Gj 18 મહાનગરપાલિકા ખાતે હોદ્દેદારોની નિમણૂક માટે તારીખ પે તારીખ તેમ મુદતો પડતી રહે છે, ત્યારે આજે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળવાની હતી પણ મળી શકી નથી, તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે, ત્યારે આવતીકાલે સવારે 10:00 વાગે કોબા કમલમ ખાતે પાર્લામેન્ટ્રી બેઠક યોજાય એવી શક્યતા સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થયેલ છે, જેથી બેઠક બાદ 11:30 થી 12 દરમિયાન જે તે હોદ્દેદાર હશે તેને મેન્ડેડ આપવામાં આવશે, બાકી હજુ લોકો તારીખ નવી પડે તો નવાઈ નહીં તેવું પણ જણાવી રહ્યા છે, આજની રાત અનેક નગરસેવકો માટે મુંગેરિલાલ લાલના સપના જેવી હશે, ત્રણ દિવસના ઉજાગરા પછી આજે પણ ઉજાગરા નવા થાય તો નવાઈ નહીં, દરેક વોર્ડમાંથી નામ સૂચવવામાં આવ્યા છે, ત્યારે પ્રદેશ કક્ષાએ કોને મહોર મારવામાં આવે છે તે મેન્ડેટ આવે ત્યારે ખબર પડશે, બાકી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ નો વિસ્તાર હોવાથી તેમને પણ આ સંદર્ભે પ્રુંચ્છા કરવામાં આવશે અને આગળ કોઈ નિર્ણય લેવામાં આવશે, બાકી gj 18 ખાતે મહાનગરપાલિકા ના મેયર ડેપ્યુટી મેયર ચેરમેન ના હોદ્દા માટે gj 18 ના ચાર જેટલા ધારાસભ્યો પણ જે તે વોર્ડમાંથી નગર સેવક માટે ભલામણ કરી રહ્યા છે, કલોલ માણસા ગાંધીનગર ઉત્તર દક્ષિણ ના ધારાસભ્ય પણ હોદ્દેદારોની નિમણૂક માટે ભલામણ કરી હોવાનું માહિતી પ્રાપ્ત થયેલ છે ત્યારે આવતીકાલે ફેસલા હો જાયેગા કે પછી તારીખ પે તારીખ તે ખબર પડી જશે…