ભારતીય અર્થવ્યવસ્થા પર પૂરી દુનિયાને ખાતરી થઈ ગઈ, ભારત સૌથી આગળ

Spread the love

ભારતીય અર્થવ્યવસ્થા પર પૂરી દુનિયાને ખાતરી થઈ ગઈ છે. હાલમાં જ સરકાર તરફથી આપવામાં આવેલા વિકાસ દરના આંકડા 8 ટકાથી વધારે ઉપર હતા, તો ચાલુ નાણાકીય વર્ષ માટે પણ દુનિયાભરની રેટિંગ એજન્સીઓ ભારતના વિકાસ દરને બહુ જ ઝડપી દર્શાવી રહી છે. તેના મુકાબલે અમેરિકા-યૂરોપનો વિકાસ દર ઘણા પાછળ અને ચીનની ઝડપ તો સાવ સુસ્ત પડતી જઈ રહી છે.

હવે ગ્લોબલ રેટિંગ એજન્સી ફિચ રેટિંગ્સે મંગળવારે જણાવ્યું છે કે, ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં ભારતનો વિકાસ દર 7.2 ટકા રહેવાનો અંદાજ છે. પહેલા આ રેટિંગ એજન્સીએ માત્ર 7 ટકા વિકાસ દરનો અંદાજ લગાવ્યો હતો.

ફિચને ઉપભોક્તા ખર્ચમાં સુધારો અને રોકાણમાં વૃદ્ધિનો દવાનો આપતા અંદાજમાં સંશોધન કર્યું છે. નાણાકીય વર્ષ 2025-26 અને 2026-27 માટે પણ ફિચે ક્રમશઃ 6.5 ટકા અને 6.2 ટકાના વૃદ્ધિ દરનો અંદાજ લગાવ્યો છે. ફિચે તેની વૈશ્વિક આર્થિક પરિદ્રશ્ય રિપોર્ટમાં કહ્યું કે, ‘અમારો અંદાજ છે કે, નાણાકીય વર્ષ 2024-25માં ભારતીય અર્થવ્યવસ્થામાં 7.2 ટકાની મજબૂત વૃદ્ધિ થશે.’ જાણકારી અનુસાર, આ પહેલા રિઝર્વ બેંકે પણ ફિચના સમાન જ વિકાસ દરનો અંદાજ લગાવ્યો હતો.

રિઝર્વ બેંકે આ મહિનાની શરૂઆતમાં અંદાજ લગાવ્યો હતો કે, ગ્રામીણ માંગમાં સુધારો અને મુદ્રાસ્ફીતિમાં નરમીથી ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થા 7.2 ટકાના દરથી વધશે. રેટિંગ એજન્સીએ કહ્યું કે, રોકાણમાં વૃદ્ધિ યથાવત રહેશે, પરંતુ હાલના ક્વાટરની તુલનામાં આ વૃદ્ધિ ધીમી રહેશે, જ્યારે ઉપભોક્તા વિકાસ વધવાની સાથે ઉપભોક્તા ખર્ચમાં સુધારો થશે. ચાલુ નાણાકીય વર્ષની શરૂઆતમાં પર્ચેજિંગ મેનેજર્સના સર્વેક્ષણ આંકડા નિરંતર વૃદ્ધિ તરફ ઈશારો કરે છે.

ફિંચ રેટિંગ્સે કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થાને ચોમાસાંનો સાથ મળશે. આવનારા ચોમાસાની સિઝન સામાન્ય રહેવાના સંકેત વૃદ્ધિને પ્રોત્સાહન આપશે અને ફુગાવોને ઓછો અસ્થિર બનાવશે. જો કે, હાલમાં જ ભીષણ ગરમીએ જોખમ ઉત્પન્ન કર્યું છે, પરંતુ તે અસ્થાયી છે અને સારા ચોમાસાથી તેની ભરપાઈ થઈ જશે. નોંધનીય છે કે, નાણાકીય વર્ષ 2023-24માં ભારતીય અર્થવ્યવસ્થા 8.2 ટકાની ઝડપે વધી હતી.

ભારતના મુકાબલે દુનિયાનો વિકાસ દર જોઈએ તો, 2024માં ગ્લોબલ જીડીપી ગ્રોથ 3.1 ટકા રહેવાનો અંદાજ છે. આ દરમિયાન યૂરોપીય યૂનિયનનો વિકાસ દર માત્ર 1 ટકા સુધી જ રહી જશે. તે જ સમયે, 2024માં અમેરિકાનો વિકાસ દર 2.6 ટકા રહેવાનો અંદાજ છે. પાડોશી દેશ ચીનની વાત કરીએ તો IMFએ 2024માં 5 ટકા વૃદ્ધિ દરની આગાહી કરી છે. જો આ દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો ભારતીય અર્થવ્યવસ્થા વિશ્વના અન્ય મોટા દેશો કરતા ઘણી આગળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com