GJ-18 મનપા એટલે હેરાન પરેશાન થવાનો ટેક્સ? નોટિફાઇડ શું ખોટું હતું? સ્માર્ટસીટીની લ્હાય માં મકાનો કરતા ઝૂંપડા વાસીની દશા સારી,

Spread the love

GJ-૧૮ એટલે આખા ગુજરાતનું જમાદાર કહેવાય, ત્યારે વર્ષો પહેલાં નોટિફાઇડ એરીયા કચેરી gj-૧૮ શહેરને સાંભળતું હતું ત્યારે આટલા જટિલ પ્રશ્નો ન હતા, હવે કરોડો નહીં અબજાેની ગ્રાન્ટો મળવા છતાં પ્રશ્ન ઠેર ના ઠેર કરતા સમસ્યા વધુ વકરી છે, વરસાદની ઋતુમાં કફોડી હાલત થવાની છે, તેમાં કોઈ શંકાને સ્થાન નહીં, ભલે પ્રિમોન્સૂનની છઝ્રમાં બેસીને મીટીંગો કરો, પણ ફેલ જવાના છે, તે સ્પષ્ટ વાત છે,


શહેરમાં અનેક સેક્ટરોમાં હાલત કફોડી છે, હાલમાં મેયર મીરાબેન પટેલ સેક્ટર ૧ ખાતે વાહનો ફસાઈ જવાની ઘટના તથા ગટરોના કામ પૂર્ણ થયા બાદ પુરાણ વ્યવસ્થિત ન પૂરાતા રહીશોએ ફરિયાદ કરી હતી, મેયર તાબડતોબ પહોંચીને તંત્રને સૂચના પણ આપી હતી, પણ તંત્ર સુધરે ક્યારે? મેયરની શિખામણ ઝાંપા સુધી, મેયર ગયા અને કામ બંધ, ત્યારે સેક્ટર ૪-એ ખાતે પણ ગટર લાઈન નાખવાનું કામ પુરું થઈ ગયું છે. પરંતુ યોગ્ય રીતે માટી પુરાણ થયું નથી. આ અંગે અગાઉ પણ ફરિયાદ કરવામાં આવી હતી. જેને ત્રણ મહિના જેવો સમય વીતી જવા છતાં પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી. નગરસેવકો પણ રજુઆત સામે આંખઆડા કાન કરતાં હોવાથી આ વિસ્તારના રહીશોમાં ભારે નારાજગી પ્રવર્તી છે. એક નિવૃત્ત ઉચ્ચ સરકારી અધિકારીની રજૂઆતને પણ નજરઅંદાજ કરવામાં આવતાં હવે મામલો હાઈકોર્ટ સુધી પહોંચે તો નવાઈ નહિ. અણઘડ કામને લઈ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવશે.તાજેતરમાં વરસાદ પડયો તેમાં સેક્ટર-૪માં અનેક વાહનો ખાડામાં ફસાઈ ગયા હતા. હકીકતે અહીં ગટર લાઈનનું કામ પુરું થઈ ગયા પછી યોગ્ય રીતે માટી પુરાણ કર્યા વિના જ એજ એજન્સીએ કામ આટોપી લીધું ત્રણ મહિનાથી રજુઆત કરવામાં આવી રહી છે. પરંતુ હજુસુધી અહીં યોગ્ય માર્ટી પુરાણનું કામ કર્યું નથી. નગરસેવકો પણ પોતાના મતવિસ્તારની અવગણના કરતા હોવાથી લોકોના મનોપટમાં તમામની છબી ખરડાઈ છે. હવે આ મુદ્દે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવા સુધી મામલો પહોંચ્યો છે.
આ વિસ્તારના રહીશ અને નિવૃત્ત નાયબ સચિવ જયંતિભાઈ વાઘેલાએ હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી ઉચ્ચારી છે. કારણકે ફરિયાદ કર્યાને ત્રણ માસ વીતવા છતાં કોઈ નિવારણ આવ્યું નથી. જરૂરી કાર્યવાહી કરી નથી. બે દિવસ પહેલા વરસાદ પડ્યા પછી આ વિસ્તારના લોકોની હાલત કફોડી બની ગઈ છે. ટુ વ્હીલર લઈને નીકળવું જાેખમી થયું છે. સિનિયર સિટીઝનોએ સમગ્ર ચોમાસા દરમિયાન ઘર બહાર નીકળવું અશક્ય થઈ ગયું છે. હવે પછી વધુ વરસાદ પડશે તો આથી પણ વધુ કપરી હાલત બનશે તેવું અરજદારનું કહેવું છે. જયંતિભાઈએ કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, કોન્ટ્રાક્ટર દ્વારા ખોદકામ કર્યા બાદ યોગ્ય માટી પુરાણ નથી કરવામાં આવ્યું. અધિકારીઓ અને જવાબદાર તંત્ર પણ કોન્ટ્રાક્ટરને સૂચના આપી નથી રહ્યા.
અધિકારીઓની આ પ્રકારની કાર્યપદ્ધતિ સામે તેમણે સવાલ ઉઠાવ્યો છે. જાે આ રજુઆતને ગંભીરતાથી નહી લેવામાં આવે તો હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવશે. લોકોની જીંદગીને જાેખમમાં મૂકી દીધી છે. ખાડા-ટેકરાના કારણે કોઈનો પણ જીવ જશે કે ગંભીર રીતે ઘાયલ થશે તે માટે કોણ જવાબદાર. વાહનો ફસાવાથી લોકોને નુકશાની પણ આવશે. લોકોના માથે મુસીબતોનો પહાડ તૂટી પડશે પણ કોર્પોરેશન અને પાટનગર યોજના વિભાગના પેટનું પાણી હલતું નથી.

બોક્સ
ખટાક ખટાક અંડરબ્રિજમાં ૧૦ મી.મી. વરસાદમાં પાણી ભરાઈ ગયા, ત્યારે અંડરપાસની જરૂર હતી ખરી? સેક્ટર 22 અને 21 તરફ બનતો અંડરપાસની જરૂર ખરી? શું કામ ખોટા ખર્ચા કરી રહ્યા છો, GJ-18ની જોવા જઈએ તો નોટિફાઇડ કરતા પણ ખરાબ હાલત મનપાની છે,
GJ-18ના એક રહીસ એવા નાયબ સચિવ મનપાના કામોથી ત્રસ્તપોતે ગુજરાત હાઇકોર્ટમાં PIL દાખલ કરવાની પહેલ કરવાની તૈયારી આરંભી છે,

50 થી 1 કરોડના મકાનમાં રહેતા રહીશોની હાલત ઝુંપડામાં રહેતા શ્રમજીવી કરતા પણ બદતર છે, ઘરની બહાર નીકળો એટલે કાદવ, કિચ્ચડ, વાહન ફસાયેલા, આ સમસ્યાથી પ્રજા ત્રસ્ટ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com