ગવર્નમેન્ટ ક્વોટોમાં ₹ 3.75 લાખ અને મેનેજમેન્ટ ક્વોટોમાં ₹ 12 લાખ ફી સરકાર દ્વારા નવુ ફી માળખું જાહેર
અમદાવાદ
અ.ભા.વિ.પ દ્વારા સતત સુલભ અને સુચારુ શિક્ષણ વ્યવસ્થા માટે પ્રયત્નો કરતુ આવ્યું છે. GMERS મેડિકલ કોલેજો ની સ્થાપના ગુજરાત મા મેડિકલ શિક્ષણ ઓછા અને સામાન્ય વર્ગ નો વિધાર્થી પણ મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરી શકે તે હેતુથી કરવામાં આવી હતી. ૨૦૧૦ થી લઇને આજ સુધી ૫-૫ વર્ષ ના અંતરમા ખૂબ જ નજીવો વધારો ફિ મા કરવામાં આવેલ છે. વર્તમાન સમય ને ધ્યાને રાખતા અને હાલ ની શિક્ષણ સહુલયતો ને ધ્યાને રાખતા ફ્રિ મા ફેરબદલ કે વધારો આવશ્યક પણ છે. અ.ભા.વિ.પ દ્વારા GMERS મેડિકલ કોલેજો ની ફિ માં અસહ્ય અને અતાર્કિક વધારા સામે ગુજરાત ની તમામ ૧૩ મેડિકલ કોલેજો મા ઉગ્ર આંદોલન કરી ને ફ઼િ ઘટાડા માટેની માંગ કર્યા બાદ ગર્વમેન્ટ ક્વોટા ની ફિ મા ધટાડો કરવામાં આવ્યો છે.
ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS)ની 13 મેડિકલ કોલેજમાં સરકારી ક્વોટાની 75 ટકા એટલે કે 1500 જેટલી સીટ પર 3.30 લાખથી અધધ વધારી ને 5.50 લાખ ફી જાહેર કરવામાં આવી હતી. અને મેનેજમેન્ટ ક્વોટા ની વાર્ષિક ફી 9.75 લાખથી વધારી 17 લાખ કરવામાં આવી હતી. પરંતુ વિધાર્થી પરિષદ ની ગુજરાત ભરમાં ઉગ્ર રજૂઆત બાદ GMERS કોલેજો ની ફીમાં ઘટાડો કરવામાં આવ્યો, જેમા ગવર્નમેન્ટ ક્વોટોમાં ₹ 3.75 લાખ અને મેનેજમેન્ટ ક્વોટોમાં ₹ 12 લાખ ફી સરકાર દ્વારા નવુ ફી માળખું જાહેર કરવામાં આવ્યું છે.
અ.ભા.વિ.પ ગુજરાત પ્રદેશ મંત્રી સમર્થ ભટ્ટ જણાવે છે કે, “વિધાર્થી પરિષદના ઉગ્ર આંદોલન બાદ ગુજરાત સરકાર દ્વારા વિધાર્થી હિત ને ધ્યાનમાં રાખીને બે લાખ જેટલી ફી માં ઘટાડો કરવામાં આવ્યો છે, જે નિર્ણયને વિધાર્થી પરિષદ સહર્ષ આવકારે છે. આ જીત સમગ્ર વિધાર્થી જગત ની છે સાથે જ મેનેજમેન્ટ કોટા ની ફી મુદ્દે હજુ પણ પુનઃવિચારણા કરવાનો આગ્રહ સરકારશ્રીને કરે છે. વિધાર્થી પરિષદ દ્વારા મેડીકલ ક્ષેત્રે સંકળાયેલા અને પ્રવેશ લેવા ઇચ્છુક ઉમેદવારો અને તેમના વાલીઓ સાથે ચર્ચા વિચારણા કરીને મેનેજમેન્ટ કોટા ની ફી મુદ્દે આગામી નિર્ણય લેવામાં આવશે.