રેલ્વેના પાટા પરથી મળેલ ગંભીર ઈજાગ્રસ્ત યુવક સારવાર દરમ્યાન મરણ,આરોપીને પકડી પાડી મર્ડરના ગુનાનો ભેદ ઉકેલતી જેતપુર સીટી પોલીસ

Spread the love

આરોપી મનોજ સ/ઓ વિજય બીંડ

અમદાવાદ

ગઈ તા.૨૭/૦૬/૨૦૨૪ ના રોજ વહેલી સવારે જેતપુર સીટી પો.સ્ટે.ના જુના પાંચ પીપળા રોડ, જનતાનગર-૨ વિસ્તાર પાસે આવેલ રેલ્વેના પાટા પરથી એક યુવક ગંભીર ઈજાગ્રસ્ત યુવક મળી આવેલ. જેની ઓળખ જાહેર થતાં, ઈજાગ્રસ્ત યુવકનું નામ બબલુ સ/ઓ મનુ બીંડ, જાતે-બીંડ, ઉ.વ.૩૦, ધંધો-મજુરી, હાલ રહે. જનતાનગર-૨, જુના પાંચપીપળા રોડ, જેતપુર, જી.રાજકોટ, મુળ રહે. ભડેવલ પુર્વાપર, થાના- જમાલપુર, પોસ્ટ- બહુઆર, જી.મિરઝાપુર, રાજય- ઉત્તરપ્રદેશ વાળો હોવાનું જાણવા મળેલ. બબલુ બેભાન અવસ્થામાં હોય અને તેને ઈજા કેવી રીતે થઈ તેની ચોક્કસ જાણકારી ના હોવાથી જેતપુર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ બનાવ દાખલ થયેલ અને ઈજાગ્રસ્ત યુવકને જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવારમાં લઈ જવામાં આવેલ.

બાદ બબલુને વધુ સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલથી જુનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે રીફર કરતા બબલુને તેનો કૌટુંબીક ભાઈ મનોજ સ/ઓ વીજય બીંડ જુનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયેલ. જુનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન મનોજ બીંડ તથા ઈજાગ્રસ્ત યુવકની પત્નિ મીંતા વા/ઓ બબલુ બીંડ હાજર હતા. બાદ બબલુને વધુ સારવાર અર્થે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન બબલુની તબીયત વધુ લથડતા તેને અમદાવાદ સીવીલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવેલ. અમદાવાદ સીવીલ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન ગઈ તા.૦૪/૦૭/૨૦૨૪ ના રોજ બબલુ સ/ઓ મનુ બીંડનું મોત નીપજેલ. બાદ અમદાવાદ સીવીલ હોસ્પિટલ ખાતે લાશનું પી.એમ. કરાવી, મનોજ તથા બબલુની પત્નિ મીંતા તેના પતિની અંતીમ વીધી સારૂ લાશ લઈ તેમના વતનમાં ગયેલ અને અંતીમ વિધી કરવામાં આવેલ.બાદ સદરહું મોતના બનાવ બાબતે જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં અ-મોત નં.૧૨/૨૦૨૪, તા.૦૪/૦૭/૨૦૨૪ થી અ-મોત દાખલ કરવામાં આવેલ. અ-મોતની તપાસ અત્રે પોલીસ સ્ટેશનના પો.સબ ઈન્સ. શ્રી આર.એચ.જારીયાનાઓને સોંપેલ. અ-મોત તપાસ દરમ્યાન, બબલુને સારવાર આપેલ ડોક્ટરશ્રીના અભીપ્રાય મેળવતા જાણવા મળેલ કે, બબલુનું મોત કોઈ ટ્રેન સાથે ટક્કર થવાથી નહી પરંતુ કોઈ બોથડ પદાર્થથી માથાના ભાગે ઘા મારવાને કારણે થયેલ છે તેમજ શરીરના ભાગે ઈજાના નીશાન પણ મળી આવેલ. બબલુ તથા તેનો પરીવાર જે વિસ્તારમાં રહેતા હતા ત્યાં જઈ પુછપરછ કરી તપાસ કરતા જાણવા મળેલ કે, મનોજ તથા બબલૂની પત્નિ મીંતા વચ્ચે વચ્ચે અનૈતીક સંબંધો હતા. આથી આ મનોજ તથા બબલુની પત્નિ ઉપર શંકા જતા તે બન્નેને અન્ય માણસો મારફતે રેલ્વે વિભાગ તરફથી વળતર મળે છે જે સ્વીકારવા અહીં બોલાવેલ. બાદ મનોજ તથા બબલુની પત્નિ મીંતા જેતપુર આવેલ પરંતુ મનોજ જેતલસર રેલ્વે સ્ટેશનથી ક્યાંક ચાલ્યો ગયેલ. બબલુની પત્નિ મીંતા અત્રે પોલીસ સ્ટેશન આવેલ અને તેની પ્રાથમીક પુછપરછ કરતા હકિકત મળેલ કે, બબલુનું ખુન મનોજે કરેલ છે. મીંતા અને મનોજ વચ્ચે અનૈતીક સંબંધો હતા પરંતુ બબલુ જીવે ત્યાં સુધી મનોજ મીંતા સાથે લગ્ન કરી શકે નહી. જેથી મનોજે કોઈને પણ કહ્યા વગર મોકો શોધીને બબલુને કોઇ પણ રીતે ઈજા પહોંચાડીને મારી નાખવાના ઈરાદે રેલ્વેના પાટા પાસે નાંખી દીધેલ. બાદ સારવાર દરયાન બબલુનં મૃત્યુ નીપજેલ. આ બનાવ અંગે મનોજે મીંતાને વાત કરેલ જેથી મીંતાએ ઉપરોક્ત બાબતે જેતપુર સીટી પોલીસ સ્ટેશન ખાતે પોતાની ફરીયાદ હકિકત જાહેર કરતા, જેતપુર સીટી પોલીસ સ્ટેશન પાર્ટ ‘A’ ગુ.ર.નં.૧૧૨૧૩૦૨૨૨૪૦૪૯૦/૨૦૨૪, IPC કલમ ૩૦૨ મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ અમો પોલીસ ઈન્સ્પેક્ટર એ.ડી.પરમારે સંભાળેલ. જે દાખલ થયેલ ગુનાની ગંભીરતા ધ્યાને લઈ,રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબ નાઓએ મર્ડરના આરોપીને પકડી પાડી, આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ જે આધારે શ્રી આર.એ.ડોડીયા સાહેબ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, જેતપુર વિભાગનાઓના જરૂરી માર્ગદર્શન હેઠળ, અમો પોલીસ ઈન્સ્પેક્ટર એ.ડી.પરમાર પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફની જુદી જુદી ટીમો બનાવી સદરહું ગુનાના આરોપીને પકડવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન ખાનગી હકિકત મળેલ કે, મનોજ સ/ઓ વિજય બીંડ, હાલ રહે. જનતાનગર-૨, જુના પાંચપીપળા રોડ, જેતપુર, જી.રાજકોટ, મુળ રહે. ભડેવલ પુર્વાપર, થાના- જમાલપુર, પોસ્ટ- બહુઆર, જી.મિરઝાપુર, રાજય-ઉત્તરપ્રદેશ વાળો હાલ જેતપુર, જીમખાના ગ્રાઉન્ડમાં હાજર છે જેથી તુરંત જ આરોપીને પકડી પાડી, પુછપરછ કરતાં,પ્રથમ તો આરોપી એકદમ ચાલાકી રાખી, પોલીસને ગેરમાર્ગે દોરેલ અને બબલુનું મોત ટ્રેનની અદફેટે આવવાથી થયેલ હોઆનું રટન કરતો હતો. રેલ્વે વિભાગ તરફથી મળેલ માહિતી મુજબ તે દીવસે રાત્રીના ટ્રેન સાથે કોઈ પણ માણસની ટક્કર નહી થયેલ હોવાનું જાણવા મળેલ. બાદ આરોપીની વધુ પુછપરછ કરી, શરીરે કોઈ ઈજાના નીશાન છે કે નહી તે બારીકાઈથી તપાસતા આરોપીએ પોતાની હાથની કલાઈ ઉપર ફરીયાદીનું અંગ્રેજીમાં નામ ‘Minta’ ત્રોફાવેલ તેમજ પોતાની છાતીના ભાગે દીલ ત્રોફાવેલ અને તેમાં પોતાનો તથા ફરીયાદીના નામનો મુળાક્ષર ‘M/M’ ત્રોફાવેલ હતો. આથી આરોપી ઉપર વધુ શંકા કરી, યુક્તિ પ્રયુક્તિથી ઉંડાણપુર્વક પુછપરછ કરતા, આરોપી એકદમ ભાંગી પડેલ અને જણાવેલ કે, મરણ જનાર બબલુ જ્યારે અહીં જેતપુરમાં કામ કરતો હતો ત્યારે આરોપી મનોજ તથા ફરીયાદી તેના વતનમાં હતા તે દરમ્યાન બન્ને વચ્ચે ગાઢ પ્રેમ સંબંધ બંધાયેલ હતો. બાદ ફરીયાદી અહીં જેતપુર પોતાના પતિ બબલુ સાથે રહેવા આવી જતા આરોપી પણ ત્રણેક વર્ષ પહેલા અહીં જેતપુરમાં કામ કરવા આવી ગયેલ. પરંતુ જ્યાં સુધી ફરીયાદીનો પતિ બબલુ જીવીત હોય ત્યાં સુધી પોતે ફરીયાદીને નહી પામી શકે અને તેની સાથે લગ્ન નહી કરી શકે, તેવો વિચાર આવતા પોતે મનોમન ફરીયાદીના પતિને મારી નાખવાનું નક્કી કરેલ. અને મોકો શોધીને ગઈ તા.૨૬/૦૬/૨૦૨૪ ના રાત્રીના બબલુને મારીને પાટા પર ફેંકી દીધેલ હતો પરંતુ બબલુ જીવી જતા, તેની પર કોઇ શંકા ન કરે એટલે બબલુની પત્નિ મીંતાની (ફરીયાદી) સાથે રહીને બબલુની સારવાર કરાવેલ. બાદ સારવાર દરમ્યાન બબલુ મરણ જતા, આરોપી મનોજે બબલુની પત્નિ મીંતા (ફરીયાદી) નેજણાવેલ કે, તેણે (મનોજે) જ બબલુને મારેલ છે હવે આપણા (મનોજ અને મીંતા)બન્ને વચ્ચે કોઇ નથી. જેથી તું મારી સાથે લગ્ન કરી લે. પરંતુ આ વાતની જાણ થતા મરણ જનારની પત્નિ મીંતાએ પોલીસ સ્ટેશન આવી પોતાની ફરીયાદ જાહેર કરતા, તાત્કાલિક આરોપીની ધરપકડ કરી, આગળની તપાસ અમો પોલીસ ઈન્સ્પેક્ટર એ.ડી.પરમાર ચલાવી રહ્યા છીએ.

• મરણ જનાર

બબલુ સ/ઓ મનુ બીંડ, જાતે-બીંડ, ઉ.વ.૩૦, ધંધો-મજુરી, હાલ રહે. જનતાનગર-૨, જુના પાંચપીપળા રોડ, જેતપુર, જી.રાજકોટ, મુળ રહે. ભડેવલ પુર્વાપર, થાના- જમાલપુર, પોસ્ટ- બહુઆર, જી.મિરઝાપુર, રાજય-ઉત્તરપ્રદેશ.

• ફરીયાદી

શ્રીમતિ મિંતા વા/ઓ બબલુભાઇ મનુભાઇ બીંડ, જાતે-બીંડ, ઉ.વ.૪૪, ધંધો-ઘરકામ, હાલ રહે. જનતાનગર-૨, જુના પાંચપીપળા રોડ, જેતપુર, જી.રાજકોટ, મુળ રહે. ભડેવલ પુર્વાપર, થાના- જમાલપુર, પોસ્ટ- બહુઆર, જી.મિરઝાપુર, રાજય-ઉત્તરપ્રદેશ.

• પકડાયેલ આરોપી:-

મનોજ સ/ઓ વિજય બીંડ, હાલ રહે. જનતાનગર-૨, જુના પાંચપીપળા રોડ, જેતપુર, જી.રાજકોટ, મુળ રહે. ભડેવલ પુર્વાપર, થાના- જમાલપુર, પોસ્ટ-બહુઆર, જી.મિરઝાપુર, રાજય-ઉત્તરપ્રદેશ.

ખુન કરવાનો આશય:-

આરોપી મનોજ સ/ઓ વિજય બીંડને મરણ જનાર બબલુની પત્નિ મીંતા (ફરીયાદી) સાથે અનૈતીક પ્રેમ સંબંધ હતો પરંતુ જ્યાં સુધી બબલુ જીવીત હોય ત્યાં સુધી પોતે મીંતાને નહી પામી શકે તેમ વીચારી, મોકો શોધીને મરણ જનારના માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી, મારી નાખવાના ઈરાદે, રેલ્વે પાટા પર ફેંકી દીધેલ.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:-

જેતપુર સીટી પો.સ્ટે. ના પો.ઈન્સ. શ્રી એ.ડી.પરમાર તથા પો.સબ ઈન્સ.શ્રી આર.એચ.જારીયા એ.એસ.આઈ. ભાવેશભાઈ ચાવડા તથા રવજીભાઈ હાપલીયા તથા હેડ કોન્સ્ટેબલ સી.ટી. વસોયા તથા જયેશભાઈ દાફડા તથા સાગરભાઈ મકવાણા તથા પો.કોન્સ. શક્તિસીંહ ઝાલા તથા જયેન્દ્રસિંહ જેઠવા તથા વિરેન્દ્રસિંહ રાઠોડ તથા સાગરભાઈ ઝાપડીયા તથા ભરતભાઈ ગમારા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com