અમદાવાદના કોંગ્રેસ ભવન ખાતે થયેલા ઘર્ષણને લઇને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું છે. તેમણે પોતાના ટ્વિટમાં કહ્યું છે કે ભાજપ સરકારને ગુજરાતની જનતા પાઠ ભણાવશે. બીજી તરફ આ મુદ્દે ગુજરાત કોંગ્રેસ આગામી દિવસોમાં લડી લેવાના મૂડમાં છે. દિલ્હી હાઈકમાન્ડનું પ્રતિનિધિમંડળ આગામી દિવસોમાં ગુજરાત આવશે અને આગામી દિવસોમાં રાજ્યવ્યાપી કાર્યક્રમો પણ અપાશે.
गुजरात कांग्रेस कार्यालय पर हुआ कायरतापूर्ण और हिंसक हमला भाजपा और संघ परिवार के बारे में मेरी बात को और पुख्ता करता है।
हिंसा और नफ़रत फैलाने वाले भाजपा के लोग हिंदू धर्म के मूल सिद्धांतों को नहीं समझते।
गुजरात की जनता उनके झूठ के पार साफ देख सकती है और भाजपा सरकार को निर्णायक…
— Rahul Gandhi (@RahulGandhi) July 3, 2024
સંસદમાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી દ્વારા “હિંદુ” અંગેની ટિપ્પણીને લઈ ગુજરાતમાં ભાજપના કાર્યકર્તાઓ, VHP અને બજરંગ દળના સભ્યો દ્વારા કોંગ્રેસ ઓફિસ બહાર ભારે વિરોધ દાખવવામાં આવ્યો હતો. ગઈકાલે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તા વચ્ચે ભારે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. બંને પક્ષના કાર્યકર્તાઓએ એક-બીજા પર પથ્થરમારો પણ કર્યો હતો. આ મામલે હવે કુલ 2 પોલીસ ફરિયાદ થઈ છે.
બીજી તરફ કોંગ્રેસ ભવન ખાતે થયેલા ઘર્ષણને લઈને રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે. અમદાવાદની સમગ્ર ઘટનાને લઈને સાંસદ રાહુલ ગાંધીએ આ ટ્વીટ કર્યું છે જેમાં તેમણે કહ્યું છે કે ભાજપ સરકારને ગુજરાતની જનતા પાઠ ભણાવશે. તેમણે કહ્યું કે INDIA ગઠબંધન ગુજરાતમાં જીતશે. ભાજપ હિન્દુ ધર્મના મૂળ સિદ્ધાતોને જાણતું નથી.
ઉપરાંત કોંગ્રેસ ભવન ખાતે થયેલા ઘર્ષણના દિલ્હીમાં પણ પડઘા પડ્યા છે. ગુજરાત કોંગ્રેસ આગામી દિવસોમાં લડી લેવાના મૂડમાં છે જ્યારે દિલ્હી હાઈકમાન્ડનું પ્રતિનિધિમંડળ ગુજરાત આવે તેવી શક્યતા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાત મુલાકાતે આવશે. આ સાથે કોંગ્રેસ ભવન બહાર થયેલા દેખાવો અને ઘર્ષણનો અહેવાલ તૈયાર કરાશે તથા કોંગ્રેસ સાથે થયેલા અન્યાય મુદ્દે લડત આપવા રણનીતિ ઘડાશે. આગામી દિવસોમાં કોંગ્રેસ રાજ્યમાં અનેક કાર્યક્રમો કરાશે.