મધ્યપ્રદેશના સિધીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આરોપીએ વિદ્યાર્થિનીઓ સાથે વાત કરવા માટે વાઇસ ચેન્જીગ એપનો ઉપયોગ કર્યો, તેમને મળવા બોલાવ્યા અને પછી બળાત્કાર કર્યો. આરોપીઓ કોલેજના ટીચર તરીકે ઓળખાવતા હતા અને વિદ્યાર્થિનીઓ સાથે મહિલાના અવાજમાં વાત કરતા હતા અને સ્કોલરશીપ માટે ડોક્યુમેન્ટ્સ માગતા હતા. હાલ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યાં આરોપીઓએ પોલીસ સમક્ષ પોતાનો ગુનો કબૂલી લીધો છે.
આ કેસમાં તમામ પીડિત યુવતીઓ એસટી કેટેગરીની છે. આરોપીઓ તે કોલેજાને નિશાન બનાવતા હતા જ્યાં શિષ્યવૃત્તિ મળે છે. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે પીડિતાએ પોલીસમાં ફરિયાદ કરી. આ પછી તપાસમાં લાગેલી પોલીસ ટીમે લોકેશન ટ્રેસ કરીને મુખ્ય આરોપીને પકડી લીધો. આ કેસમાં વધુ બે લોકોની પણ સંડોવણી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસે મુખ્ય આરોપી બ્રજેશ પ્રજાપતિ (ઉંમર ૩૦ વર્ષ), તેના સાથી રાહુલ પ્રજાપતિ અને સંદીપ પ્રજાપતિની ધરપકડ કરી છે. બ્રજેશ બે વાર લગ્ન કરી ચુક્યો છે. તેણે તેની પહેલી પત્નીને છોડી દીધી હતી. તેમને તેમની બીજી પત્નીથી એક પુત્રી છે. આરોપી વ્યવસાયે મજૂર છે. તેણે યુટ્યુબ પર વોઈસ ચેન્જીંગ એપ વિશે માહિતી મેળવી અને એપ પોતાના મોબાઈલમાં ઈન્સ્ટોલ કરી. આ પછી તેણે વિદ્યાર્થીનીઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આરોપીઓએ અત્યાર સુધીમાં ૭ વિદ્યાર્થીનીઓ પર બળાત્કાર કર્યાની કબૂલાત કરી છે. જેમાંથી ૪ વિદ્યાર્થીનીઓએ આ મામલે એફઆઇઆર નોંધાવી છે. જા પોલીસનું માનીએ તો પીડિતોની સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે. હાલ આરોપીની પૂછપરછ ચાલી રહી છે.એઆરએલ
આરોપી એપ દ્વારા કોલેજ ટીચર હોવાનો ડોળ કરતો હતો અને મહિલાના અવાજમાં વાત કરતો હતો અને સ્કોલરશીપ માટે ડોક્યુમેન્ટ માંગવાના નામે અલગ-અલગ જગ્યાએ ફોન કરતો હતો.
કોઈ શંકા ટાળવા માટે, વિદ્યાર્થીઓને અગાઉથી કહેવામાં આવ્યું હતું કે એક છોકરો તેમને નિયુક્ત સ્થળે લેવા માટે બાઇક પર આવશે, જે તેમને શિક્ષક પાસે લઈ જશે.