અમદાવાદમાં જમાલપુરમાં અજબ કિસ્સો સામે આવ્યો છે,જેમાં માતાએ તેની 11 વર્ષની બાળકીને ગળાના ભાગે બ્લેડ મારીને હત્યા નિપજાવી છે.પ્રોલીસની પ્રાથમિક તપાસમાં તારણ સામે આવ્યું છે કે,માતાને બીજા લગ્ન કરવા હોવાથી બાળકીની હત્યા કરી છે.ગાયકવાડ પોલીસે માતાની અટકાયત કરી વધુ તપાસ હાથધરી છે.
જમાલપુરમા એક એવી ઘટના બની છે જે જાણીને તમે પણ ચૌંકી જશો,માતાને કોઈ સાથે પ્રેમ છે અને તે પ્રેમને પામવા માટે તેણે જ તેની બાળકીને મોતને ઘાટ ઉતારી છે,ઘટનાની જાણ થતા પોલીસે માતાની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથધરી છે,બાળકીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.
જયારે અન્ય એક બનાવમાં સુરતમાં પ્રેમ સંબંધમાં માતાએ જ પોતાના માસુમ બાળકની હત્યા કરી નાખ્યાની ઘટના સામે આવી હતી. પરિણીત મહિલા પતિને છોડીને 3 વર્ષના પુત્રને લઈને પ્રેમી સાથે 25 દિવસ પહેલા રાજસ્થાન ભાગી ગઈ હતી.જે બાદ પતિએ પત્ની અને તેના પ્રેમી સામે રાજસ્થાનમાં પુત્રના અપહરણનો ગુનો નોંધાવ્યો હતો. પોલીસે આ બાદ મહિલા અને પ્રેમીની ધરપકડ કરીને બાળક વિશે પૂછપરછ કરતા તેની હત્યા કરીને લાશ ફેંકી દીધી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ કન્સ્ટ્રક્શન સાઈટ પાસેથી 25 દિવસ બાદ પોલીસને બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.
સુરતમાં પાલ વિસ્તારમાં આવેલી હોટલના એક રૂમમાંથી શંકાસ્પદ હાલતમાં 24 વર્ષીય યુવતીની લાશ મળી આવતાં મધરાત્રે પોલીસ દોડતી થઇ હતી. આ યુવતી વ્યવસાયે વકીલ હોવાનું જાણવા મળ્યું હતું અને તેની હત્યા તેના જ પતિએ કરી હોવાની જાણકારી મળતા ચકચાર મચી ગયો હતો. હોટલમાં બોલાવ્યા બાદ પતિએ પત્નીને પતાવી દીધી હતી. પતિએ હત્યામાં એટલી ક્રૂરતા આચરી છે કે, છરીથી પત્નીનું પેટ ચીરી નાખ્યું હતુ.