આજે બપોરે ગુજરાત ખાતે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયની પોતાની ટૂંકી મુલાકાત બાદ રાહુલ ગાંધી અમદાવાદથી દિલ્હી જવા રવાના થઈ ગયા છે. વિદાય પહેલા તેમણે એમ પણ કહ્યું હતું કે ગાંધીજીની કોંગ્રેસ ગુજરાતથી ઊભી થઈ હતી, કોંગ્રેસનું નવસર્જન અહીંથી જ કરીશું, મોદીનો ફુગ્ગો ફૂટી ગયો છે.
કાર્યકર્તાઓને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘હું તમને કહું છું કે એઆઈસીસીની ટીમ, રાહુલ ગાંધી, અમારી બહેન આ બધા તમારી સાથે ઉભા રહેશે.
તમે ખૂબ લાકડીઓ ખાધી છે, અપમાન સહન કર્યા છે હવે બહુ થઈ ગયું. તેમને પ્રેમથી હરાવવાના છીએ. નરેન્દ્ર મોદીનું વિઝન હતું તેનો ફૂગ્ગો ફૂટી ગયો છે. તમે વિચારો સંસદમાં નરેન્દ્ર મોદી ત્યાં બેઠા છે અને હું અહીં મેં તેમની સામે કહ્યું તમને વ્યક્તિ નહીં કહી શકતો કારણ કે ખબર નથી તમે શું છો? કારણે તમે કહ્યું કે, હું નોનબાયોલોજિકલ છું અને મારું સીધું ઈશ્વર સાથે કનેક્શન છે. અરે ભૈયા ઈશ્વર સાથે કનેક્શન હોય તો અયોધ્યા કેમ હારી ગયા? પ્રધાનમંત્રી વિચારે છે કે, ગુજરાતની જનતા બાયોલોજિકલ, મહાત્મા ગાંધી બાયોલોજિકલ, ખેડૂત બાયોલોજિકલ પણ નરેન્દ્ર મોદી નોન બાયોલોજિકલ. સ્પીકરે મને કહ્યું કે તમે એમ ના કહો તો મેં કહ્યું પ્રધાનમંત્રી બોલી રહ્યા છે. તો એ પણ ચૂપ થઈ ગયા. જે પોતાને નોનબાયોલોજિકલ કહે છે અને દેશની જનતાને બાયોલોજિકલ કહે છે, જે ખેડૂત, મજૂર અને હીરા ઉદ્યોગમાં કામ કરતા લોકોનું દર્દ નથી સમજી શકતા એ ગુજરાતને કેવી રીતે રસ્તો બતાવી શકે છે? ન બાતીવ શકે.’
તેમણે આગળ કહ્યું કે ‘હવે ગુજરાતને વિઝન આપવાનું તમારું કામ છે. ગુજરાતના ખેડૂત, માતાઓ, મજૂરને વિઝન આપવાનું કે અમે તમને આ આપવા જઈ રહ્યા છીએ. આપણો ચૂંટણી ઢંઢેરો જોયો? ભાજપને હલાવી દીધો હતો એવો જ ચૂંટણી ઢંઢેરો 1 લાખ ગુજરાતીઓએ બનાવવાનો છે.’
આજે 6 જુલાઈએ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આમ મુલાકાત દરમિયાન પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે તેમણે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા.