હાલમાં જ મુંબઈ શહેરમા ધનાઢય એવા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તેમજ નીતાબેન અંબાણીના દિકરા અનંત અંબાણીના લગ્ન રાધીકા મર્ચન્ટ સાથે થયેલ જેમાં લગ્ન સમય દરમ્યાન તેઓએ જે ચણીયા ચોળી પહેરેલ તેમા આરાધ્ય દેવ તેમજ સમગ્ર હિન્દુ સમાજના ભગવાન શ્રી શ્રીનાથજી બાવાનુ ચીત્ર ચણીયા ચોળીના વચ્ચેના ભાગે ભરતગુથણ કામ કરી કે અન્ય રીતે દર્શાવવામા આવતાં વૈષ્ણવ સમાજ રોષે ભરાયો છે અને મુદ્દે અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં રહેતા અશોક દીનદયાલ શર્મા નામના વ્યક્તિએ પોલીસ કમિશ્નરને લેખિતમાં ફરીયાદ કરી કાર્યવાહીની માંગ કરી છે..
આ મામલે તેઓએ ફરિયાદમાં જણાવ્યું છે કે, સમગ્ર વૈષ્ણવ સમાજ તેમજ ભગવાન શ્રી શ્રીનાથજીબાવાના ભક્તો તેમજ સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે, અને આમ ચણીયાચોળી તૈયાર કરનાર, તેમજ ચણીયાચોળી પહેરનાર, તેમજ ચણીયાચોળીને અનુમોદન આપી લગ્ન સમારભમા કે અન્ય સમારભમા પહેરી, પહેરાવી તેમજ તેને પ્રોસ્તાહીત કરનાર તેમજ ચણીયાચોળી પહેરેલ છે તેવુ જાણતા હોવા છતા પણ તેમજ આ પ્રકારની ચણીયાચોળી પહેરવાથી હિન્દુ ધર્મની લાગણીને ઠેસ પહોંચે તેવુ સ્પષ્ટ જાણતા હોવા છતા પણ ચણીયાચોળીને લગ્ન
સમારભમા પહેરાવડાવી, પહેરી અને તે ચણીયાચોળીને લગ્ન સમારંભમા પહેરવા માટે સમર્થન આપનાર મુકેશ અંબાણી, નીતા અંબાણી, અનંત અંબાણી, રાધીકાબેન મર્ચન્ટ, તેમજ ચણીયા ચોળી તૈયાર કરનાર તેમજ તે ચણીયા ચોળી જે કાર્યક્રમમા પહેરલ તેમા હાજર સદસ્યોએ તેનો વિરોધ નહી કરી અને તે ગુનાહીત કૃત્યને પરોક્ષ રીતે સમર્થન આપી તમામ લોકોએ હિન્દુ ધર્મ તેમજ વૈષ્ણવ સંપ્રદાયની લાગણીને દુભાવેલ છે અને આમ કરીને ઉપરોકત તમામ લોકોએ કોગ્નીઝેબલ ગુનો આચરેલ હોઈ તેઓ તમામ વિરૂધ્ધ અમારી કોગ્નીઝેબલ ગુનાની આ લેખિત ફરીયાદ થકી, ગુનો દાખલ કરી તાકીદે ગુનાહીત કૃત્ય કરનાર વ્યકિતઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ કરી છે.