા બાદ સાત વર્ષ ગણવા ઘણામાં ૧૦ વર્ષની અવધી પણ કરવામાં આવી છે, ત્યારે દસ વર્ષમાં ગુડાના મકાનો કન્ડમ બની ગયા છે, ત્યારે હવે બીજા ૧૦ વર્ષમાં રીડેવલપમેન્ટની સ્કીમ આવશે તેમાં બિલ્ડરોના લાભાયે ફરી તોડી નાખશે, ત્યારે ગુડાના મકાનોથી લઈને જે દુકાનો બનાવવામાં આવી છે તેમાં હજુ પણ દુકાનો ખાલીખમ છે, રાયસણ, ચિલોડા, અડાલજની સ્થિતિ તો ખૂબ જ ખરાબ છે. સ્વામી વિવેકાનંદ માર્કેટ બનાવ્યું હતું, તેનું શું થયું? બાળમરણ? ગુડાની કચેરી બંધ કરીને ગુડાને મનપામાં ટ્રાન્સફર કરી દો, ફેલ ગયેલું ગુડામાં આઉટસોર્સિંગ એવા ગુંડાઓનું રાજ થઈ ગયું છે,
બોકસ
ગુડા દ્વારા અનેક વકીલોના ધંધા ઉપર તરાપ, વકીલોને ગુડામાં ને એન્ટ્રી, ગુડાના આઉટસોર્સિંગ કર્મચારીઓ જે મકાન દસ્તાવેજની કામગીરી કરતા હતા, તેમાં કરોડો કમાયા પગાર ૨૦,૦૦૦ આવક ૨,૦૦,૦૦૦ જેવો ઘાટ, બદલી થયા બાદ પણ કામગીરી ચાલુ, સસ્પેન્ડ કર્મચારી પણ ગુડામાં દસ્તાવેજના થોકડા લઈને આવે છે, હવે કાયદાના સ્નાતકને નહીં ગુડામાં નો એન્ટ્રી, દલાલોને લાલ ઝાઝમ જેવો નિર્ણય કર્યો છે, ગુડામાં અગાઉના દસ્તાવેજ ૩૫,૦૦૦ની આસપાસ થતા હતા, ત્યારે હવે આઠથી નવ હજાર અને જેવો બકરો વધેરાય તેવા નાણા પણ ખંખેરે, ત્યારે ગુડાનો કબજો આઉટસોર્સિંગ કર્મચારીએ લીધો હોવાની ચર્ચા અધિકારીને ભ્રષ્ટાચારની જાણ થતા તેમની દસ્તાવેજની કામગીરી કરતી બ્રાન્ચમાંથી તમામની બદલીઓ કરી દીધી પણ બદલી પછી અગાઉના લોકોના લીધેલા વહીવટની ફરિયાદોના ઢગલા ચાલુ જ છે, કમિશનરશ્રી વાઘેલા સાહેબ આપ ચેરમેન છો, ગુડામાં બધું બરાબર નથી, ઘણો જ કચરો ઘૂસી ગયો હોય સાફ સફાઈ કરાવાની જરૂર છે,