સંસદમાં રાહુલ ગાંધીએ ભાજપને નિશાન બનાવી હિંદુત્વ અંગે પ્રહારો કરતા ભાજપે રાહુલ ગાંધી સામે દેશવ્યાપી મોરચો ખોલી દીધો છે અને ગઇકાલે વહેલી સવારે અમદાવાદ ખાતે કોંગે્રસ કાર્યાલયમાં ભાજપના કાર્યકરોએ તોડફોડ કર્યા બાદ સાંજે ફરી ભાજપ અને કોંગે્રસના કાર્યકરો વચ્ચે ધિંગાણુ ખેલાતા રાજ્યભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
બીજી તરફ આ ઘટનામાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી કોંગે્રસના ધારાસભ્ય શૈલેષ પરમાર સહિતના કાર્યકરો સામે ગુનો નોંધ્યો છે જ્યારે ભાજપના કાર્યકરો સામે ગુનો નહીં નોંધતા મોડી રાત સુધી ધમાલ જેવી સ્થિતિ જોવા મળી હતી.
આ અથડામણ બાદ હવે રાજ્યભરમાં તેના પડઘા પડે અને શાંતિ જોદમાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભાજપના કાર્યકરો કોંગ્રેસના કાર્યાલય પહોંચ્યા હતા. આ અગાઉ કોંગ્રેસ કાર્યાલય બહાર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કોંગ્રેસ કાર્યાલયમાં પણ મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો પહોંચ્યા હતા. બંને પક્ષ વચ્ચે ઘર્ષણ થાય નહીં તે માટે પોલીસ દ્વારા કાર્યાલયથી પાલડી ચાર રસ્તા સુધી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ભાજપ અને કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ એકત્ર થતા વાતાવરણ તંગ બન્યું હતું. બન્ને પક્ષે પથ્થરમારો કરવાની સાથે દંડાવાળી પણ કરવામાં આવી હતી. સાથે જ કાચની બોટલો પણ ફેંકાઈ હતી. આ ઘટનામાં કુલ સાતથી આઠ લોકોને ઇજા પહોંચતા તમામ લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સાથે આ ઇજાગ્રસ્ત લોકોમાં ચારથી પાંચ પોલીસ કર્મી અને અધિકારી પણ સામેલ છે.
આ મામલે સેક્ટર-1 જેસીપી નિરજકુમાર બડગુજરે જણાવ્યું કે, તમામ ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે મોકલવામાં આવ્યા છે. આ મામલે ભાજપ, કોંગ્રેસ અને પોલીસ તરફથી બે ફરિયાદ નોંધાઈ છે. પોલીસનું કહેવું છે કે હજુ સુધી કોંગ્રેસના નેતાઓ ફરિયાદ નોંધાવા આવ્યા નથી. આ નેતાઓ પોલીસ કમિશ્નર કચેરી ખાતે રજૂઆત કરવા ગયા હતા.
કાર્યકરોએ પથ્થરમારો શરૂૂ કર્યો ત્યારે વાતાવરણ તંગ બનતા વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો. પોલીસે કોંગ્રેસ કાર્યાલયમાં સર્ચ કર્યું હતું. જે જે જગ્યા પર પથ્થર હતા તે જગ્યાઓ પર વીડિયોગ્રાફી સાથે સર્ચ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કેટલાક કોંગ્રેસના નેતાઓ પોલીસથી બચવા માટે અંદર જ પુરાઇને બેઠા હતા. જેને પોલીસે કાર્યાલયમાં ઘુસી બહાર કાઢ્યા હતા.
કોંગ્રેસ અને ભાજપ કાર્યકરો વચ્ચે પથ્થરમારાની ઘટનામાં કાર્યકર્તા અને પોલીસ મળીને આશરે સાતથી આઠ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસે 25થી વધુ લોકોની અટકાયત કરી હતી. પોલીસે બંને પક્ષના નેતાઓનું સાંભળીને ત્રણ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી.ભાજપના કાર્યકરો પાલડી ચાર રસ્તા ઓળંગી કોંગ્રેસ કાર્યાલયે તરફ આવી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસના કાર્યકરો ઉશ્કેરાઇને સૂત્રોચ્ચાર સાથે પથ્થરમારો અને હાથમાં રહેલી લાકડીઓ ભાજપના કાર્યકરો પર છૂટી ફેંકી હતી, જેથી ભાજપના કાર્યકરો પણ નીચે પડેલા પથ્થર છૂટા ફેંકવા લાગ્યા હતા. આ દરમિયાન વચ્ચે ઉભેલા પોલીસ પર પણ પથ્થર પાડવા લાગ્યા હતા. કેટલાક પોલીસકર્મીઓ બચવા ગાડીની આસપાસ છુપાઈ ગયા હતા, તો કેટલાક બંને પક્ષે લોકોને રોકી રહ્યા હતા. આ દરમિયાન એક કોન્સ્ટેબલને માથામાં પથ્થર વાગતા ઢળી પડ્યો હતો. જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ દરમિયાન બંને તરફ પથ્થરમારો ચાલી રહ્યો હતો. પથ્થરમારામાં ખ ડિવિઝન એસીપી એ.બી વાળંદને પણ પગે પથ્થર વાગતા પગ લોહી લુહાણ થયો હતો, છતાં પગમાં પાટો બાંધી કામગીરી ચાલુ રાખી હતી. બંને તરફ પોલીસે કંટ્રોલ કરવા જઈ રહી હતી, પરંતુ સ્થિતિ પોલીસ કંટ્રોલ બહાર જતી રહી હતી. જેથી અન્ય પોલીસ પણ બોલાવવામાં આવી હતી. 30 મિનિટ જેટલો સમય સામસામે પથ્થરમારો થયો હતો. આ દરમિયાન કોંગ્રેસ કાર્યકરો કાબૂમાં ન રહ્યા અને દંડા તથા પથ્થર સાથે ભાજપના કાર્યકરો તરફ દોડવા લાગ્યા હતા.
ભાજપના કાર્યકરો ડરના કારણે પાલડી ચાર રસ્તા તરફ ભાગવા લાગ્યા હતા. ભાજપના કાર્યકરો નાસી જતા પોલીસે કોંગ્રેસના કાર્યકરોને રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કોંગ્રેસના કાર્યકરો હિંસક બનતા પોલીસે કેટલાક કાર્યકરો પર લાઠીચાર્જ પણ શરૂૂ કર્યો હતો. પોલીસે એક બાદ એક જે પણ કાર્યકર હાથમાં આવે તેને ખેંચીને પોલીસની ગાડીમાં બેસાડવાનું શરૂૂ કર્યું હતું. તમામ કાર્યકરો ડરના કારણે કોંગ્રેસ કાર્યાલયમાં છુપાઈ ગયા હતા. આ દરમિયાન ભાજપના કાર્યકરો ફરીથી વિરોધ કરવા માટે પરત આવ્યા હતા.
રાહુલ ગાંધીએ હિન્દુઓ અંગે કરેલા નિવેદન બદલ હિન્દુ સમાજની માફી માગવી જોઇએ તેવી માગણી ભાજપે કરી છે. પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલ અને પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યું છે કે, રાહુલ ગાંધીએ હિન્દુ સમાજનું અપમાન કરવાનું કામ કર્યું છે. હિન્દુ સમાજ સહિષ્ણુ હોય છે, પોતે અહિંસામાં માનતો હોય છે ત્યારે આવુ હળાહળ જુઠ્ઠાણું ફેલાવવાનું કામ રાહુલ ગાંધીએ કર્યું છે.
જે કેબીનના દરવાજા બંધ હોય તે કેબિન જબરજસ્તી પોલીસે ખોલાવીને તમામ લોકોને બહાર કાઢ્યા અને અટકાયત કરી હતી. બાથરૂૂમમાં પણ પોલીસ પહોંચી હતી અને બાથરૂૂમમાં પણ કોંગ્રેસના કાર્યકરોને માર મારીને બહાર કાઢ્યા હતા. સમગ્ર કોંગ્રેસ ભવનમાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.તે દરમિયાન પથરા અને લાકડીઓ પણ કબજે કરી હતી.સેક્ટર 1 ઉંઈઙ, ઉઈઙ સહિતનો કાફલો કોંગ્રેસ કાર્યાલય બહાર હાજર રહ્યો હતો. કોંગ્રેસ કાર્યાલયની અંદર પણ પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. અત્યારે માત્ર ગણતરીના નેતાઓ જ કોંગ્રેસ કાર્યાલયમાં દેખાઈ રહ્યા છે. પોલીસે ઘટનાસ્થળે અટકાયત કરી.
રાહુલ ગાંધીએ ભાજપના નકલી હિન્દુત્ત્વને ખુલ્લું પાડી સરકારની નિષ્ફળતા ઉજાગર કરતા ડરી ગયેલા ભાજપ અને આરએસ એસના લોકોએ ગુજરાત કોંગ્રેસના કાર્યાલય પર ગુંડા તત્ત્વો-મવાલીઓને મોકલીને હુમલો કરવાનું હિચકારું કૃત્ય આચર્યું હોવાનો આક્ષેપ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને વિરોધપક્ષના નેતા અમિત ચાવડાએ કર્યો છે.
પોલીસે ભાજપના કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી, ત્યારે ધારાસભ્ય અમિત શાહના પુત્ર અને ભાજપના નેતા દર્શક ઠાકરે પોલીસની બસ રોકાવીને ભાજપના કાર્યકરોને પોલીસની બસમાંથી નીચે ઉતાર્યા હતા. ત્યારબાદ રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચારને નારાબાજી કરી હતી. પોલીસે ભાજપના ટોળાને માંડ ત્યાંથી વિખેર્યા હતા. ત્યારબાદ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ સાથે મળીને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. ડીસીપી, એસીપી સહિતનો કાફલો કોંગ્રેસ ઓફિસમાં આવ્યો હતો. કોંગ્રેસ ઓફિસના દરેક માળ પરથી દેખાતા તમામ કાર્યકરોની પોલીસે અટકાય શરૂૂ કરી હતી.