છેલ્લાં પાંચ વર્ષથી ઉત્તરાખંડથી ગુજરાત ઠરીઠામ થયેલી એક મહિલાએ પોતાના હલકટ પતિની પોલ ખોલી નાખી છે. યુવાને પોતાની પ્રેમિકા પત્ની સાથે હલકટ ખેલ ખેલ્યો છે. ગેમને બહાને તે પત્નીને મિત્રો સામે કપડાં ઉતારવાનું અને પછી ખોટા કામ કરવાનું કહેતો.અમદાવાદને અડીને આવેલા ખોરજમાં પતિ દ્વારા મહિલાની અશ્લિલ પજવણીનો એક હેરાનીભર્યો કિસ્સો સામે આવ્યો છે.
ખોરજમાં રહેતી મહિલાએ અડાલજ પોલીસમાં ફરિયાદ નોંધાવીને પતિ પર ગંભીર આરોપ કર્યાં છે. પત્નીનો આરોપ છે કે તેનો પતિ મિત્રો સાથે ઘેર પાર્ટીઓ રાખતો અને આ સમયમાં બધા દારુ પીતાં હતા અને ટ્રુથ એન્ડ ડેર ગેમ રમતા હતા, આ રમતમાં જે હારે તેને જીતેલા કહે તેમ કરવાનું હોય છે, પતિના હારવા પર મિત્રોને તેને પત્નીને તેમની સામે ન્યૂડ કરવાનું કહ્યું. આ પછી પતિ તેને મિત્રોની સામે કપડાં ઉતારવાનું કહેતો અને ના પાડવા પર તેને માર મારવામાં આવતો હતો. અડાજલ પોલીસે ઘરેલું હિંસાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
પીડિતાએ કહ્યું કે લગભગ 5 વર્ષથી આવો ક્રૂર ખેલ ચાલી રહ્યો છે. પીડિતાનો પતિ આંતરરાષ્ટ્રીય એરલાઈનમાં પાઈલટ છે. મુંબઈમાં મિત્રો સાથે પાર્ટી દરમિયાન તે તેણીને તેના કપડાં ઉતારવા અને અશ્લીલ હરકતો કરવા દબાણ કરતો હતો. જ્યારે તેણીએ ના પાડી તો તેણે તેને માર પણ માર્યો. આવું પાંચ વર્ષ સુધી ચાલતું રહ્યું અને જ્યારે બંને ગુજરાત ગયા ત્યારે આખરે તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું.
પીડિતાએ કહ્યું કે તેની અગ્નિપરીક્ષાની શરૂઆત ઉત્તરાખંડના દેહરાદૂનમાં થઈ હતી જ્યાં 2011માં પહેલી વાર બન્ને મળ્યાં હતા અને આઠ વર્ષના ડેટિંગ બાદ બન્નેએ 2019માં લગ્ન કર્યાં હતા. તેઓ શરૂઆતમાં મુંબઈ જતા પહેલા કોલકાતામાં સ્થાયી થયા આ પછી મહિલાની આપવિતી શરુ થઈ. પતિ રાતે ઘેર પાર્ટીઓનું આયોજન કરતો, મિત્રો સાથે ટ્રૂથ એન્ડ ડેર નામની ગેમ રમતો અને આને બહાને તે પત્નીને મિત્રોની સામે અયોગ્ય કૃત્ય કરવા દબાણ કર્યું. જ્યારે તેણીએ ના પાડી, ત્યારે તેણે શારીરિક હિંસા સાથે જવાબ આપ્યો. આ પછી પછી કપલ અમદાવાદના ખોરજમાં સેટલ થુયં અને ત્યારે મહિલાએ અડાલજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.