TRP અગ્નિકાંડ બાદ ગાંધીનગરનાં અધિકારીઓ દોડતાં થયાં,જર્જરીત આવાસો પર થશે કામ…

Spread the love

ગાંધીનગરમાં વિવિધ કક્ષાના 1275 સરકારી આવાસો ભયજનક રીતે જર્જરીત થઈ ગયા હોવા મામલે વારંવાર નોટિસ આપવા છતાં સરકારી કબજેદારો દ્વારા મકાનો ખાલી કરવામાં આવતાં હતાં. ત્યારે રાજકોટનાં અગ્નિકાંડ પછી પાટનગર યોજના વિભાગે આગામી ચોમાસા પહેલા ભયજનક આવાસો ખાલી કરી દેવામાં માટેની અંતિમ ચેતવણી આપી કાનૂની કાર્યવાહી કરવાનો પણ તખ્તો ગોઠવી દેવામાં આવ્યો છે.

ગાંધીનગરના 1275 સરકારી આવાસો ભયજનક હોવા છતાં તેમાં કર્મચારીઓ પોતાના પરિવાર સાથે રહે છે. તંત્ર દ્વારા સમજાવટ બાદ પણ ખાલી કરવામાં આવતા નથી. આથી પાટનગર યોજના ભવન દ્વારા આવા કર્મચારીઓને વારંવાર નોટિસો પણ ફટકારવામાં આવી છે. પાટનગર યોજના વિભાગે કરેલા સર્વે મુજબ શહેરમાં સરકારી કર્મચારીઓ માટેના 5120 આવાસો ભયનજક છે. આવા આવાસો તોડીને બહુમાળી ટાવર બનાવીને સરકારી કર્મચારીઓને ફાળવવામાં આવી રહ્યા છે. પરંતુ નવી ભરતીને કારણે કર્મચારીઓની સંખ્યા વધતા તેની સામે પુરતા ક્વાર્ટર નથી જેથી કર્મચારીઓ ભયજનક હોવા છતાં આવાસ ખાલી કરતા નથી.

ગાંધીનગરમાં અલગ અલગ વિસ્તારોમાંથી આવતા કર્મચારીઓ પોતાના પરિવાર સાથે રહી શકે તે માટે વિવિધ કેટેગરીના 13222 આવાસોમાંથી 5120 આવાસો જર્જરીત હાલત હોવા છતાં 1275 જર્જરીત આવાસોમાં સરકારી કર્મચારીઓ પરિવાર સાથે રહી રહ્યા છે.ચાર દાયકા કરતા પણ વધુ જૂના આ મકાનમાં ગમે ત્યારે દૂર્ઘટના ઘટે તેવી સંભાવના વચ્ચે પણ આ કર્મચારીઓ વસવાટ કરી રહ્યા છે.

પાટનગર યોજના વિભાગના કાર્યપાલક ઈજનેરની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર ગાંધીનગરમાં વિવિધ સેક્ટરો જેમાં સેક્ટર-6 માં કુલ-51 આવાસ, સેક્ટર-7 માં કુલ-132 આવાસ,સેક્ટર-12 માં કુલ-15 આવાસ, સેક્ટર-૧૩ માં કુલ-7 આવાસ, સેક્ટર-16 માં કુલ-38 આવાસ, સેક્ટર-17 માં કુલ-73 આવાસ, સેક્ટર-19 માં કુલ-2 આવાસ, સેક્ટર-20 માં કુલ-94 આવાસ, સેક્ટર-22 માં કુલ-138 આવાસ, સેક્ટર-22 માં કુલ-177 આવાસ, સેક્ટર-23 માં કુલ-153 આવાસ, સેક્ટર-24 માં કુલ- 20 આવાસ, સેક્ટર-28 માં કુલ-155 આવાસ, સેક્ટર-29 માં કુલ-160 આવાસ, સેક્ટર-3% માં કુલ-60 મળીને કુલ 1275 આવાસો ભયજનક/જર્જરીત જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે સરકારી આવાસોમાં રહેતા વસાહતીઓને આગામી ચોમાસાની ઋતુને ધ્યાને લઇ જાહેર ચેતવણી આપવામાં આવી છે કે, માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભયજનક આવાસ ખાલી કરવા બાબતે વખતોવખત નોટીસ આપવામાં આવેલ છે. રહેવાસીઓને વૈકલ્પિક આવાસોની ઉપલબ્ધતા મુજબ આવાસ ફાળવવામાં આવેલ હોય કે ન હોય તેમના કબજા હેઠળનું ભયજનક આવાસ તાકીદે ખાલી કરવા ચેતવણી આપવામાં આવે છે.

જો ભયજનક/જર્જરીત આવાસ ખાલી કરવામાં નહી આવે તો જે-તે કબજેદાર સામે સરકારના નિયમોનુંસાર તેઓ વિરૂધ્ધ “ગુજરાત પબ્લિક એન્ડ પ્રિમાઇસીસ (ઇવિક્શન ઓફ અન ઓથોરાઇઝડ ઓક્યુપન્ટ) એક્ટ, 1972” હેઠળ કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આવા ભયજનક આવાસોમાં કોઇ પણ વ્યક્તિઓએ પ્રવેશ કરવો નહી, વસવાટ કે અન્ય ઉપયોગ કરવો નહી, તેમજ આવા ભયજનક જણાતા આવાસની આસપાસ અવર-જવર કરવી નહી તથા આજુ બાજુ આવાસોના ઉપયોગ કર્તાઓએ સાવચેતીના ભાગરૂપે પૂરતી કાળજી રાખવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com