રાહુલ ગાંધી કોશિશ કરશે કે જમ્મુ અને કાશ્મીરમાં ફરીથી સત્તામાં પાછા ફરે

Spread the love

લોકસભા ચૂંટણી પતી ગઈ અને આ વખતે ચૂંટણીના પરિણામો કોંગ્રેસને ખુશ પણ કરી ગઈ. હવે રાહુલ ગાંધીની નજર 261 બેઠકો પર છે. આ 261 બેઠકો લોકસભાની કે રાજ્યસભાની નહીં પરંતુ વિધાનસભાની છે. આ વર્ષે 4 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. રાહુલ ગાંધી હવે ફૂલ એક્શનમાં છે અને ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીને લઈને તૈયારીઓમાં લાગી ગયા છે.આગામી ચૂંટણીની તૈયારી વાત જાણે એમ છે કે લોકસભા ચૂંટણી તો પતી ગઈ પણ હવે આગામી ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

આ પ્રકારની રણનીતિ એક સમયે ભાજપમાં જોવા મળતી હતી પરંતુ હવે આ નીતિ પર રાહુલ ગાંધીએ અમલ તેજ કરી દીધો છે. રાહુલ ગાંધી હાલમાં જ વિપક્ષના નેતા બન્યા છે અને આ સાથે જ તેમણે આવનારી ચૂંટણીઓમાં રણનીતિ પણ બનાવવાની શરૂ કરી દીધી. આગામી કેટલાક મહિનાઓમાં રાજ્યમાં વિધાનસભા ચૂંટણી થવાની છે અને રાહુલ પોતાના રણનીતિકારો સાથે મળીને તેની તૈયારીમાં લાગ્યા છે.

પહેલા નંબર જમ્મુ કાશ્મીરનો હતો. કોંગ્રેસ પાર્ટી જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીના પ્લાનિંગ પર કામ કરી રહી છે. જમ્મુમાં કોંગ્રેસનું શાશન 16 વર્ષ પહેલા સુધી હતું હવે રાહુલ ગાંધીની કોશિશ હશે કે જમ્મુ અને કાશ્મીરમાં ફરીથી સત્તામાં પાછા ફરે.

તે પહેલા રાહુલ ગાંધીએ ઝારખંડ અને હરિયાણા વિધાનસભા ચૂંટણી અંગે પણ બેઠક યોજી હતી. રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે રાજ્યના નેતાઓ સાથે વાત કરીને એ જાણવાની કોશિશ કરી રહ્યા છે કે પાર્ટી એ રાજ્યોમાં એકલા હાથે ચૂંટણી લડે અથવા તો પછી ગઠબંધન સાથે. અત્રે જણાવવાનું કે હરિયાણામાં વિધાનસભાની 90 બેઠકો છે. ઝારખંડમાં 81 અને જમ્મુ કાશ્મીરમાં 90 સીટો છે. એ રીતે જોઈએ તો 3 રાજ્યોમાં કુલ થઈને વિધાનસભાની 261 સીટો છે. ફક્ત વિધાનસભા જ નહીં પરંતુ આગામી 4 વર્ષમાં હરિયાણા અને ઝારખંડમાં 7 રાજ્યસભા બેઠકો પણ ખાલી થવાની છે. જે પણ અહીંથી જીતશે રાજ્યસભા સીટો પણ તેમની રહેશે.

રાહુલ ગાંધીનું ફોકસ ફક્ત વિધાનસભા બેઠકો જ નહીં પરંતુ રાજ્યસભાની રણનીતિ ઉપર પણ છે. જેથી કરીને રાજ્યસભામાં એનડીએનું સમીકરણ બગાડી શકાય. ચૂંટણી પરિણામોથી જ સ્પષ્ટ થઈ ગયું હતું કે રાહુલ ગાંધી વિપક્ષના નેતા બનશે. સૂત્રોનું માનીએ તો કોંગ્રેસ ચૂંટણીના પરિણામો આવતાની સાથે જ એ નક્કી થઈ ગયું હતું કે લોકસભામાં વિપક્ષના નેતાની કમાન રાહુલ ગાંધી સંભાળશે. પરંતુ તેનો ખુલાસો યોગ્ય સમયે એટલે કે સંસદ સત્ર પહેલા કરાયો. રાહુલ ગાંધીને લોકસભામાં માત્ર કોંગ્રેસના નેતા જ નહીં પરંતુ વિપક્ષના નેતા બનાવવાના હતા. આ કોંગ્રેસની રણનીતિનો એક ભાગ હતો અને એટલે પાર્ટીએ નક્કી કર્યું કે સંસદ સત્ર દરમિયાન જ્યારે પણ તમામ વિપક્ષી દળોના નેતા દિલ્હીમાં હશે ત્યારે તેમની હાજરીમાં રાહુલ ગાંધીના વિપક્ષના નેતા પદ પર મહોર લગાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com