પાલજની આઈઆઈટીના કર્મચારી ક્વાર્ટરના બે મકાનોમાંથી 14 લાખ 30 હજારની કિંમતના સોનાના દાગીનાની ચોરી

Spread the love

ગાંધીનગરના પાલજની આઈઆઈટીના કર્મચારી ક્વાર્ટરના બે મકાનોમાંથી 14 લાખ 30 હજારની કિંમતના સોનાના દાગીના ચોરી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે બંને મકાનનાં તાળા તોડયા વિના ચોરીને અંજામ આપવામાં આવ્યો આવતાં કોઈ જાણભેદુ શખ્સ હોવાની શંકા વ્યક્ત કરી આઈઆઈટીનાં આસીસ્ટન્ટ ઈજનેરે ફરિયાદ આપતાં ચીલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરના પાલજની આઈઆઈટીમાં બ્લોક નંબર

20/102 માં રહેતા મૂળ ચેન્નાઈનાં એન જયકુમાર

વિનંદુકુમાર નાયડુ વર્ષ – 2017 થી આસીસ્ટન્ટ ઈજનેર

તરીકે નોકરી કરે છે. ગત તા. 9 મી જુલાઈના રોજ બપોરના

સમયે તેમની પત્ની પાર્વતીબેને ફોન કરીને જાણ કરેલી

કે, ઘરમાંથી કોઈ દાગીના લઈ ગયું છે. આથી જયકુમાર

તાત્કાલીક ઘરે ગયા હતા. અને જોયેલ તો મકાનનું કોઈ તાળુ

તૂટેલ ન હતુ.અને ઘરની અંદર બધી જગ્યાએ તપાસ કરેલી

પરંતું કોઇ જગ્યાએ દાગીના મળી આવ્યા ન હતા. ગત તા.

29 મી મેનાં રોજ પાર્વતીબેને પિયરથી આવીને કબાટની

અંદર સોનાની બંગડી, જુદા જુદા વજનની સોનાની કુલ નવ

ચેઇન, સોનાની વીંટીઓ તેમજ સોનાનું સાઇબાબાનું નાનુ

લોકેટ મળીને કુલ રૂ. 8 લાખ 97 હજાર 536 નાં દાગીના

કબાટમાં મૂક્યા હતા. નવમી જુલાઈના રોજ વીંટી માટે કબાટ

જોતાં દાગીના ચોરાઈ ગયાનું માલુમ પડયું હતું.

જ્યારે બાજુમાં ચાંદીની પાયલ જેતે સ્થિતિમાં પડેલી હતી. જો કે આ અંગે જેતે વખતે ફરીયાદ દાખલ કરાવી ન હતી. ત્યારે સાંજના માલુમ પડયું હતું કે, બ્લોક નંબર 18/101 માં રહેતા વનાજાણી મહાદેવા સ્વામીના ઘરમાંથી પણ ઉપરોક્ત પ્રકારે 5 લાખ 32 હજાર 800 ની કિંમતનાં સોનાના દાગીનાની ચોરી થઈ છે. જેનાં પગલે ફરિયાદ આપતા ચીલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. –

આ અંગે પીઆઈ એન્ડરસન અસારીએ કહ્યું કે, એક કવાર્ટરની ચાવી ડોરમેટની નીચે રાખવામાં આવેલી હતી. જ્યારે અન્ય એક ક્વાર્ટર ની ડુપ્લીકેટ ચાવી બનાવીને ચોરીને અંજામ આપવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જેનાં પગલે અહીં કામ કરતા લોકોના મોબાઈલમાં લોકેશન મેળવવા માટે કવાયત શરૂ કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com