આ વર્ષે ધોરણ-12 સાયન્સના સારા પરિણામને લીધે ઇજનેરી કોલેજની બેઠકો ઓછી ખાલી રહેશે

Spread the love

રાજ્યમાં ઈજનેરીના વિવિધ વિદ્યાશાખામાં પ્રવેશ માટે ઓન લાઈન રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ધોરણ-12 સાયન્સનું પરિણામ ગત વર્ષની તુલનાએ વધુ હોવાથી વિદ્યાર્થીઓમાં ઈજનેરીમાં પ્રવેશનો ધસારો વધ્યો છે. આમ તો દર વર્ષે એન્જિનિયરિંગમાં પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થયા બાદ ઘણીબધી બેઠકો ખાલી રહેતી હતી.પણ આ વર્ષે ધોરણ-12 સાયન્સના સારા પરિણામને લીધે બેઠકો ઓછી ખાલી રહેશે.

ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે, ત્યારે હવે અઈઙઈ દ્રારા પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ોવિઝનલ મેરીટ લિસ્ટમાં 40,406 વિદ્યાર્થીઓને સ્થાન મળ્યું છે. ગત વર્ષે 31,608 વિદ્યાર્થીઓએ મેરીટમાં સ્થાન મેળવ્યું હતું.આમ ગત વર્ષ કરતા 8,798 વધુ વિદ્યાર્થીઓને મેરીટમાં સ્થાન મળ્યું છે. હવે વિદ્યાર્થીઓ મોક રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ કરી શકશે. ઈજનેરીના એડમિશન કમિટીના સૂત્રોના જણાવ્યા મુજબ એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે 42,646 વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 40,406 વિદ્યાર્થીઓને મેરિટમાં સ્થાન મળ્યું છે. ગુજકેટ આધારિત મેરીટમાં 38,969 વિદ્યાર્થીઓ છે, જ્યારે ઉંઊઊ આધારિત 1,437 વિદ્યાર્થીઓ છે. એન્જિનિયરિંગમાં ચોઈસ ફિલિંગ 10 જૂન સુધી કરી શકશે. એન્જિનિયરિંગનું ફાઈનલ મેરીટ લિસ્ટ અને મોક રાઉન્ડનું પરિણામ 13 જૂને જાહેર કરવામાં આવશે. કુલ 75,762 બેઠક પર પ્રવેશ પ્રક્રિયા શરૂૂ કરવામાં આવી છે. અઈઙઈ દ્વારા વધુમાં વધુ વિદ્યાર્થીઓ ચોઈસ ફિલિંગ કરે તે માટે અપીલ કરવામાં આવી છે. અઈઙઈ દ્વારા ડિગ્રી ઈજનેરી અને ફાર્મસીની વિવિધ વિદ્યાશાખાઓમાં મેરીટને આધારે પસંદગીની બ્રાન્ચમાં પ્રવેશ આપવામાં આવે છે, જેમાં એલડી ઈજનેરી કોલેજ સહિત પ્રતિષ્ઠિત ગણાતી કોલેજોની વિવિધ વિદ્યાશાખાઓ પ્રથમ રાઉન્ડમાં ફુલ થઈ જતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com