અગ્નિકાંડ બાદ ફાયર એનઓસી અને બીયુ અંતર્ગત શહેરભરમાં ચેકીંગ ઝુંબેશ,31 જૂલાઈ સુધીમાં સર્વે કરી રિપોર્ટ આપવાના આદેશ

Spread the love

અગ્નિકાંડ બાદ હાઈકોર્ટના આદેશના પગલે ફાયર એનઓસી અને બાંધકામ પરમીશન અંતર્ગત મહાનગરપાલિકાએ ચેકીંગ ઝુંબેશ શરૂ કરી હતી તે દરમિયાન શહેરમાં 1200થી વધુ રહેણાક તેમજ કોમર્શીયલ બિલ્ડીંગો કે જેમાં બીયુ અંતર્ગત અને ફાયર એનઓસી મુદ્દે કામગીરી કરવાની થાય છે તેવું બહાર આવ્યું હતું.

જે પૈકી અમુક બિલ્ડીંગોએ ફાયર એનઓસી અને બીયુ અંગેની કામગીરી પૂર્ણ કરી લીધી છે. પરંતુ હજુ પણ અનેક એકમોમાં આ મુદ્દે ચકાસણી બાકી હોય સરકારે 31 જૂલાઈ સુધીમાં તમામ ફાયર એનઓસી અને બીયુ અંતર્ગત આવતી બિલ્ડીંગોનો સર્વે કરી રિપોર્ટ આપવાના આદેશ કર્યા હોવાનું જાણવા મળેલ છે.

ફાયર વિભાગના સુત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ અગ્નિકાંડ બાદ ફાયર એનઓસી અને બીયુ અંતર્ગત શહેરભરમાં ચેકીંગ ઝુંબેશ હાથ ધરી 500થી વધુ એકમો સીલ કરવામાં આવ્યા હતાં. ત્યાર બાદ સરકારે સીલીંગ ખોલવા માટે વચગાળાનો રસ્તો કાઢી સોગંદનામામાં રજૂ કરેલ સમય મર્યાદામાં ફાયર એનઓસી મેળવી લેવું તેમજ બાંધકામ કાયદેસર કરાવી લેવાની સુચના આપી હતી. ત્યાર બાદ મહાપાલિકાએ ચેકીંગ ઝુંબેશ બંધ કરી ફાયર એનઓસી રિન્યુ અને નવી કાઢવાની કામગીરી શરૂ કરી હ તી. તે દરમિયાન સીએફઓ અને આસિ. સીએફઓની અગ્નિકાંડ મુદ્દે ધરપકડ થતા તેમને સસ્પેન્ડ કરવામાં આવેલ તેવી જ રીતે એટીપી અને ટીપી વિભાગના અમુક અધિકારીઓ પણ સસ્પેન્ડ થયેલ હોય બન્ને વિભાગની કામગીરી બંધ થઈ ગઈ હતી. અને હવે ટીપીઓ તેમજ ફાયર ઓફિસરની નિમણુંક થઈ ગયેલ હોય બન્ને વિભાગે કામગીરીનો પ્રારંભ કર્યો છે. હાલ સરકારના આદેશ મુજબ અગાઉ જાહેર કરેલ 1200 એકમોમાં ક્યા પ્રકારની કામગીરી થઈ તેનો રિપોર્ટ 31 જૂલાઈ સુધીમાં આપવાનો છે. આથી ટાઉન પ્લાનીંગ વિભાગ અને ફાયર વિભાગ દ્વારા ફરી વખત લીસ્ટ મુજબના એકમોની ચેકીંગ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

અગ્નિકાંડ દૂર્ઘટના બાદ ખાસ કરીને શાળાઓ તેમજ હોસ્પિટલોએ ફાયર એનઓસી મેળવી લીધી હોવાનું જાણવા મળેલ છે. તેમજ બીયુ અંતર્ગત પણ કામગીરી હાલ પૂર્ણ થવામાં છે. જ્યારે રહેણાકની બિલ્ડીંગોમાં કોમર્શીયલ યુનિટો હોય તેવા બિલ્ડીંગો તેમજ સંપૂર્ણપણે કોમર્શીયલ હોય તેવા બિલ્ડીંગો સહિતના એકમોમાં ફાયર એનઓસી અને બીયુ અંતર્ગત કામગીરી બાકી રહેલ છે. ત્યારે આ એકમોમાં ઝડપી કામગીરી કરવા માટે બન્ને વિભાગે હાલ કામગીરી શરૂ કરી છે. અગાઉ જાહેર કરેલ 1200 એકમો પૈકી અડધો અડદ એકમોમાં હવે બીયુ અને ફાયર એનઓસી અંગે નોટીસ આપી તેમની વિરુદ્ધ કામગીરી શરૂ કરવામાં આવશે જે 31 જૂલાઈ પહેલા આટોપી લેવામાં આવે તે મુજબનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. અને જોનવાઈઝ તેમજ વોર્ડવાઈઝ વોર્ડ ઓેફિસરો તેમજ અન્ય વિભાગના કર્મચારીઓને પણ ફાયર તેમજ ટાઉન પ્લાનીંગ વિભાગનીકાગીરી સોંપવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મહાપાલિકામાં અગ્નિકાંડ બાદ ફાયર વિભાગના બન્ને મુખ્ય અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેના કારણે નવી ફાયર એનઓસી કાઢવાની કામગીરી ઠપ થઈ ગઈ હતી. પરંતુ તાજેતરમાં સરકારે કચ્છના સીએફઓની રાજકોટ મહાનગરપાલિકામાં ઈન્ચાર્જ તરીકે નિમણુંક કરતા હવે સ્કૂલો અને હોસ્પિટલોને અગ્રતા આપી નવા ફાયર એનઓસી કાઢવાની તેમજ ફાયર એનઓસી રિન્યુ કરવા સહિતની કામગીરી પૂર જોશમાં શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com