કોંગ્રેસના કાર્યકરો-આગેવાનોને તાલીમ બધ્ધ કરવા માટે દાહોદમાં કાલે અને મહિસાગરમાં 28મીએ યોજાનાર કોંગ્રેસ સંકલ્પ શિબિરનું  રાષ્ટ્રિય મહામંત્રી અને ગુજરાત સંગઠન પ્રભારી મુકુલ વાસનીક ઉદઘાટન કરશે

Spread the love

દાહોદ અને મહિસાગર જિલ્લામાં યોજાનાર કોંગ્રેસ સંકલ્પ શિબિરમાં કોંગ્રેસ પક્ષની વિચારધારા, ભારત નિર્માણની કહાની અને સેક્ટર-મંડલ તથા બુથ મેનેજમેન્ટ સહિતના વિષયો પર નિષ્ણાંતો આપશે તાલીમ

કોંગ્રેસ સંકલ્પ શિબિરને શુભકામના પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ

અમદાવાદ

દાહોદ, મહિસાગર જિલ્લા કોંગ્રેસ પક્ષના કાર્યકરો-આગેવાનો અને ખાસ કરીને સેક્ટર-મંડલ-બુથ મેનેજમેન્ટની અસરકારક જવાબદારી માટે પસંદ થયેલા કોંગ્રેસ પક્ષના કાર્યકરો-પદાધિકારીઓને સંપૂર્ણ તાલીમ બધ્ધ કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કક્ષાએ ‘કોંગ્રેસ સંકલ્પ શિબિર’ નું આયોજન કરવામાં આવેલ છે જેના ભાગરૂપે તા. 27/7/2024 ને શનિવાર બપોરે 12-00 કલાકે અને તા. 28/7/2024ને રવિવાર બપોરે 12-00 કલાકે મહિસાગર તેજા હોટલ, ગોધરા હાઈવે રોડ, લુણાવાડા ખાતે યોજાનાર કોંગ્રેસ સંકલ્પ શિબિરનું અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારીશ્રી મુકુલ વાસનીકજી ઉદઘાટન કરીને માર્ગદર્શન આપશે. જેમાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડા, ઉપનેતાશ્રી શૈલેષભાઈ પરમાર, એ.આઈ.સી.સી.ના મંત્રી અને મધ્ય ગુજરાત વિભાગીય પ્રભારીશ્રી ઉષા નાયડુજી સહિત વરિષ્ઠ નેતાશ્રીઓ ઉપસ્થિત રહી ઉદબોધન કરશે. દાહોદ અને મહિસાગર જિલ્લામાં યોજાનાર કોંગ્રેસ સંકલ્પ શિબિરમાં કોંગ્રેસ પક્ષની વિચારધારા, ભારત નિર્માણની કહાની અને સેક્ટર-મંડલ તથા બુથ મેનેજમેન્ટ સહિતના વિષયો પર નિષ્ણાંતો તાલીમ આપશે.

દાહોદ અને મહિસાગર ખાતે યોજાનાર તાલીમ શિબિરમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખશ્રી તેમજ ધારાસભ્યશ્રી, જિલ્લા પૂર્વ પ્રમુખશ્રીઓ, દરેક તાલુકાના પ્રમુખશ્રીઓ, પૂર્વ પ્રમુખશ્રી, પૂર્વ સાંસદશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા અને તાલુકાના વિરોધ પક્ષના નેતાશ્રીઓ, પૂર્વ વિરોધ પક્ષના નેતાશ્રીઓ, જિલ્લા અને તાલુકાના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ, જિલ્લા અને તાલુકા કોંગ્રેસ સમિતિના તમામ કારોબારી હોદ્દેદારશ્રીઓ, જિલ્લા અને તાલુકાના તમામ ફ્ન્ટલ સેલ, કિસાન સેલ, બક્ષી સેલ, માઈનોરીટી સેલ, એસસી સેલ, એસટી સેલ, જિલ્લા અને તાલુકા સેવાદલ, મહિલા કોંગ્રેસ, યુથ કોંગ્રેસ, એન એસ યુ આઈ કોંગ્રેસ, તમામ પ્રમુખશ્રીઓ, તેમજ તમામ કારોબારી હોદ્દેદારશ્રીઓ, સ્થાનિક નગરપાલિકા પૂર્વ પ્રમુખશ્રીઓ, તેમજ કોર્પોરેટરશ્રીઓ, વરિષ્ઠ આગેવાનો, કાર્યકર મિત્રો, કોંગ્રેસ સંકલ્પ શિબિરમાં ઉપસ્થિત રહેશે.

કોંગ્રેસ સંકલ્પ શિબિર, દાહોદ કોંગ્રેસ સંકલ્પ શિબિર, મહિસાગર

તારીખઃ 27/07/2024, શનિવાર

સ્થળઃ પ્રસંગ પાર્ટી પ્લોટ-2, ઈંદોર હાઈવે રોડ, દાહોદ.

તારીખઃ 28/07/2024, રવિવાર

સ્થળઃ તેજા હોટલ, ગોધરા હાઈવે રોડ, લુણાવાડા જી.મહાસાગર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com