હિન્દુ મુંજાવરને શરીરમાં માતાજી સાથે હજરત મીરા દાતાર બાપુ આવતા હતા, વિજ્ઞાન જાથાએ કર્યો પર્દાફાશ

Spread the love

પોરબંદરમાં નાનો નાગરવાડામાં છેલ્લા ૩૦ વર્ષથી દોરા-ધાગા, ભભુતી આપી રોગ મટાડવાનો દાવો કરનાર હિન્દુ મુંજાવર રાજેશ ફકીરા ચામડીયાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે કિર્તીમંદિર પોલીસ સ્ટેશનની મદદથી ૧૨૫૩ મો સફળ પર્દાફાશ કર્યો હતો. કબુલાતનામું આપી કાયમી કપટલીલા બંધની જાહેરાત કરી દીધી હતી.

બનાવની વિગત પ્રમાણે વિજ્ઞાન જાથાના કાર્યાલયે હિન્દુ મુંજાવરના ધતિંગ સંબંધી ૧૦ થી વધુ લોકોએ માહિતી આપી તેમાં રાજેશ ફકીરા બાપુ છેલ્લા ૩૦ વર્ષથી ઘરમાં દેવી-દેવતા, હજરત મીરા દાતાર બાપુના ફોટાનું ધાર્મિક સ્થાનક બનાવી દર ગુરૂવાર, શુક્રવાર અને સામન્ય દિવસોમાં રાત્રિના ૯ થી ૧૨ સુધી દોરા-ધાગા, ભભુતી, પીરનું પાણી આપી જોવાનું કામ કરે છે. આખો પરિવાર આ દોરા-ધાગાની દુકાનમાં જોડાયેલો રહેલો છે. લોકોને બાધા-ટેક રખાવી અમુક વાર ભરવાનું કહી બોલાવે છે. શ્રધ્ધાના નામે ખુલ્લી છેતરપિંડી કરે છે. બિમાર દર્દીઓની જીંદગી સાથે ખિલવાડ કરે છે. માનસિક બિમારી ભોગવતા દર્દીઓને અમાનુષી ત્રાસ આપે છે. પીડિતોને દવાખાને જતા બાધારૂપ કામ કરે છે. પડોશીના કહેવા મુજબ બાપુ રાજેશ કોઈપણ પ્રકારનો કામ-ધંધો કરતા નથી. મીરા દાતાર બાપુ ધ્યાન રાખે છે. ઉર્ષની ઉજવણી કરી લોકોમાં ભ્રામકતા ફેલાવે છે. વર્ષોથી જુની દિવાદાંડીની પાછળના વિસ્તારમાં ધાર્મિક સ્થાનમાં દોરા-ધાગાનો ધંધો કરે છે. રૂપિયા દસ હજારથી એક લાખની ટેક રખાવી આર્થિક પાયમાલી તરફ દોરી જાય છે. પીર બાપુ આવે ત્યરે શરીર ઉપર સાંકળ મારી લોકોને પ્રભાવિત કરે છે. પીડિતોને સારુ ન થાય તો શ્રધ્ધા-નસીબનું કારણ બતાવે છે. પરિવાર અને અમુક માથાભારે શખ્સોને કારણે છેતરાયેલા લોકો ફરિયાદ કરવાનું ટાળે છે. આ બાપુના કારણે મોડી સારવારના કારણે દર્દીઓ યાતનાઓ ભોગવે છે. રાજેશ ફકીરાના ધતિંગ બંધ કરાવવા માહિતીનો સ્તોત્ર આપ્યો હતો.

જાથાના જયંત પંડયાએ માહિતીના આધારે ખરાઈ કરવા માટે બે વાર ડમી માણસોને મોકલતા તેમને પગનો દુઃખાવો, કોર્ટ કેસ, બેરોજગારીનું કારણમાં ભભુતીની ત્રણ પડીકી, પાણી, મોરપીંછ શરીર પર ઉતાર કર્યો હતો. અમુક દિવસો ભરવા અને કેસનો નિકાલ છ માસમાં થઈ જશે તેવું પીરના નામે બોલ્યા હતા. વાસ્તવમાં જાથાના ડમી માણસોને એકપણ પ્રકારની મુશ્કેલી ન હતી. તેથી બાપુની બોગસ વાત સાબિત થઈ હતી. પુરાવાના કારણે રાજેશ ફકીરાનું પર્દાફાશ કરવાનું નક્કી થયું હતું.

જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ રાજયના મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓ, પોરબંદર જિલ્લા પોલીસ વડાને પત્ર લખી પર્દાફાશ સમયે પોલીસ બંદોબસ્તની માંગણી કરી હતી. જેનો સાનુકુળ જવાબ આપતા કિર્તીમંદિર પોલીસ સ્ટેશનને જરૂરી સુચના મોકલવામાં આવી હતી. પર્દાફાશનો માર્ગ મોકળો બની ગયો હતો.

રાજકોટથી જાથાના જયંત પંડયાના વડપણ હેઠળ રોમિત રાજદેવ, અંકલેશ ગોહિલ, રમેશ પરમાર સહિત કાર્યકરો પોરબંદર જવા રવાના થયા હતા. કિર્તીમંદિર પો. સ્ટેશનના ઈન્ચાર્જ પો.ઈન્સ. ને રૂબરૂ મળી હકિકતથી વાકેફ કરવામાં આવ્યા હતા. પોલીસ સ્ટાફ ફાળવી દીધો હતો.

જાથાના ચેરમેન જયંત પંડયા, ટીમ સાથે પોલીસ સ્ટાફ બાપુ રાજેશ ફકીરાને નાનો નાગરવાડા પહોંચી ગયા. જયાં તેઓ આવેલા પીડિતોનું જોવાનું કામ કરતા હતા. તેમને પરિચય આપી દોરા-ધાગા, ભભુતી આપવાનું બંધ કરો, વગર ડિગ્રીએ ઉપચાર કરી શકતા નથી તેવી સમજ આપી પરંતુ રાજેશ ફકીરાએ હું ૩૦ વર્ષથી સફેદ, લાલ-લીલા દોરા આપું છું. પાણી, ભભુતી આપું છું. મારા શરીરમાં બે પ્રકારે ધુણું છું. ઉનાવાના હજરત મીરા દાતાર બાપુ આવે છે મોડી સારવાર મળે તે દર્દી મોતને ભેટે જવાબદારી કોની ? ધતિંગલીલા કરવાનું બંધ કરવાનું કહેતા માનતા ન હતા તેથી તેને પોલીસ સ્ટેશનને લાવવામાં આવ્યો. આસપાસ શેરીના લોકો જોવા ઉમટી પડયા હતા. તેની તરફદારી કરવા કોઈ આગળ આવ્યું ન હતું. હિન્દુ મુંજાવરની પ્રવૃતિથી રહીશો નારાજ હોવાનો અંદાજ થયો હતો.

જાથાના પંડયાએ ફરિયાદી મહિલા હાજર હોય ગુન્હો દાખલ કરવો છે તેવું જણાવતા હાજર પોલીસ કયા પ્રકારનો ગુન્હો બને છે, લેખિતમાં આપો. જાથાએ ગુન્હા સંબંધી કલમો જણાવી અત્યારે જ ફરિયાદ દાખલ કરવી છે, બાદ પી.એસ.આઈ. સોલંકીએ આવીને મામલો સંભાળ્યો હતો.

પી.એસ.આઈ. સોલંકીએ રાજેશ ફકીરાને ભભુતી આપી શકાય નહિ, પાણી કેમ આપો છો. કાયદાકિય સમજ આપી હતી. રાજેશ ફકીરા ઢીલાઢફ થઈ ગયા હતા. કબુલાતનામામાં સહી કરી કાયમી ભભુતી, દોરા-ધાગા આપવા, પાણી આપવાનું બંધની કાયમી જાહેરાત આપી દીધી. મામલો થાળે પડયો હતો. પોલીસ સ્ટેશને તેનો પરિવાર આવી પહોંચ્યો હતો. તેના સમર્થકો આવ્યા ન હતા.

પોરબંદરમાં ૩૦ વર્ષથી ચાલતી ધતિંગ-કપટલીલા જાથાએ કાયમી બંધ કરાવી હતી. બાપુનું કબુલાતનામું સોશ્યલ મીડિયામાં શેર કરવામાં આવ્યું હતું. જાથાએ જિલ્લા પો. વડા, પોલીસ સ્ટેશનનો આભાર માન્યો હતો.

અંતમાં રાજેશ ફીકરાથી પીડિત લોકો ફરિયાદ કરવા આગળ આવશે તો જાથા કાનુની મદદ કરશે. રાજયમાં દોરા-ધાગાની માહિતી મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર કરવા જણાવાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com