જો આમ જન બીમાર પડે તો તે પહેલા સરકારી હોસ્પિટલમાં જાય છે. પણ દેશની 80 ટકા સરકારી હોસ્પિટલોમાં પૂરતા ન તો નર્સ છે ન તો ડોકટર, નિમ્ન કક્ષાની છે. મેડિકલ સુવિધાઓ આ સનસનીખજ ખુલાસો સરકારના જ રિપોર્ટમાં થયો છે.
ભારતમાં સરકારી હોસ્પિટલોની હાલત ખુબજ ખરાબ છે. એક સરકારી રિપોર્ટમાં બહાર આવ્યું હતું કે 80 ટકા સરકારીમાં પાયાની સુવિધાઓ નથી.
સરકારે ખુદે આ રિપોર્ટ તૈયાર કર્યો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સરકારી હોસ્પિટલોમાં ડોકટર, નર્સ અને જરૂરી સાધનોની ભારે અછત છે. આ રિપોર્ટ નેશનલ હેલ્થ મિશન (એનએચએમ) અંતર્ગત આવતી સરકારી હોસ્પિટલોની હાલત દર્શાવે છે.
એનએચએમ સરકારની એક મહત્વની યોજના છે. જે અંતર્ગત દેશભરની જિલ્લા હોસ્પિટલ, સામુહિક સ્વાસ્થ્ય કેન્દ્ર, પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર અને આયુષ્યમાન આરોગ્ય સેન્ટર્સ આવે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે એનએચએમ અંતર્ગત આવતી 2 લાખથી વધુ હોસ્પિટલોમાંથી માત્ર 40,451 હોસ્પિટલોએ જ પોતાની જાણકારી સરકારને આપી છે.
સરકારે હોસ્પિટલોથી જાણકારી મેળવવા માટે ‘ઈન્ડિયન હેલ્થ સ્ટાન્ડર્ડ’ (આઈપીએચએસ) નામનું એક ડિઝીટલ ટુલ બનાવ્યું હતું. આ ટુલથી જાણવા મળ્યું કે જાણકારી આપનાર 40451 હોસ્પિટલોમાંથી માત્ર 8089 હોસ્પિટલ જ આઈપીએચએસના ધોરણોમાં ખરી ઉતરી હતી. મતલબ કે આ હોસ્પિટલોમાં જ દર્દીઓની સારવાર માટે પાયાની સુવિધાઓ, ડોકટર, નર્સ અને સાધન મોજૂદ હતા.