ભાજપ હાઈ કમાન્ડે ફોન ચાલુ કર્યાં, TDP અને JDU પક્ષ હટી જાય તો ભાજપ સરકાર બહુમતી નહિ મેળવી શકે..

Spread the love

પીએમ નરેન્દ્ર મોદીએ ચૂંટણી પહેલાં 400ને પાર કરવાનો નારો આપ્યો હતો, પરંતુ આજે જ્યારે દેશભરમાં મતગણતરી ચાલી રહી છે ત્યારે BJP 250 સીટથી નીચે ફસાયેલી જોવા મળી છે. આવી સ્થિતિમાં ભાજપ એકલા હાથે સરકાર બનાવી શકશે નહીં અને તેને 272ના જાદુઈ આંકડા સુધી પહોંચવા માટે સાથીપક્ષોની જરૂર પડશે. લોકસભા ચૂંટણીમાં અત્યારસુધીના ટ્રેન્ડ મુજબ NDA અને INDIA ગઠબંધન વચ્ચે જબરદસ્ત મુકાબલો છે. આ બધા વચ્ચે ભાજપ અને કોંગ્રેસે સરકાર બનાવવાના પ્રયાસો તેજ કરી દીધા છે. કોંગ્રેસે આંધ્રમાં ટીડીપી અને બિહારમાં જેડીયુનો સંપર્ક કર્યો છે. આ બંને પક્ષો NDAમાં ભાજપના સહયોગી છે. જો આ બંને પક્ષ એનડીએમાંથી બહાર આવશે તો ભાજપ બહુમતીથી દૂર રહેશે. ચૂંટણી પરિણામો પહેલાં નરેન્દ્ર મોદી અને અમિત શાહે ચંદ્રબાબુ નાયડુ સાથે વાત કરી છે.

મોદી-અમિત શાહે ચંદ્રબાબુને ફોન કર્યો સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે ચંદ્રબાબુ નાયડુને NDAના સંયોજક બનાવવા અંગે વાતચીત થઈ છે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે એવા સમયે ચંદ્રાબાબુ નાયડુ સાથે વાત કરી, જ્યારે કોંગ્રેસ નેતૃત્વએ થોડા સમય પહેલાં તેમનો સંપર્ક કર્યો હતો.

TDP એનડીએમાં ભાજપનો સાથી છે, તેથી જો ભાજપને પોતાના દમ પર બહુમતી ન મળે તો તે ઈચ્છે છે કે તેના ગઠબંધનમાં સામેલ પક્ષો સાથે રહે, કારણ કે મતગણતરીનાં પ્રારંભિક રાઉન્ડમાં ભાજપને એકલા હાથે બહુમતી મળે એમ લાગતું નથી. જો TDP વિપક્ષી ગઠબંધન ‘I.N.D.I.A’માં જોડાય છે તો ભાજપ માટે સરકાર બનાવવી મુશ્કેલ બની શકે છે.

જો ચંદ્રબાબુ રાજ્યના સીએમ બનવા જઈ રહ્યા છે તો તેમની કેન્દ્ર સરકારમાં પણ દખલગીરી થશે. અગાઉ પણ બંને નેતાઓ કિંગમેકર રહી ચૂક્યા છે અને અટલ બિહારી વાજપેયી યુગમાં સરકારનો ભાગ હતા. આ રીતે, નાયડુ અને નીતિશ કુમાર માટે ફરી એકવાર જૂનો તબક્કો પાછો ફર્યો છે. નાયડુ માટે આ એક મોટી સફળતા છે, કારણ કે તેઓ માત્ર 17 બેઠક પર ચૂંટણી લડ્યા હતા અને 16 પર આગળ છે. જો ભાજપને TDPને 16 અને JDUને 14 બેઠક મળે છે તો અંદાજે 245 બેઠક ધરાવતી પાર્ટી 275ના દાવા સાથે સરકાર બનાવી શકશે. આ સિવાય એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેના પણ 7 સીટો જીતતી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં 280થી વધુનો આંકડો સરળતાથી સરકાર બનાવી શકશે.

ચંદ્રબાબુ નાયડુ 2014 અને 2019માં પણ ભાજપ સાથે હતા, પરંતુ બાદમાં કોંગ્રેસમાં જોડાયા હતા. ત્યાર બાદ આ વર્ષે માર્ચમાં તેઓ એનડીએમાં પાછા ફર્યા. એટલું જ નહીં, નીતિશ કુમાર પણ એવા નેતા હતા, જેમણે INDIA ગઠબંધન બનાવ્યું હતું, પરંતુ તેઓ ચૂંટણી પહેલાં જ ભાજપમાં જોડાયા હતા. હવે બિહારમાં બંને પક્ષો સાથે મળીને સરકાર ચલાવી રહ્યા છે. આમ, ભાજપ માટે સારું થયું કે ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશ કુમાર ચૂંટણી પહેલાં તેમની સાથે આવ્યા હતા. હવે તેમના માટે સંચાલન કરવું એટલું મુશ્કેલ નહીં હોય અને તેઓ સરળતાથી સરકાર બનાવી શકશે.

પવન કલ્યાણ પણ NDAમાં છે, જેની પાર્ટીએ બે બેઠક

જીતી છે. એટલું જ નહીં, ચિરાગ પાસવાનની પાર્ટી લોક

જનશક્તિ રામવિલાસ પણ 5 સીટ પર આગળ છે. અજિત

પવારની એનસીપી એક સીટ પર આગળ છે. જો આ

આખા આંકડાને જોડીએ તો એનડીએના ખાતામાં 290 સીટ

પહોંચી શકે છે. આ રીતે ભાજપ સરકાર બનાવવાના માર્ગે

છે, પરંતુ આ બેઠકો તેમની અપેક્ષા મુજબ ઘણી ઓછી છે.

આ રીતે એનડીએ સરકારે તેના સમગ્ર કાર્યકાળ દરમિયાન

નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ પર નિર્ભર રહેવું પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com