GJ-18 મનપા ખાતે મેયર મીરાબેન પટેલનો જન્મદિવસ હતો, ત્યારે દરેક શાખાઓ દીઠ કર્મચારીઓએ પોતાના ફંડફાળો ભેગો કરીને કેક લાવવામાં આવી હતી, અને લોડીંગ રીક્ષા ભરાઈ જાય એટલા કેક હતા, ત્યારે મેયર નામાંકિત વ્યક્તિ બની કહી શકાય ત્યારે મેયર બન્યા ના હજુ માંડ ત્રણ મહિના થયા છે, ત્યારે ત્રણ મહિનામાં કર્મચારીઓ માટે લેવલ ઊંચું આવ્યું છે, જે કેક ના સંગ્રહથી જોઈ શકાય છે, ત્યારે ત્રણ મહિલા મેયર તરીકે અત્યાર સુધીમાં આવી, ત્યારે મેયર મીરાબેન પટેલ માટે તમામ શાખાઓમાંથી કેક લાવવામાં આવ્યો હતો, અને દરેક સાથે ઉજવણી કરી હતી, ત્યારે ઘણા જ કેક પાછા પણ ગયા હતા,
અગાઉના મીરાબેન તંબુરો વગાડીને અને ભજન કરીને ભલભલા ભક્તોને ડોલાવતા હતા, ત્યારે આ મીરાબેન પ્રજાલક્ષી કામોથી લઈને સેવાના ઉદ્દેશથી મેદાને ઉતર્યા છે, ત્યારે આ મીરાબેનને ત્રણ મહિનામાં કાઠું કાઢ્યું છે, ત્યારે સૌને સાથે રાખીને ચાલનારા મહિલાએ જન્મદિને અબોલ જીવોથી લઈને દિવ્યાંગ વ્યક્તિઓને ભોજનથી લઈને અનેકવિધ ચીજ વસ્તુઓ વહેંચવામાં આવી હતી, ત્યારે સિવિલમાં પણ જન્મદિને દરેક દર્દી માટે પપૈયું, ફ્રૂટ લઈને તે ઝડપી સાજા થઇ જાય તે માટે પોતે દોડી ગયા હતા, ત્યારે અગાઉના મીરાબાઈ હતા, અને આજની પેઢીના મીરાબેન કહી શકાય,
બાકી નામ મીરા, કામ કરવામાં હીરા, ખવડાવે શિરા, ના સીધા રહે તો ઉડાડે લીરા, બાકી મીરા.. મીરા..
બોક્સ
પ્રજાના પ્રશ્નોને વાચા આપવા ક્યાં પગદંડો જમાવો તે મેયરને ખબર છે, મહિલા મેયર તરીકે આટલા વર્ષોમાં જે જન્મદિવસ દરેક શાખા એ ઉજવ્યો એ જન્મદિવસ એક યાદગાર મોડ કહી શકાય, સવારથી મેયર કાર્યાલયે પ્રજાના પ્રશ્ને આવી જાય છે, અને પૂરતો સમય પણ કાઢે છે, ત્યારે ત્રણ મહિનામાં મીરાની સેવાની ફિલ્ડીંગ સામે અનેકના કામો થતા આ ટેમ્પો જામ્યો કહી શકાય,