ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસે 71 લાખ 89 હજાર 799 ની છેતરપિંડીના ગુનામાં ભેજાબાજ ગેંગના વધુ એક શખ્સની ધરપકડ કરી

Spread the love

ગાંધીનગરના અદાણી શાંતિગ્રામનાં આઈટી વિભાગનાં ડેપ્યુટી મેનેજરને ટેલીગ્રામ ઉપર ટાસ્ક પૂરું કરવાની અવેજીમાં શરૂઆતમાં એકાઉન્ટમાં પૈસા જમા કરાવી વિશ્વાસ કેળવી ક્રિપ્ટો કરન્સીમાં બીટકોઈન/ઇથેરિયમમાં ટ્રેડિંગ કરવાનું કહીને 71 લાખ 89 હજાર 799 ની છેતરપિંડીના ગુનામાં ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસે ભેજાબાજ ગેંગના વધુ એક ફોલ્ડરની ધરપકડ કરી લેવાઈ છે. આ અગાઉ પોલીસે આર્થિક ફાયદા માટે અલગ અલગ નવ બેંક એકાઉન્ટ ભાડે આપનાર એક ઈસમને પણ ઝડપી લેવાયો હતો.

ગાંધીનગરના અડાલજમાં અટલ આવાસ યોજનાના મકાનમાં રહેતા અને વૈષ્ણવદેવી સર્કલ નજીક આવેલ અદાણી શાંતિગ્રામમાં આઈટી વિભાગમાં ડેપ્યુટી મેનેજર તરીકે ચિત્તરંજનકુમાર અનુપકિશોર રાયના વોટ્સઅપ ઉપર અજાણ્યા વરચ્યુઅલ મોબાઇલ નંબરથી હેલ્લો, હાઉં આર યુ, નો મેસેજ ત્રીજી ઓક્ટોબર 2023 નાં રોજ આવ્યો હતો. બાદમાં આઇડી ડીઝીટલ એજન્સીથી શર્મા નામના ઈસમે ઘરે બેઠા પાર્ટ ટાઈમ નોકરીનો મેસેજ કરી ટેલીગ્રામ ઉપર ટાસ્ક પુરા કરવા માટે એક લીંક પણ મોકલી આપી હતી.

આથી ચિત્તરંજને પોતાના Paytm એકાઉન્ટની વિગતો આપતાં તેને ટેલીગ્રામ Group HALCYYON(L1128) માં જોઇન્ટ કરવામાં આવ્યો હતો. જે ટેલીગ્રામ ગ્રુપમાં ગુગલ મેપની લીંક મોકલી રીવ્યુ પેટે ત્રણ ટાસ્ક પુરા કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જે ટાસ્ક પૂર્ણ કરતા જ ચિત્તરંજનને રૂ. 168 મળ્યા હતા. એટલે બીજું ટાસ્ક પૂરું કરવા તેણે એક આઈડીમાં 1000 ભર્યા હતા. જેની સામે રૂ. 1580 મળ્યા હતા. બાદમાં ત્રીજા ટાસ્ક પેટે પણ ચિત્તરંજનનાં ખાતામાં રૂપિયા 548 જમા થયા હતા.

આમ ટેલીગ્રામ ઉપર ટાસ્ક પૂર્ણ થતાં રૂપિયા મળતા હોવાથી ચિત્તરંજનને વિશ્વાસ બેઠો હતો. બાદમાં તેને ટેલીગ્રામ ઉપર ટીચર, મર્ચન્ટ, સલાહકાર તરીકેનાં ગ્રુપમાં જોઈન્ટ કરવામાં આવ્યો હતો. જેમાં ક્રિપ્ટો કરન્સીની લિંકો મોકલી આપવામાં આવી હતી. જે ઓપન કરતા જ ચિત્તરંજનને વોલેટ આઇડીમાં ક્રિપ્ટો કરન્સી ડીસપ્લે થતી હતી. બાદમાં બીટકોઇન/ઇથેરિયમમાં ટ્રેડ કરવા માટે જુદા જુદા બેંક ખાતાઓમાં પૈસા ભરાવવામાં આવ્યા હતા. બાદમાં ખોટું ઇન્વેસ્ટ થઈ ગયાનું કહીને ગઠિયાએ ખાતું બ્લોક થઈ ગયું હોવાનું કહી બીજા પૈસા ભરવા કહ્યું હતું.

આથી ચિત્તરંજને પોતાના Binance આઈડીથી અલગ અલગ ટેલીગ્રામ એડ્રેસ વાળા આઈડીમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. જે Binance વીડ્રોની ભારતીય ચલણ મુજબ કુલ રૂ. 11,50,000/-ની હતી. તથા જુદા જુદા બેંક ખાતામાં ભરાવેલ કુલ રૂ. 60,47,027 માંથી તેના ખાતામાં શરૂખાતમાં કુલ રૂ. 7228/-જમા થયેલ. જે બાદ કરતા રૂ.60,39,799 અને રૂ.11,50,000 એમ કુલ મળી રૂ.71,89,799 ચિત્તરંજન પાસે ભરાવવામાં આવ્યા હતા.

આ મામલે ફરિયાદ દાખલ થતાં ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઈ જે કે રાઠોડે તપાસ કરતા ચાર મહિનાના ગાળામાં 10 કરોડ 91 લાખ 59 હજાર 224 રૂપિયાના આર્થિક વ્યવહારો મળી આવતાં નારાયણ ગોપાલભાઈ ધોબી(રહે. આશીર્વાદ એપાર્ટમેન્ટ, નારણપુરા ટેલિફોન એક્સચેન્જ પાસે, નારણપુરા, અમદાવાદ) ની ધરપકડ કરી લેવાઈ હતી. ધોબીને દર મહિને 10 હજાર રૂપિયા બેંક એકાઉન્ટનું ભાડું મળતું હોવાનું સામે આવ્યું હતું. બીજી તરફ પોલીસે વધુ તપાસ કરતાં ઉપરોક્ત ફ્રોડ પ્રકરણમાં એક જ દિવસમાં સુરતનાં અમિત હિંમતભાઈ ધાનાણીના ખાતામાં બે કરોડના આર્થીક વ્યવહારો મળી આવ્યા હતા. જેનાં પગલે પોલીસે અમિતની ધરપકડ કરી આગળનું પગેરૂ શોધવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com