યમુનોત્રીનો ચઢાઈ માર્ગ દુર્ગમ અને રોમાંચિત,ગંગોત્રી, યમુનોત્રી,બદ્રીનાથ અને કેદારનાથની દિવ્યયાત્રા એટલે સ્વર્ગની ચારધામ યાત્રા !

Spread the love

ચારધામ યાત્રા ભાગ -૨ : યમુનોત્રી

સ્ટોરી : પ્રફુલ પરીખ

વૃદ્ધાવસ્થાને કારણે ઋષિ કુંડમાં સ્નાન કરવાં નહોતાં જઈ શકતાં એમની અપાર શ્રદ્ધા જોઈને જ યમુના કુટિરમાં જ પ્રકટ થઈ ગઈ જેથી આ જ સ્થાનને યમુનોત્રી કહેવામાં આવે છે

કોઈ પણ યમુનાનાં જળમાં  સ્નાન કરે છે એ અકાલ મૃત્યુના ભયથી મુકત થઇ જાય છે અને એને મોક્ષ પ્રાપ્ત થાય છે,યમ મૃત્યુના સમયે પીડિત નથી કરતાં !

અમદાવાદ

ચારધામ યાત્રા કી જય.ગંગોત્રી, યમુનોત્રી,બદ્રીનાથ અને કેદારનાથની દિવ્યયાત્રા એટલે સ્વર્ગની ચારધામ યાત્રા !.મહાન પુણ્ય યાત્રા સંકટોથી ભરપૂર ચારધામ યાત્રાનું જીવનમાં ઘણું જ મહત્વ: યાત્રા કઠિન છે પણ ભવના બંધનો તોડી મોક્ષ આપનારી ચારધામ યાત્રા. યમનોત્રી એ યમુના નદીનું ઉદગમસ્થાન અને દેવી યમુના ની બેઠક , ગંગોત્રીએ ગંગા નદીનું ઉદગમસ્થાન અને દેવી ગંગા ની બેઠક,કેદારનાથ એ ભગવાન શંકરના ૧૨ જ્યોતિર્લીંગોમાંનું એક છે.બદ્રીનાથએ ભગવાન વિષ્ણુની બેઠક છે.શાસ્ત્રો અનુસાર ચારધામના દર્શન કરવાથી વ્યક્તિના તમામ પાપોનો નાશ થાય છે અને વ્યક્તિ જન્મ- મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે. આવી વ્યક્તિને નશ્વર જગતમાં ફરી જન્મ લેવો પડતો નથી, તેને મોક્ષ મળે છે.

ટેમ્પો ટ્રાવેલના ચાલક મજાકિયા અને હસમુખો સ્વભાવ એવા વિમલકુમારજીએ ચારધામ યાત્રા ના પ્રવેશદ્વાર ઋષિકેશથી 6540 ફીટ ઊંચાઈ એટલે કે દરિયાઈ સપાટીથી તેની સરેરાશ ઊંચાઈ ૧૨૨૦ મીટર (૪૦૦૩ ફૂટ) હિલ સ્ટેશન બારકોટ તરફ પ્રયાણ કર્યું હતું બારકોટમાં ઊંચા ઊંચા પહાડોની વચ્ચે આધુનિક ટેન્ટમાં અમારી રાત્રિ રોકાણની વ્યવસ્થા હતી. ઉત્તરકાશી જિલ્લાના ૬ તાલુકાઓ પૈકીના એક એવા બારકોટ સહરાનપુર, દેહરાદૂન તેમ જ ઋષિકેશ ખાતેથી યમનોત્રી જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર યમુના નદીના કિનારે આવેલું છે. ગંગા અને યમુના બારકોટના લીલાછમ લેન્ડસ્કેપને પાણી આપે છે,બરકોટ વિશાળ શિખરનું એક અદ્ભુત-જાગૃત દૃશ્ય આપે છે અને તેના આકર્ષક લેન્ડસ્કેપના ભવ્ય દૃશ્ય સાથે. અહીંની સવારો સુખદ છે, કારણ કે પક્ષીઓ તમને તેમના કિલકિલાટથી જગાડે છે અને યમુના નદીના સૂસવાટા તમને પ્રકૃતિની શોધમાં સાથ આપે છે.

બરકોટના ચમકદાર સફરજનના બગીચામાંથી તમે તાજા ફળોનો સ્વાદ માણી શકો છો.સાહસ પ્રેમીઓ અને યાત્રાળુઓ માટે ટ્રેકિંગ પર્યટન અને ચાર ધામ યાત્રા દરમિયાન યમુનોત્રી અને ગંગોત્રી ધામની મુલાકાત લેતા તીર્થયાત્રીઓ માટે બરકોટ પણ મુખ્ય સ્ટોપઓવર છે. બરકોટમાં ઘણા પવિત્ર મંદિરો અને આશ્રમો છે જ્યાં મુલાકાતીઓ માનસિક આનંદ મેળવી શકે છે.

બરકોટ એ ટ્રેકિંગ અને હાઇકિંગ ટ્રેલ્સ છે જે જંગલો અને શાંત ગામડાઓમાંથી પસાર થાય છે. રોક-ક્લાઇમ્બીંગ, પર્વતારોહણ અને અન્ય વિવિધ પ્રવૃત્તિઓ છે.બારકોટ નજીકના સ્થળોમાં મોરી, કેદારકાંઠા ટ્રેક ,નૈનબાગ પંતવારી ગામ નાગ ટીબ્બા,લાખામંડળ પુરોલા. બરકોટથી વહેલી સવારે 4:00 વાગે નાસ્તો કરી 36કિમી/1 કલાક 15 મિનિટ હનુમાન ચટ્ટી પહોંચ્યા હતા.

હનુમાન ચટ્ટી હનુમાન ગંગા અને યમુના નદીઓના સંગમ પર સ્થિત છે. યમુનોત્રી ધામ પહેલા 13 કિમી દૂર આવેલું, હનુમાન ચટ્ટી એક શાંત સ્થળ છે.ત્યાંથી જાનકીયટ્ટી આગમન કર્યું .જાનકીયટ્ટીથી ઘોડા/પાલખી/ચાલતા થઇને યમુનોત્રી 7 કી.મી.ઉપર જવાનું હોય છે.ઉતરાખંડ સરકાર દ્વારા ઘોડા અને પાલખીના ફિક્સ ભાવ હોય છે જેની રસીદ લાઈનમાં ઊભા રહીને લેવી પડે છે . યમનોત્રીમાં 1300 જવાના અને ઉતરવાના 1300 રૂપિયા ફિક્સ ભાવ હોય છે અને પાલખી માટે અગાઉથી રજિસ્ટ્રેશન નોંધાવી રસીદ પણ મેળવવી પડે છે અથવા તળપર પણ મળી શકે છે એટલે કે ફક્ત રજિસ્ટર્ડ ઘોડા-ખચ્ચર અને પાલખીના ચાલકોને જ ભાડે રાખો. કારણ કે તેમની કિંમતો નિશ્ચિત છે, તેમની સાથે સોદાબાજી કરવાની જરૂર નથી જો સોદાબાજી કરશો તો વધારે કિંમત ચૂકવવી પડશે અને ટલ્લે ચડી જશો. યમનોત્રી ચઢાણ માટે સવારે 8:00 વાગ્યા પહેલા ઘોડા પર એક માર્ગે જઈ શકાય છે જે રસ્તો થોડો સરળ છે પરંતુ 8:00 વાગ્યા પછી ઘોડે સવારની ભીડના કારણે ત્રણ કિલોમીટર પહેલા રજીસ્ટ્રેશન કરાવેલ ઘોડાનો રસ્તો ખૂબ જ સાંકડો અને જોખમ વાળો હોય છે. અને આગળ જઈને મંદિરથી 100 મીટર દૂર મંદિરથી કનેક્ટિવિટી સાથે જોડાય છે. અમે તે રસ્તે પહોંચી યમુનોત્રી મંદિર સુધી લગભગ અઢીથી ત્રણ કલાકની વચ્ચે પહોંચ્યા હતા અને ત્યાં જઈ મહારાજ પાસે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજા કરાવી દર્શન કર્યા.

મુસાફરી દરમિયાન બદલાતા હવામાનને કારણે કેટલાક લોકોને સ્વાસ્થ્ય સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. કારણ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે મુશ્કેલ ચઢાણ અને ટ્રેકિંગનો સમાવેશ થાય છે. તેથી, તમારી સાથે શરીરને ઊર્જા આપતી ખાદ્ય ચીજવસ્તુઓ અને ઇમર્જન્સી મેડિકલ કીટ સાથે રાખો. ઉત્તરાખંડ સરકારની સત્તાવાર વેબસાઈટ પરથી પૂજા, દાન અને દર્શન કરી શકાય છે.ઋષીકેશથી યમુનોત્રી લગભગ ૧૧૫ માઈલના અંતરે દસ હજારથી વધુ ફુટની ઉંચાઈએ આવેલું છે.સૂર્યકુંડ નોંધપાત્ર જગ્યા છે. યમુનાને અહીં ગરૂણગઢ કહેવામાં આવે છે. પૌરાણિક ગાથાઓ અનુસાર યમુના નદી સૂર્યની પુત્રી છે તથા મૃત્યુના દેવતા યમ સૂર્યદેવનાં પુત્ર છે !!! એમ કહેવાય છે કે જે લોકો યમુનામાં સ્નાન કરે છે,એમને યમ મૃત્યુના સમયે પીડિત નથી કરતાં ! યમુનોત્રી પાસે કેટલાંક ગરમ પાણીનાં ઝરા પણ છે. તીર્થયાત્રીઓ આ ઝરાનાં પાણીમાં પોતાનું ભોજન પકાવે છે. યમુનાજીનું મંદિર અહીનું પ્રમુખ આરાધના મંદિર છે. યમુનોત્રીનું વાસ્તવિક સ્રોત જામી ગયેલી બરફની એક ઝીલ અને હિમનદ (ચંપાસર ગ્લેસિયર) છે જે સમુદ્રતલથી ૪૪ર૧ મીટરની ઉંચાઈ પર કાલિન્દ પર્વત પર સ્થિત છે. યામુનાદેવીનાં મંદિરનું નિર્માણ, ટિહરી ગઢવાલનાં મહારાજા પ્રતાપશાહ દ્વારા કરવામાં આવ્યું હતું. અત્યાધિક સાંકડી -પાતળી યમુનાનું જળ હિમ શીતલ છે.પૌરાણિક આખ્યાન અનુસાર અસિત મુનિની પર્ણકુટી આ સ્થાન પર જ હતી! યમુનાદેવીનો ચઢાઈનો માર્ગ વાસ્તવિક રૂપમાં દુર્ગમ અને રોમાંચિત કરનારો છે. માર્ગ પર અગલ-બગલમાં સ્થિત ગગનચુંબી,મનોહારી નાગ-ધડંગ શિખરો-ચોટીઓ તીર્થયાત્રીઓને સંમોહિત કરી દે છે આ દુર્લભ ચઢાઈની આસપાસના ઘનઘોર જંગલોની હરિયાળી મનમોહી લેવાંમાંથી નથી ચૂકતી. મંદિર પ્રાંગણમાં એક વિશાળ શીલાસ્તંભ છે,જેને દિવ્યશિલાનાં નામથી પણ ઓળખવામાં આવે છે ! યમુનોત્રી ચારધામ યાત્રાનો પહેલો પડાવ છે અહીંયા પર યમુના શરુઆતી રૂપમાં એટલે કે બાલ્યાવસ્થામાં હોય છે. મંદિર કાળા સંગેમરમરનું છે ! યમુનોત્રી મંદિરના કપાટ અક્ષય તૃતીયાના પાવન પર્વ પર ખોલવામાં આવે છે અને કાર્તિકનાં મહિનામાં યમ દ્વિતીયાનાં દિવસે બંધ કરવામાં આવે છે.શિયાળાના સમયમાં કપાટ બંધ કરવામાં આવે છે. શીતકાલમાં ૬ મહિના માટે ખરસાલીનાં પંડિતો, માં યમુનોત્રીને પોતાનાં ગામમાં લઈ જાય છે અને પૂરી વિધિ વિધાનની સાથે માં યમુનોત્રીની પૂજા પોતાના ગામમાં જ કરે છે .આ મંદિરમાં ગંગાજીની મૂર્તિ પણ સુશોભિત છે તથા ગંગા એવં યમુનોત્રીજી એમ બંનેની પુજા ક૨વાનું વિધાન છે !યમુનોત્રીનો પૌરાણિક સંદર્ભ છે કે યમુનોત્રીનાં વિષયમાં વેદો, ઉપનિષદો અને વિભિન્ન પૌરાણિક આખ્યાનોમાં બહુજ વિસ્તારપૂર્વક વર્ણન ક૨વામાં આવ્યું છે. દેવીનું મહત્વ અને એમનાં પ્રતાપનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.પુરાણોમાં યમુનોત્રી સાથે અસિત ઋષિની કથા જોડાયેલી છે, કેહેવાય છે કે વૃદ્ધાવસ્થાને કારણે ઋષિ કુંડમાં સ્નાન કરવાં નહોતાં જઈ શકતાં. એમની અપાર શ્રદ્ધા જોઈને જ યમુના કુટિરમાં જ પ્રકટ થઈ ગઈ. આ જ સ્થાનને યમુનોત્રી કહેવામાં આવે છે કાલિંદ પર્વત પરથી નીકળતી હોવાનાં કારણે એને કાલિંદી પણ કહેવામાં આવે છે.એક અન્ય કથા પ્રમાણે સૂર્યની પત્ની છાયાથી યમરાજ અને યમુનાજીનો જન્મ થયો અને યમુના નદીનાં રૂપમાં પૃથ્વી પર વહેવા લાગી અને યમ જે મૃત્યુલોક મેળવી આપે છે.કહેવાય છે કે જે કોઈ પણ યમુનાનાં જળમાં  સ્નાન કરે છે એ અકાલ મૃત્યુના ભયથી મુકત થઇ જાય છે અને એને મોક્ષ પ્રાપ્ત થાય છે.કિવદંતિ છે કે યમુનાએ પોતાનાં ભાઈ પાસે ભાઈબીજના અવસરે વરદાન માંગ્યું કે આ દિવસે જો યમુનાસ્નાન કરે એને યમલોક નથી જવું પડતું. અત: આ દિવસે યમુના તટ પર યમની પૂજા કરવાનું વિધાન પણ છે !સપ્તર્ષિ કુંડ: યમુનોત્રીમાં સ્થિત ગ્લેશિયર અનેગરમ પાણીનાં કુંડ બધાંનાં જ આકર્ષણનું કેન્દ્ર છે. યમુનોત્રી નદીનાં ઉદગમ સ્થળની પાસે મહત્વપૂર્ણ જલસ્રોત છે સપ્તર્ષિ કુંડ એવં સપ્ત સરોવર આ પ્રાકૃતિક રૂપે જળથી પરિપૂર્ણ થાય છે. યમુનોત્રીનું પ્રમુખ આકર્ષણ અહીંયા ગરમ પાણીના કુંડ હોવાં એ પણ છે. અહીંયા આવવાવાળાં તીર્થયાત્રીઓ એવં શ્રધાળુઓ માટે ગરમ જળનાં કુંડોમાં સ્નાન કરવું બહુજ મહત્વ રાખે છે.અહીંયા હનુમાન, પરશુરામ, કાલી અને એકાદશ રુદ્ર આદિ મંદિરો છે. યમુનાજીની પૂજા-અર્ચના સ્થાનીય ઉનિયાલ જાતિનાં બ્રાહ્મણો કરે છે. ભક્તજન અગરબત્તી, ધૂપ, ચુનરી અને શ્રુંગાર હેતુ લાવવામાં આવેલી સામગ્રી ઈત્યાદીથી માં માં યમુનાજીની પૂજા- અર્ચના કરે છે !!! આરતી સવારે ૬.30 વાગે અને સાંજે ૭.૩૦ વાગે થતી હોય છે.યમુનોત્રીનો ઈતિહાસ છે કે એક પૌરાણિક ગાથા અનુસાર આ અસિત મુનિનો નિવાસ હતો. વર્તમાન મંદિર જયપુરની મહારાણી ગુલેરિયાએ ૧૯મી સદીમાં બનાવ્યું હતું. ભૂકંપથી એકવાર એનો વિદ્વંસ થઈ ચુક્યો છે. જેનું પુન: નિર્માણ કરાવવામાં આવ્યું હતું.કેટલાંક લોકો આને સીતાનાં નામથી જાનકી ચટ્ટી માને છે પરતું એવું નથી સન ૧૯૪૬માં એક મહિલા જાનકી દેવી બીફ ગામમાં યમુનાનાં જમણાતટ પર વિશાળ ધર્મશાળા બનાવી હતી અને પછી એની યાદમાં બીફ ગામ જાનકી ચટ્ટીનાં નામથી પ્રસિદ્ધ થઈ ગયું. પહેલાં હનુમાન ચટ્ટીથી યમુનોત્રી સુધીનો માર્ગ પગદંડીનાં રૂપમાં બહુજ ડરાવણો હતો. જેના સુધાર માટે ખરસાલી થી યમનોત્રી સુધી ચાર માઈલ લાંબી સડક બનાવવા માટે દિલ્હીનાં શેઠ ચાંદમલે મહારાજા નરેન્દ્રશાહનાં સમયે પ0,000 રૂપિયા આપ્યાં.પગપાળા યાત્રા પથને સમયે ગંગોત્રીથી હર્ષિલ થઈને એક છાયા પથ પણ યમુનોત્રી આવતો હતો. મહાભારત અનુસાર જ્યારે પાંડવો ઉત્તરાખંડની તીર્થયાત્રામાં આવ્યાં તો એ પહેલાં યમુનોત્રી, ત્યાર પછી કેદારનાથ-બદ્રીનાથજી તરફ આગળ વધ્યાં હતાં.યાત્રા ભલે કઠીન હોય પણ એનું ફળ હંમેશા મીઠું જ હોય છે. એમ કહેવાય છે ને કે પ્રકૃતિમાં જ ભગવાનનો વાસ છે.

સૂર્ય કુંડમાં પાણીમાં ચોખા ભરેલી પોટલી નાખો તો ભાત બની જાય

યમુનાજી સૂર્યદેવની પુત્રી છે અને યમરાજ અને શનિદેવની બહેન છે. યમુનાજીનું પહેલું નામ કાલિંદી છે. યમુનાજીએ સૂર્ય ભગવાનની તપસ્યા કરી અને વરદાન માગ્યું એટલે યમુનાજીના પૂર્વ ભાગમાં સૂર્યકુંડ છે. યમુનાજીનું પ્રાચીન સ્થાન મંદિરની બહાર છે.દિવ્યશિલાના પૂજન માત્રથી મનુષ્ય યમ અને શનીના ત્રાસથી ભયમુક્ત થઈ જાય છે. દુર્ગમસ્થાન છે કેમકે યમુનાજી ભક્તિ છે , ગંગા જ્ઞાન છે, વૈરાગ્ય કેદારનાથ છે, અને મોક્ષ બદ્રીનાથમાં છે.મંદિરની નજીક પહાડની ચટ્ટાનની અંદર જે ગરમ પાણીના કુંડ છે. જેને સૂર્યકુંડનાં નામે ઓળખવામાં આવે છે. આ એક પ્રમુખ સ્થળ છે જ્યાં પાણી એટલું બધું ગરમ હોય છે કે એમાં જો ચોખા ભરેલી પોટલી પણ નાંખવામાં આવે તો એ પણ ભાત બની જાય અને અહીં ઉકાળેલા ચોખા પ્રસાદનાં રૂપમાં તીર્થયાત્રીઓને વહેંચવામાં આવે છે તથા આ પ્રસાદને શ્રદ્ધાળુ લોકો પોતાની સાથે લઈ જાય છે.ગૌરી કુંડનું જળ એટલું બધું ગરમ નથી હોતું. અતઃ આ જળમાં તીર્થયાત્રી સ્નાન કરે છે.બધાં યાત્રીઓ સ્નાન કર્યા પછી સૂર્ય કુંડ પાસે સ્થિત દિવ્યશિલાની પૂજા અર્ચના કરે છે અને એનાં પછી જ યમુના નદીની પૂજા કરવામાં આવે છે જેનું વિશેષ મહત્વ છે. આની નજીક જ તપ્તકુંડ પણ છે, પરંપરા અનુસાર આમાં સ્નાન કર્યા પછી જ શ્રદ્ધાળુઓ યમુના નદીમાં ડૂબકી લગાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com