ગુજરાતનું કહેવાતું જીજે 18 નું જે પાણી પી જાય તેને ફોસલાવતા, કામ પતી જાય એટલે સંબંધ પૂરા, નાટકબાજી, મીઠું મીઠું બોલતા ભારે આવડી જાય, આ શહેરમાં લગ્ન, જમવાનું, મોજ મસ્તી અને મફતીયા હોય ત્યાં તડાકો પડી જાય, જો અહીં પાસ લેવા આવ્યા હોય અને પૂછો કેટલા જોઈએ છે, તો ઘરના સભ્યો કરતાં પણ સંખ્યા વધી જાય અને દસ-બાર માંગી લે દસ દિવસ શહેરના ગરબાના આયોજકોથી લઈને જે ગરબામાં સેવા આપતા હોય તેમાં ખૂબ જ પાસ માટે માનસિક ત્રાસ ભોગાવવાનો થશે, અને સંબંધો પણ બગાડવાના થશે, વર્ષના વચલે દહાડે યાદ ન કરનારા અને રોડ રસ્તા પરથી પસાર થતા હોય તો કેમ છો નહીં કહેનારાઓ પણ ફોન કરશે, અને ફોન ઉપર પહેલા તો મીઠી મીઠી વાતો કરીને પછી, ફોસલાવીને, ધીરે ધીરે કેસે કે ગરબાના પાસ છે, ત્યારે જો કહો કે સાંજે ફોન કરો જો મળી ગયા હોય તો પણ ફોન કરે જે મળ્યું તે જેસીબી ફેરવી લેવાનું અહીંયા આ ગામમાં રેતી પડેલી હોય તો મફતિયા હોય તો લઈ જાય ગત વર્ષે એક આયોજન કે બધાને ગરબાના પાસ આપ્યા હતા ત્યારે એક વ્યક્તિ કહે મારે બાર પાસ જોઈએ છે, બોલો આખા ગામમાં ફોન કરી કરીને પાસ ભેગા કર્યા અને 10 પાસ ભેગા થયા પણ ભડવીરના દીકરાએ બીજા બે પાસ માટે રાતના આઠ વાગ્યા સુધી કસરત કરીને મફતીયા પાસ ગમે ત્યાંથી મેળવી લીધા, પણ બે ટિકિટના નાણાં ખર્ચ કર્યા નહીં એ આપણા GJ-18ના નગરવાસી??
ગરબા આયોજકોને અત્યારે ગરબાની ચિંતા છે, અને બીજી બાજુ અંબાલાલ રોજ નવી ભવિષ્યવાણી કરતા ઘણા આયોજકો ઓક્સિજન ઉપર અને બીપી ઘટી જાય છે, ત્યારે બાકી હોય તેમાં પાસવાળાઓએ ભારે કરી છે, ગરબાના પાસથી તોબા તોબા પોકારી ગયા છે, અને પાસ લેવા ફલાણા ના જે ફોન આવે તે સચિવાલય સ્વર્ણિમ સંકુલથી લઈને ઉચ્ચ અધિકારીને ત્યાંથી હોય બોલો કરવું શું?? બાકી ગરબા જોવા રમવાવાળા કરતાં પાસ ભેગા કરવાવાળાની સંખ્યા વધી ગઈ છે, ગામની સેવા, ખાવા પોતાને મેવા અને બાકી ગરબાથી કોઈ નથી લેવાદેવા જેવો ઘાટ છે.
નવરાત્રીમાં ચારથી પાંચ ગ્રુપ નવરાત્રી કરે છે, ત્યારે બધી જગ્યાએ તો જવાના નથી, ત્યારે લોકોની સેવા માટે આખા ગામમાં ઘંટડીઓ ફોનની રણકાવી દે બાકી આ ગામમાં જો કહો કે કેટલા જોઈએ છે, પાસ તો 10 થી 12 થી ઓછા ન માંગે, ભલેને પછી હું તો હુતી અને બે જણ રહેતા હોય પણ ગામની સેવાને સેવા માટે પાસ માટે દોડી રહ્યા છે, બાકી હવે નવ દિવસ સંભાળજો અત્યારે કોઈ જે પણ ઓળખતા પારખતા ના કોઈ ફોન આવતા નહોતા તે વર્ષના બદલે દહાડે આવે તો બીજું કાંઈ કામ નથી, ગરબાના પાસનું જ કામ છે, એટલે ‘બચકે રહેના રે બાબા બચકે રહેના રે.. બાકી પાસ પે નજર હૈ”, જેઓ ગાઢ સજાયો છે, બાકી આ ગામમાં મફતિયા આવ્યા મફતલાલોને 12 પાસ જરૂર હોય અને 11 મળી જાય તો એક પાસના નાણા ખર્ચવા પડે તો જોર આવી જાય અને જો એક પાસ ખરીદે તો આખા શહેરમાં ઢંઢેરો પીટશે, અને તે પણ એક વર્ષ સુધી પીપૂડી નહિ પીપુડો વગાડશે, એક પાસ માટે સંબંધો પણ બગડી જશે, જેથી બચકે રહેના રે બાબા બચકે રહેના રે… પાસ સે બચકે રહેના રે…
બોક્સ
મફતિયા એવા મફતલાલો ગરબાના પાસ માટે ફોન કરશે, વર્ષના બદલે દહાડે કે રસ્તા પર કેમ છો? બોલતા જોર આવનારા ને પાસ માટે જોર આવી જશે, ગરબા આયોજકો અને તેની સાથે જોડાયેલાઓને દસ દિવસમાં ક્યારે ફોન નહીં આવેલા તેવા લોકોના ફોન મીઠી મીઠી વાતોના પછી સીધો જ ફોક્સ ગરબાનો પાસ માટે આવશે, જેથી દસ દિવસ બધા સંભાળજો બાપા..
ગામની સેવા, ખાવા પોતાને મેવા, અને બાકી ગરબા થી કોઈ નથી લેવા દેવા.. આ બધા પાસ ભેગા કરવા વાળા..