“વ્યાજખોરોના ચુંગાલમાથી લોકોને મુક્ત કરાવવા બેંકો સાથે લોન મેળાનુ આયોજન કરતી ધંધુકા પોલીસ”

Spread the love

અમદાવાદ

આઈ.જી.પી. જે.આર.મોથલીયા  અમદાવાદ વિભાગ અમદાવાદ તથા પોલીસ અધિક્ષકશ્રી ઓમ પ્રકાશ જાટ  અમદાવાદ ગ્રામ્યના સત્તત માર્ગદર્શન હેઠળ જિલ્લાનાં થાણા અધિકારીઓને વ્યાજનું દુષણ ડામવા માટે વ્યાજવટાવની ગેરકાયદેસર પ્રુવુતિઓ ચલાવતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા જણાવેલ હોય જે અન્વયે અત્રેના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભોગ બનનારની વ્યાજવટાવ બાબતની ફરીયાદો લઈ ગુન્હાઓ દાખલ કરાવેલ હોય પરંતુ લોકો આ વ્યાજવટાવની પ્રવુતિમા ફસાય નહિ અને પોતાની નાણાકીય જરૂરિયાત પુરી કરી શકાય તે ઉદેશથી લોકોને બેંકો દ્વારા લોન મળી રહે તે હેતુસર સરકારી લોન સહાય યોજનાની જાણકારી તથા લોનમેળાનુ આયોજન કરવા સારૂ સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી પ્રકાશ પ્રજાપતિ સાહેબ શ્રી ધોળકા વિભાગ ધોળકાના સીધા માર્ગદર્શન હેઠળ અત્રેના ધંધુકા પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ એ.પી.એમ.સી. હોલ ખાતે લોકદરબારનુ આયોજન આજરોજ તા.૨૪/૦૬/૨૦૨૪ ના રોજ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી.ગોજીયા નાઓ દ્વારા કરવામા આવેલ જેમા ધંધુકા પોલીસ સ્ટેશન વિસ્તાર માથી આશરે ૧૫૦ જેટલા લોકોએ ભાગ લીધેલ જેમા લોકો ને માહિતી તેમજ મળવાપાત્ર લોન આપવા સારૂ ધંધુકા પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ એક્સિસ બેંક,બેંક ઓફ ઇન્ડિયા,એચ.ડી.એફ.સી. બેંક,સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા,પોસ્ટ વિભાગ તેમજ નગરપાલિકા ના પ્રતિનીધીઓએ હાજરી આપી રાજ્ય સરકાર ની અલગ અલગ યોજનાઓ વિશે લોકોને માહિતગાર કર્યા હતા તેમજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ૩ લોકોને ૫૦,૦૦૦/- રૂ ની કુલ;-૧,૫૦,૦૦૦/- રૂપિયાના સ્વનિધી યોજના આધારીત સેક્શન લેટર આપવમા આવેલા તેમજ પોસ્ટ વિભાગ દ્વારા સુકન્યા સમ્રુધ્ધિ યોજના અંતર્ગત કુલ-૦૫ ખાતા ખોલવામા આવ્યા હતા સાથે સાથે પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા લોકોને આ લોન મેળાનો વધુમા વધુ લાભ લેવા જણાવતા હાજર લોકોએ ઉપરોક્ત બેંક મેનેજરો પાસેથી મહતમ જાણકારી તથા ફોર્મ મેળવ્યા હતા તથા હાલમા સાયબર ક્રાઇમના ગુન્હાઓ તથા મોડસ ઓપરેન્ડી તથા તેમાથી કઈ રીતે બચી શકાય તેમજ સાયબર ક્રાઇમ ના બનાવો બાબતે હેલ્પ લાઇન નંબર ૧૯૩૦ ઉપર જાણ કરવા જણાવ્યુ હતુ તેમજ વ્યાજવટાવની કોઇ પ્રવુતિ બાબતેની ગુપ્ત માહિતી આપવા તેમજ ભોગ બનનારને હિંમતપુર્વક પોતાની ફરીયાદ આપવા માટે વિનંતી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com