Gj 18 મહાનગરપાલિકા દ્વારા હવે ફક્ત 18 કલાક નવી નિમણૂક મેયર ડેપ્યુટી મેયર ચેરમેન માટેની રહી છે, ત્યારે અમુક મામકાઓ માટે પોતાની ભલામણ મૂકીને મહાનગરપાલિકામાં પોતાનું શાસન ચલાવવા એક બે નેતાઓએ મિટિંગ કરીને ભાજપના ધારાસભ્ય અલ્પેશજી ઠાકોરને સહી કરવા જણાવ્યું હતું, ત્યારે મિટિંગમાં અલ્પેશજી પહોંચ્યા ત્યારે જણાવેલ કે પ્રદેશ કક્ષાએથી સૂચના આપેલી છે ત્યારે તેમણે જણાવેલ કે આપણે કોણ નક્કી કરવા વાળા, જે નક્કી કરશે તે ઉચ્ચ કક્ષાએ તથા પ્રદેશ કક્ષાએ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ નો વિસ્તાર હોવાથી તે પોતે નક્કી કરશે, ત્યારે આપણે ભલામણ કરવાની કોઈ સત્તા નથી, અને જે મહિલાઓ ચૂંટાઈ છે તેમના પતિદેવો થી લઈને અનેક લોકો વર્ષો જૂના કાર્યકર છે, તેમને પણ સાંભળવા જોઈએ પણ ડાયરેક્ટ નામ સિલેક્ટ કરીને હોદ્દેદારો બનાવવા નામ મોકલી દેવા તેમાં મારો સખત વિરોધ છે, ત્યારે અગાઉ જે નામ મુકવા ભલામણ કરી હતી તે તમામે તમામ બિલ્ડર લોબી હતી, મહિલાનું નામ હોય તો પણ તેના પતિદેવ બિલ્ડર હોય, ત્યારે અનેક લોકોએ આશા ગુમાવી દીધી હતી, પણ ભાજપના દક્ષિણના એમ.એલ.એ દ્વારા સેટિંગ ડોટ કોમ ની ભલામણ કરવાવાળાઓ માટે ઊંધો ભમેડો ફેરવી દેતા અનેકની મનની મનમાં રહી ગઈ, ત્યારે અનેક લોકો જે આશા લગાવીને નગર સેવકો બેઠા હતા તેમની આશા ફરી જાગી છે, હવે આવતીકાલે તારીખ 10 જૂન ના રોજ મેયર ડેપ્યુટી મેયર ચેરમેન ની નિમણૂક થઈ જશે, પણ હા જે ઘટનાઓ બની અને જે ભલામણોમાં પોતાના મમકા મુકવાના હતા, તેમાં પાણી ફરી વળ્યું છે, ત્યારે 41 નગર સેવકો ભાજપના ચૂંટાયા છે, પણ કોઈપણ નાનો કાર્યકરો હોય તો પણ હોદ્દેદાર માટે હકદાર હોવાનું અલ્પેશજી ઠાકોરે જણાવ્યું હતું, બાકી ચમચાગીરી કરતા હોય તેવાની કોઈની પણ ભલામણ આજદિન સુધી મારી નથી, અને હશે પણ નહીં, ખોટું થઈ રહ્યું હતું ત્યારે અનેક લોકોએ મારું ધ્યાન દોર્યું, ત્યારે ભલામણો સાથે સહી કરેલો કાગળ મને પણ સહી કરીને પ્રદેશ મોકલવાનો છે એમ કહીને સહી કરવા કહ્યું હતું, પણ મેં સ્પષ્ટ ના પાડી દીધી, ત્યારે દક્ષિણના ધારાસભ્ય અલ્પેશજી ઠાકોરના કારણે અનેક લોકોને એક આશા હોદ્દેદાર બનવાની ફરી જાગી છે, કલ ફેસલા હો જાયેગા…
વધુમાં જે પ્રભારીઓ દ્વારા તથા પૂર્વ મંત્રી દ્વારા સેન્સ લેવામાં આવી તે ધારાસભ્યને આભારી કહી શકાય હોવાનું એક કાર્ય કરે જણાવ્યું હતું, બાકી એક નગર સેવકે જણાવ્યું હતું કે અમે તો આશા ખોઈ બેઠા હતા, પણ હવે આશા જાગી છે.