સુરત શહેરની ચૌટા બજારમાં ગેરકાયદે દબાણો મુદ્દે પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાળાએ તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા છે. નીતિન ભજીયાવાળાએ જણાવ્યુ કે રાજકોટની ઘટના બાદ પણ સુરતનું તંત્ર ઘોર નિદ્રામાં છે.
SMC કમિશનર અને અધિકારીઓ ચૌટા બજારમાં અકસ્માતની મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે.ચૌટા બજારમાં કપડાંની દુકાનમાં આગ લાગતા ફાયરની ગાડીઓ ફસાઈ ગઈ હતી. ફાયરની ગાડી ઘટના સ્થળે સમયસર પહોંચી શકતી નથી. ચૌટા બજારમાં ગેરકાયદે દબાણો અંગે 25 થી વધુ વખત રજૂઆત કરી છે.
વધુમાં કહ્યું કે, CM, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર અને સાંસદને દબાણો દૂર કરવા લેખિતમાં રજૂઆત કરી છે. હું રોજગારીનો વિરોધી નથી. પરંતુ કોઈના જીવ જાય તેવી ઉભી કરાયેલી રોજગારી કેટલી યોગ્ય. ગેરકાયદે દબાણો દૂર કરવામાં નહિ આવે ત્યાં સુધી લડતો રહીશ.