દેવભૂમિ દ્વારકા નજીક અકસ્માતમાં 7 નાં મોત, મોટા ભાગના મૃતકો ગાંધીનગર જિલ્લાનાં….

Spread the love

દેવભૂમિ દ્વારકાના પાદરમાં આજરોજ ઢળતી સાંજે એક

ખાનગી બસ તથા સ્વિફ્ટ અને ઈક્કો મોટરકાર વચ્ચે

જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં સાત મુસાફરોના

કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યાં છે. જ્યારે 15થી વધુ

મુસાફરોને નાની મોટી ઈજા થઈ છે. આ અકસ્માત

એટલો ગમખ્વાર હતો કે વાહનોના ફૂરચા બોલી ગયા

હતા. આ ગોઝારા અકસ્માતમાં એક જ પરિવારના 5

લોકો સહિત 7 લોકોના મોત થયા છે. જ્યારે અકસ્માતમાં

મૃતકોમાં બે માસૂમ બાળક પણ સામેલ છે. મળતી વિગતો

મુજબ મોટાભાગના મૃતકો ગાંધીનગરના કલોલ તાલુકાના

પલસાણા ગામના રહેવાસી છે. આ ઘટનાના પગલે સમગ્ર

દ્વારકા જિલ્લાની રેસ્ક્યુ ટીમ, ડોક્ટરો, સેવાભાવી કાર્યકરો

ઘટનાસ્થળે દોડી ગયા અને રાહત બચાવની કામગીરી હાથ

ધરી હતી.

આ કરુણ બનાવની જાણવા મળતી વિગત મુજબ, દ્વારકા-ખંભાળિયા ધોરીમાર્ગ પર દ્વારકાથી આશરે 6 કિલોમીટર દૂર બરડીયા ગામ પાસેથી આજરોજ રાત્રે આઠેક વાગ્યાના સમયે પસાર થઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની એક બસ (નંબર એન.એલ. 01 બી. 2207) આડે કોઈ પશુ ઉતરતાં તેને બચાવવા માટે બસના ચાલકે કાવો માર્યો હતો. જેના કારણે આ બસ ડીવાઈડર ટપીને રોડની એક તરફ પલટી ખાઈ ગઈ હતી. આ સમયે દ્વારકા તરફથી આવી રહેલી એક સ્વીફ્ટ મોટરકાર (નંબર જી.જે. 11 બી એચ 8988) અને તેની સાથે એક ઈક્કો મોટરકાર (નંબર જી.જે. 18 બી.એલ. 3159) વચ્ચે ત્રિપલ અકસ્માત બાદ પાછળ આવી રહેલું એક મોટર સાઇકલ પણ આ અકસ્માતગ્રસ્ત વાહન સાથે ટકરાયું હતું. આ ઘટનામાં અન્ય એક રાહદારી પણ આ અકસ્માતની અડફેટે ચડી ગયા હતા.

આ બનાવના પગલે જિલ્લાના જુદા જુદા વિસ્તારમાંથી 108 એમ્બ્યુલન્સ તેમજ સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી વાહનોમાં ઘવાયેલાઓને હોસ્પિટલ તેમજ ખંભાળિયા ખસેડવાની તાકીદની વ્યવસ્થા કરવામાં આવી હતી. આટલું જ નહીં, આ ગમખ્વાર અકસ્માત થતાં અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ વિગેરે પણ ઘટનાસ્થળે દોડી જઈ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં મદદરૂપ થયા હતા. ખંભાળિયાની સરકારી હોસ્પિટલોમાં ઘવાયેલાઓને તાકીદે તમામ સારવાર મળી રહે તે માટે જામનગરથી જી.જી. હોસ્પિટલના ડોક્ટરોની ટીમનું પણ અત્યારે આગમન થયું હતું. જામનગરની જી.જી. હોસ્પિટલમાં પણ ડોક્ટરની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

1. હેતલબેન અર્જુનભાઈ ઠાકોર (ઉં.વ.28, રહે.ગામ, પલસાણા કલોલ, ગાંધીનગર)

2. પ્રિયાંશી મહેશભાઈ ઠાકોર (ઉં.વ.18, રહે. ગામ, પલસાણા,કલોલ, ગાંધીનગર)

3. તાન્યા અર્જુભાઈ ઠાકોર (ઉં.વ.3) ગામ, પલસાણા,કલોલ, ગાંધીનગર)

4. રિયાજી કિશનજી ઠાકોર (ઉ.વ. 2, રહે. ગામ, પલસાણા,કલોલ, ગાંધીનગર)

5. વિરેન કિશનજી ઠાકોર (ગામ, પલસાણા,કલોલ, ગાંધીનગર)

6 . ચિરાગ રાણાભાઈ બારિયા (ઉં.વ.26, રહે. બરડીયા, તા દ્વારકા)

7. એક અજાણી મહિલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com