ભાજપે એનડીએના સાથી પક્ષો સાથે મળીને સરકાર રચી દીધી છે. પીએમ મોદીએ ત્રીજી વાર શપથ પણ લઈ લીધાં છે, બધુ રાબેતા મુજબ ચાલી રહ્યું છે ત્યાં રાહુલ ગાંધીએ મમરા મૂકીને રાજકીય વર્તુળમાં લહેરો પેદા કરી છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ એનડીએ સરકાર ખૂબ જ નાજુક છે. તેમણે કહ્યું છે કે એનડીએ સરકાર તેના ત્રીજા કાર્યકાળમાં અસ્તિત્વ માટે સંઘર્ષ કરી શકે છે.
લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ પોતાના પ્રથમ ઈન્ટરવ્યુમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે 4 જૂનના નિર્ણય બાદ ભારતીય રાજકીય લેન્ડસ્કેપમાં મોટો ફેરફાર થયો છે. સંખ્યા એટલી ઓછી છે કે તેમની સ્થિતિ ખૂબ જ નાજુક છે, અને સહેજ પણ ખલેલ સરકારને પછાડી શકે છે… સાથીઓએ બીજી તરફ વળવું પડી શકે છે.
રાહુલે એવું પણ કહ્યું કે મોદી સરકારના ઘણા માણસો મારા સંપર્કમાં છે તેમણે કહ્યું કે આ વિચાર કે તમે નફરત ફેલાવી શકો છો, તમે ગુસ્સો ફેલાવી શકો છો અને તમે તેનો લાભ લઈ શકો છો – ભારતીય જનતાએ આ ચૂંટણીમાં તેને નકારી કાઢ્યો છે.” આપ્યો છે. આ કારણે ગઠબંધન સંઘર્ષ કરશે. કારણ કે 2014 અને 2019માં નરેન્દ્ર મોદી માટે જે કામ કર્યું હતું તે કામ કરી રહ્યું નથી.” લોકસભા ચૂંટણીના પરિણામોમાં, વિપક્ષી ભારત બ્લોકે એક્ઝિટ પોલના અનુમાન કરતાં ઘણું સારું પ્રદર્શન કર્યું હતું અને 543માંથી 234 બેઠકો જીતી હતી. જ્યારે ભાજપની આગેવાની હેઠળના એનડીએને 293 બેઠકો મળી હતી. આ પરિણામોએ રાહુલ ગાંધીને ફરીથી ભારતીય રાજકારણમાં મોખરે લાવ્યા છે. નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા પરંતુ છેલ્લી બે લોકસભા ચૂંટણીની જેમ આ વખતે પણ ભાજપ પોતાના દમ પર પૂર્ણ બહુમતીનો આંકડો પાર કરી શકી નથી. સરકાર બનાવવા માટે તેમણે એનડીએના સાથીદારો પર નિર્ભર રહેવું પડ્યું.
સોમવારે, રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ ઉત્તર પ્રદેશની રાયબરેલી લોકસભા બેઠક પરથી તેમની ઉમેદવારી જાળવી રાખશે અને કેરળની વાયનાડ બેઠક ખાલી કરશે, જ્યાંથી તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા ચૂંટણી લડશે. જો પ્રિયંકા ગાંધી વાડ્રા આ ચૂંટણી જીતી જશે તો તેઓ પહેલી વાર સાંસદ તરીકે સંસદમાં પ્રવેશ કરશે. આ પણ પહેલીવાર હશે જ્યારે ગાંધી પરિવારના ત્રણ સભ્યો – સોનિયા ગાંધી, રાહુલ અને પ્રિયંકા – એકસાથે સંસદમાં હશે.