દારૂ ભરેલી ફોર્ચ્યુનર કારે અકસ્માત સર્જતા, ગુજરાતમાં દારૂના નેટવર્કનાં રાઝ ખોલ્યાં

Spread the love

એસપી રીંગ રોડ પર બોપલ ઓવરબ્રીજથી રાજપથ તરફ જવાના કટ પાસે શીલજ સર્કલ તરફથી 210 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે આવી રહેલી દારૂ ભરેલી ફોર્ચ્યુનર કારે અકસ્માત સર્જતા ત્રણ લોકોના મૃત્યુ થયા હતા. હવે આ કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. રાજસ્થાનના સાંચોરથી બૂટલેગરોનું નેટવર્ક એટલું મજબૂત છે કે, ગુજરાતમાં દરરોજ 100 કારમાં દારૂ ભરીને ગુજરાતમાં ઠાલવવામાં આવે છે.

અતિ ગંભીર અંકસ્માત સર્જનાર ઓમપ્રકાશનો સગીર વયનો પુત્ર પણ થોડા દિવસો અગાઉ જ આ પ્રકારે કાર લઈને દારૂ ઠાલવતાં પકડાયો હતો. બીજી તરફ, દારૂ ભરેલી કારની ઝડપ 210 કિલોમીટર શા માટે હતી? કોઈ પોલીસ ટીમ પીછો કરતી હતી? તે બાબતની તપાસમાં પોલીસ રસ દાખવતી નથી.

વિરમગામથી અમદાવાદ આવી રહેલી થાર કારને બોપલ ઓવરબ્રીજ ઉતરીને રીંગ રોડની કટથી યુ ટર્ન લઈને રાજપથ જવાના રસ્તા ઉપર શીલજ સર્કલ તરફથી પુરઝડપે ધસી આવેલી ફોર્ચ્યુનર કારે ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, થાર કાર હવામાં ચારથી પાંચ વાર ફંગોળાઇને 200 મીટર દુર ઉછળીને પડી હતી. જ્યારે ફોર્ચ્યુનર કાર પણ 100 મીટર દુર ફંગોળાઈ હતી અને બંને કારના ભુક્કા બોલી ગયા હતા.

આ અકસ્માત સમયે ફોર્ચ્યુનરની ગતિ 210 કિલોમીટર પ્રતિકલાકની હતી. આ અકસ્માતમાં સૌથી ગંભીર બાબત એ હતી કે, ફોર્ચ્યુનર કારમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. દારૂનો જથ્થો લઈને આવી રહેલાં ચાલક ઓમપ્રકાશ ઉર્ફે પપ્પુનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે, તેની સાથે રહેલા રાજુ બિશ્નોઈ સારવાર માટે હોસ્પિટલમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com