ઈન્દોરના પર્યટન સ્થળ જામગેટ ખાતે એક મોટી ઘટના બની હતી. સેનાના અધિકારીઓ મોડી રાત્રે તેમની મહિલા મિત્રો સાથે ફરવા માટે આવ્યા હતા. અહીં એક શૂટિંગ રેન્જ પણ છે જ્યાં બધા બેસીને એકબીજાની વચ્ચે વાતો કરી રહ્યા હતા. ત્યારે કેટલાક બદમાશો આવ્યા અને બધાને બંધક બનાવી લીધા. આ પછી સેનાના અધિકારીઓને ખૂબ માર મારવામાં આવ્યો હતો. એક અધિકારી અને એક છોકરીને બંધક બનાવવામાં આવ્યા હતા અને છોકરીને સાથી અધિકારી સાથે છોડી દેવામાં આવી હતી.
તેમને કહ્યું કે ૧૦ લાખ રૂપિયા લઈ આવો તો જ તેમને છોડવામાં આવશે. બદમાશોના ચુંગાલમાંથી છટકી ગયેલા અધિકારી અને મહિલાએ તેમની આર્મી યુનિટ અને પોલીસને જાણ કરી. પોલીસ આવતાની સાથે જ બદમાશો બંને બંધકોને છોડીને ભાગી ગયા હતા. બંધક બનાવાયેલી મહિલા મિત્ર સાથે સામૂહિક બળાત્કારની આશંકા છે. પોલીસ અધિકારીઓએ આર્મી ઓફિસરના નિવેદનને ટાંકીને કહ્યું હતું કે, પહેલા ગેંગ રેપ થયો હતો, પરંતુ હવે તપાસ બાદ Âસ્થતિ સ્પષ્ટ થશે તેમ કહી રહ્યા છે. ઘાયલ સૈન્ય અધિકારીઓ અને મહિલા મિત્રોની હોÂસ્પટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટના મંગળવારે બપોરે ૨.૩૦ કલાકે બની હતી. બુધવારે સાંજે મહિલાઓને હોશ આવી ગયો હતો. ગ્રામીણ એસપી હિતિકા વસલના જણાવ્યા અનુસાર, આર્મી અધિકારીઓના નિવેદનના આધારે, લૂંટ, હુમલો, છેડતી અને સામૂહિક બળાત્કારની શંકાના આધારે કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, બે આર્મી ઓફિસર તેમની મહિલા મિત્રો સાથે મોડી રાત્રે જામ ગેટથી આગળ ટેકરી ગયા હતા. તેઓ લગભગ બે-અઢી કલાક ત્યાં હતા. આ દરમિયાન છ બદમાશો ત્યાં આવ્યા અને મારપીટ કરવા લાગ્યા. બદમાશોએ તેની પાસેથી ૧૦ લાખ રૂપિયા માંગ્યા હતા. અધિકારીઓએ કહ્યું કે જા આટલા પૈસા ન હોય તો, બદમાશો એક અધિકારીને પૈસાની વ્યવસ્થા કરવા જવા દેવા માટે સંમત થયા. મદદ માટે એક છોકરીને પણ જવા દેવામાં આવી.
અન્ય અધિકારી અને તેના મિત્રને બંધક બનાવ્યા હતા. જ્યાં સુધી કોઈ પૈસા લઈને પરત ન આવ્યું ત્યાં સુધી બદમાશોએ ફરી ગુસ્સામાં બંધકોને માર મારવાનું શરૂ કર્યું. બીજી તરફ, પૈસાની વ્યવસ્થા કરવા માટે યુવતી સાથે મુકાયેલા અધિકારીએ પહેલા તેના યુનિટને ઘટનાની જાણ કરી અને ત્યાંથી પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસના વાહનોની લાઇટ જાતાં જ બદમાશો બંને બંધકોને છોડીને ભાગી ગયા હતા. ગ્રામીણ એસપી હિતિકા વસલે જણાવ્યું કે, અધિકારીના નિવેદનના આધારે લૂંટ, હુમલો, છેડતી અને સામૂહિક બળાત્કારની શંકાના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટનામાં છ આરોપીઓ સંડોવાયેલા છે, જેમના નામ બહાર આવ્યા છે. બેની અટકાયત કરવામાં આવી છે. બાકીના આરોપીઓને પકડવા માટે ૧૦ ટીમો બનાવવામાં આવી છે.
પ્રતિબંધિત વિસ્તાર, જામ દરવાજાના મુખ્ય માર્ગની અંદર અડધો કિલોમીટર, ફિલ્ડ ફાયરિંગ રેન્જ છે. સેનાના વાહનોની અવરજવર માટે અહીં રોડ બનાવવામાં આવ્યો છે, પરંતુ કેટલીકવાર પ્રવાસીઓ પણ આ વિસ્તારમાં પહોંચી જાય છે. બે અધિકારીઓ તેમની મહિલા મિત્રો સાથે આ માર્ગમાંથી પ્રવેશ્યા હતા. અંધારાવાળી અને નિર્જન જગ્યા હોવાને કારણે બદમાશોએ તેનો ફાયદો ઉઠાવીને આ દુષ્કર્મ આચર્યું હતું.
માહિતી મળતાં એએસપી રૂપેશ દ્વિવેદીએ તરત જ બડગોંડા પોલીસ સ્ટેશનના પ્રભારી લોકેન્દ્ર સિંહ હિહોરને સૈન્ય અધિકારીઓ સાથે ઘટનાસ્થળે મોકલ્યા. સ્થળ નિર્જન અને શાંત હોવાને કારણે પોલીસના વાહનો દૂરથી બદમાશોને દેખાતા હતા અને તેઓ ભાગી ગયા હતા. પોલીસે બુધવારે સવારે મધ્ય ભારત હોÂસ્પટલમાં ચારેયનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો હતો. બંને યુવતીઓ ખૂબ જ ડરી ગઈ હતી અને તે સમયે કોઈ નિવેદન આપી શકી ન હતી. પોલીસે આર્મી ઓફિસરના નિવેદનના આધારે સમગ્ર મામલો નોંધ્યો હતો.
પોલીસે ઘટનાસ્થળે એÂક્ટવ મોબાઈલ ફોનનું લોકેશન ટ્રેસ કર્યું અને આસપાસના વિસ્તારોમાં તપાસ કરી. આખા દિવસ દરમિયાન પાંચથી વધુ ટીઆઈ આમાં રોકાયેલા રહ્યા. પોલીસને મહુ તહસીલના જામ ગેટની આસપાસના ગામોના સ્થાનિક બદમાશોની સંડોવણી હોવાની શંકા છે. પોલીસે બુધવારે મોડી રાત્રે આ કેસમાં બે શંકાસ્પદ ગુનેગારોની અટકાયત કરી છે.બુધવારે દિવસ દરમિયાન જ્યારે મહિલાઓ પોતાનું નિવેદન આપી શકે તેવી Âસ્થતિમાં ન હતી ત્યારે સેનાના અધિકારીએ બંધક બનાવવામાં આવેલી તેની મહિલા મિત્ર સાથે બળાત્કારની આશંકા વ્યક્ત કરી હતી. પોલીસે પણ સામૂહિક બળાત્કારની પુષ્ટિ કરી હતી. બુધવારે ડીઆઈજી નિમિષ અગ્રવાલે પણ ગેંગ રેપની પુષ્ટિ કરી હતી, પરંતુ રાત્રે એડિશનલ ડીસીપી રૂપેશ દ્વિવેદીએ કહ્યું હતું કે પીડિતાએ હોશમાં આવ્યા પછી ગેંગ રેપનો ઇનકાર કર્યો હતો. હાલ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ જ કંઈક કહેવાશે.