ગુજરાત કોંગ્રેસમાં ખામી છે, રેસના ઘોડાને લગ્નમાં અને વરઘોડાના ઘોડાને રેસમાં ઉતારે છે, હવે બધુ ઠીક કરવાનું છે: રાહુલ ગાંધી

Spread the love

ગુજરાતથી શરૂૂ થઈ હતી, એટલે જ્યારે તેમણે અમારી ઓફિસ તોડી ત્યારે મેં વિચાર્યું તક મળી ગઈ હવે તેને પાઠ ભણાવીશું.જેવી રીતે આપણી ઓફિસ તોડી એ રીતે જ એની સરકાર તોડવા જઈ રહ્યા છીએ.રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, પાર્લામેન્ટમાં મેં જેમ કહ્યું કે, આ મેં જે ચિન્હ લગાવી(કોંગ્રેસનું નિશાન બતાવી) રાખ્યું છે એ અભય મુદ્રા છે, ભૂલો નહીં. દરેક ધર્મમાં આ ચિન્હ દેખાશે, ગુરુનાનકનો ફોટો જુઓ, મહાવીરનો ફોટો જુઓ, બુદ્ધનો ફોટો જુઓ, ઇસ્લામમાં બે હાથે દુઆ માગવામાં આવે છે તેનો અર્થ છે ડરો મત, ડરાઓ મત. હું તમને કહેવા આવ્યો છું કે, આ લોકોએ તમારા પર અને કાર્યાલય પર હુમલો કર્યો છે. હવે તમારે ડરવાનું નથી અને ડરાવવાના નથી. આપણને ચેલેન્જ ફેંકી છે અને ચેલેન્જ શું છે? હું તમને કહું છું લખી લો, કોંગ્રેસ પાર્ટીની આત્મા ગુજરાતમાં લડશે અને જે રીતે અયોધ્યામાં હરાવ્યા છે એમ ગુજરાતમાં હરાવવાના છીએ. અમારા બબ્બર શેર કાર્યકરો હરાવશે.

રાહુલ ગાંધીએ જણાવ્યું કે, સંસદમાં તમે જોયું હશે કે, વિચિત્ર વાત છે. ભાજપની જે અયોધ્યાની મૂવમેન્ટ હતી. તેની શરૂૂઆત અડવાણીએ કરી હતી. રથયાત્રા થઈ હતી અને તેમા તમે રથ પર અડવાણીને જોયા હતા. કહેવામાં આવે છે કે, નરેન્દ્ર મોદીએ તેમની મદદ કરી હતી. તેમની શરૂૂઆત ત્યાં થઈ હતી. રથયાત્રા ચાલી અને હું પાર્લામેન્ટમાં વિચારી રહ્યો હતો કે, તેમણે રામ મંદિરનું ઉદ્ઘાટન કર્યું. રામ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં અંબાણી અને અદાણી જોવા મળ્યા હતા પણ કોઈ ગરીબ જોવા મળ્યું નહોતું. તમે ટીવી પર જોયું હશે. હું તમને બતાવું પાર્લામેન્ટમાં અહીં અયોધ્યાના ઇન્ડિયા ગઠબંધનના સાંસદ બેસે છે. મેં તેમને કહ્યું કે, મને તમે સમજાવો આ ભાજપે પોતાનું પોલિટિક્સ અયોધ્યાનું પોલિટિક્સ હતું. ચૂંટણી પહેલા તેમણે રામ મંદિરનું ઉદ્ઘાટન કર્યું, રામ ભગવાનનું રાજનીતિકરણ કરવાના પ્રયાસ કર્યા.

તેમણે રામ મંદિરનું ઉદ્ઘાટન કર્યું અને ઇન્ડિયા ગઠબંધન અયોધ્યામાં જીતી ગયું ખરેખર થયું શું? તેમણે કહ્યું કે, મને ખબર પડી ગઈ હતી કે, હું અયોધ્યાથી લડીશ અને મને એવી પણ ખબર પડી ગઈ હતી કે હું માત્ર લડીશ જ નહીં અયોધ્યાથી જીતીશ પણ ખરો. ગુજરાતની મુલાકાતે આવેલા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, એવું પણ નથી કે ગુજરાત કોંગ્રેસમાં ખામી નથી. કહેવું પડશે. ખામી શું છે? કોંગ્રેસ કાર્યકરે મને કહ્યું કે રાહુલજી આ કોંગ્રેસ પાર્ટીમાં એક મુશ્કેલી છે. બે પ્રકારના ઘોડા હોય છે એક રેસનો ઘોડો હોય છે અને એક લગ્નનો ઘોડો હોય છે. કોંગ્રેસ શું કરે છે? રેસના ઘોડાને લગ્નમાં મોકલી દે છે અને લગ્નના ઘોડાને રેસમાં મોકલી દે છે. પરંતુ ગુજરાતમાં આપણે હવે જે રેસનો ઘોડો છે એને રેસમાં અને લગ્નના ઘોડાને લગ્નમાં રાખવાનો છે. ગુજરાતમાં આપણે આ કરવાનું છે.

રેસના ઘોડાને રેસમાં લગાવવો છે અને લગ્નનો ઘોડો છે એને વરઘોડામાં નચાવી દઈશું. આપણે પાછલી ચૂંટણીમાં તમે પણ જાણો છો અને હું પણ જાણું છું કે આપણે ભાજપ સામે લડ્યા નહોતા. એથી પહેલા 2017ની ચૂંટણીમાં ત્રણ-ચાર મહિના જ લડ્યા અને પરિણામો જોયા હતા. ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાએ બસમાં કહ્યું કે, રાહુલજી ગુજરાતમાં આપણને 40 સીટ મળી રહી છે પણ મેં કીધું કે આપણે ચૂંટણી જીતવા જઈ રહ્યા છીએ. પરંતુ 16 સીટથી ચૂંટણી હારી ગયા. ત્રણ મહિનામાં ફિનિશ લાઈન સુધી પહોંચી ગયા હતા. પરંતુ હવે ત્રણ વર્ષમાં ફિનિશ લાઈન છોડીને નીકળી જઈશું. 30 વર્ષ થઈ ગયા, હું તમને જણાવું છું માનો કે ન માનો 50 ટકા જ માને છે અને 50 ટકા કહી રહ્યા છેકે નહીં થાય. જે માને છે એ 50 ટકાને જ કહું છું કે તમે લડી જાવ અને 50 ટકા બેઠા છે એમને તેમનું માઇન્ડ બદલી દો, નાવ પાર લાગી જશે અને સરકાર બની જશે.

રાહુલ ગાંધીએ જણાવ્યું કે, તેમણે ત્રીજી વાત કહી અયોધ્યાની જનતાને ખૂબ ગુસ્સો આવ્યો, જ્યારે તેમણે જોયું કે, રામ મંદિરના ઉદ્ઘાટનમાં અયોધ્યાની એક પણ વ્યક્તિ નહોતું. જે મૂવમેન્ટ અડવાણીજીએ શરૂૂ કરી હતી, એ મૂવમેન્ટને ઇન્ડિયા ગઠબંધને હરાવી દીધી. હું મોટી વાત જણાવું છું, જ્યાં સેન્ટર હતું ત્યાં જ હરાવી દીધા. સમાજવાદીના કોઈપણ નેતાને પૂછજો તો કહેશે કે, કોંગ્રેસના બબ્બર કાર્યકરો ખડેપગે હતા. અયોધ્યામાં ઇન્ડિયા ગઠબંધને આમને હરાવ્યા છે. ઇન્સાઈડ ટ્રેક બતાવું છું, એમપીએ કહ્યું કે, ત્રણવાર સર્વે થયા હતા, નરેન્દ્ર મોદી વારાણસીથી નહીં પણ અયોધ્યાથી લડવા માગતા હતા. પરંતુ સર્વેયરે કહી દીધું કે, જો તમે અયોધ્યાથી લડશો તો હારી જશો અને જો લડ્યા તો તમારી રાજકીય કરિયર ખતમ થઈ જશે. વારાણસીમાં અમે એક નાની ભૂલ કરી દીધી નહિંતર ત્યાં પણ હારી જાત. 1 લાખ મતથી જીત્યા મતલબ, જીવ બચાવીને નીકળ્યા છે.

રાહુલ ગાંધીએ જણાવ્યુ હતુ કે એઆઈસીસીની ટીમ, રાહુલ ગાંધી, અમારી બહેન આ બધા તમારી સાથે ઉભા રહેશે. તમે ખૂબ લાકડીઓ ખાધી છે, અપમાન સહન કર્યા છે હવે બહુ થઈ ગયું. તેમને પ્રેમથી હરાવવાના છીએ. નરેન્દ્ર મોદીનું વિઝન હતું તેનો ફૂગ્ગો ફૂટી ગયો છે. તમે વિચારો સંસદમાં નરેન્દ્ર મોદી ત્યાં બેઠા છે અને હું અહીં મેં તેમની સામે કહ્યું તમને વ્યક્તિ નહીં કહી શકતો કારણ કે ખબર નથી તમે શું છો? કારણે તમે કહ્યું કે, હું નોનબાયોલોજિકલ છું અને મારું સીધું ઈશ્વર સાથે કનેક્શન છે. અરે ભૈયા ઈશ્વર સાથે કનેક્શન હોય તો અયોધ્યા કેમ હારી ગયા? પ્રધાનમંત્રી વિચારે છે કે, ગુજરાતની જનતા બાયોલોજિકલ, મહાત્મા ગાંધી બાયોલોજિકલ, ખેડૂત બાયોલોજિકલ પણ નરેન્દ્ર મોદી નોન બાયોલોજિકલ. સ્પીકરે મને કહ્યું કે તમે એમ ના કહો તો મેં કહ્યું પ્રધાનમંત્રી બોલી રહ્યા છે. તો એ પણ ચૂપ થઈ ગયા. જે પોતાને નોનબાયોલોજિકલ કહે છે અને દેશની જનતાને બાયોલોજિકલ કહે છે, જે ખેડૂત, મજૂર અને હીરા ઉદ્યોગમાં કામ કરતા લોકોનું દર્દ નથી સમજી શકતા એ ગુજરાતને કેવી રીતે રસ્તો બતાવી શકે છે? ન બાતીવ શકે. હવે ગુજરાતને વિઝન આપવાનું તમારું કામ છે. ગુજરાતના ખેડૂત, માતાઓ, મજૂરને વિઝન આપવાનું કે અમે તમને આ આપવા જઈ રહ્યા છીએ. આપણો ચૂંટણી ઢંઢેરો જોયો? ભાજપને હલાવી દીધો હતો એવો જ ચૂંટણી ઢંઢેરો 1 લાખ ગુજરાતીઓએ બનાવવાનો છે.

રાહુલ ગાંધીએ જણાવ્યું કે, તમે કોંગ્રેસ પાર્ટીને જાણો છો… જાણો છોને? આપણી પાર્ટીમાં કોઈ ડરે છે? આપણી પાર્ટીમાં દિલથી વાત કરી દે છે. મારા રૂૂમમાં આવીને લોકો કહે છે કે, રાહુલજી તમે જે કર્યું એ બરાબર નથી કર્યું એટલે હું કહું છું કે, તમે સાચું કહો છો. અમારાથી કાર્યકર ડરતો નથી. હું રિયાલિટી બતાવું છું. ભાજપમાં નરેન્દ્ર મોદી બેઠા છે અને તેની સામે તેમની આખી ટીમ બેઠી છે. તેમાંથી કોઈ નરેન્દ્ર મોદીને ઇચ્છતા નથી. પરંતુ દમ નથી, ડરે છે. જો નરેન્દ્ર મોદી જેવો લીડર કોંગ્રેસમાં હોત તો આખી કોંગ્રેસ પાર્ટી ઉભી થઈ જાય અને કહી દે હટો અહીંથી, એમના કાર્યકરોમાં દમ જ નથી. તમે જોવોને એક વ્યક્તિ ઉભો છે અને બધાની હવા નીકળી ગઈ. કાર્યકરોની હવા નીકળી ગઈ, આરએસએસની હવા નીકળી ગઈ. તમામ નેતાઓની હવા નીકળી ગઈ. આપણો નાનામા નાનો કાર્યકર આવે તો ટાઇગર હોય છે અને રાહુલ ગાંધી સામે આવીને કહે છે કે, અમારા દિલમાં આ વાત છે. આ છે કોંગ્રેસ પાર્ટી. આરએસએસ વાળા અંગ્રેજો સાથે ઉભા રહી ગયા હતા અમે લડ્યા હતા. દેશને અમે કહ્યું હતું કે, ડરો નહીં અને ભાજપ વાળાએ હાથ જોડી કહ્યું હતું ભાઈ અમે ડરી ગયા. ડરની ભાવના તમારામાં નહીં એમનામાં છે. કોંગ્રેસ ગુજરાતમાં જીતશે અને ગુજરાતમાંથી જ નવી કોંગ્રેસ પાર્ટી બનશે. કોંગ્રેસ પાર્ટી બની ક્યાંથી?

આપણા સૌથી મોટા નેતા જેમણે રસ્તો બતાવ્યો હતો. તમે શું વિચારો છો અંગ્રેજો હતા ત્યારે ડર નહોતો. તે સમયે ગુજરાતના મહાત્મા ગાંધીએ દેશને કહ્યું કે ડરો નહીં, ડરાઓ નહીં. આજે કોંગ્રેસ પાર્ટી છે તો તે વિચારધારા ગુજરાતથી શરૂૂ થઈ હતી, એટલે જ્યારે તેમણે અમારી ઓફિસ તોડી ત્યારે મેં વિચાર્યું તક મળી ગઈ હવે તેને પાઠ ભણાવીશું. જેવી રીતે આપણી ઓફિસ તોડી એ રીતે જ એની સરકાર તોડવા જઈ રહ્યા છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com