દેશમાં ઘણીવાર એક્સિડન્ટના બનાવો અનેક બનેલા છે, તેમાં ફૂટપાથ ઉપર લાઈનમાં લોકો સુતા હોય ત્યારે GJ-18 પથિકાશ્રમ ચાર રસ્તા ઉપર પણ ફૂટપાથો ઉપર શ્રમજીવીઓ સુઈ જતા મોટી ગમે ત્યારે જાનહાની થવાનો ભય રહેલો છે, ત્યારે આ સંદર્ભે શ્રમજીવીને પૂછ્યું કે ભાઈ આ ફૂટપાથ ઉપર કેમ સુવો છો? ત્યારે તેણે જવાબ આપ્યો કે રાત્રે ગરમી હોવાથી પવન ન આવે એટલે ફૂટપાથ ઉપર સૂતા હોઈએ એટલે જેટલા વાહનો નીકળે તેનો વાયરો આવે તેવું જણાવ્યું, ત્યારે શ્રમજીવીઓ વાયરો ખાવા જાનનું જોખમ ખેડતા હોય જે અગાઉ મુંબઈમાં સલમાન ખાનની ગાડીનો એક્સિડન્ટ પણ થયેલ હતો ત્યારે આવી રીતે જ જાનહાનિ થઈ હતી હવે શ્રમજીવીઓ જે જોખમ GJ-18 ખાતે ફૂટપાથ ઉપર સૂઈને ખેડી રહ્યા છે તે યોગ્ય છે?
વધુમાં ગાયો, શ્વાન પોતે રોડ રસ્તા પર સૂતા હોય છે, તે પણ વાહનો આવન જાવનથી વાયરો આવે અને વાયરાના કારણે જીવજંતુઓ ના કરડે તેવું લોજીક હોય છે, ત્યારે માનવજાતનું લોજીક અનેકના મગજ ચકરાવે ચડાવી દે તેવું છે,
Box
ફૂટપાથો પર સુતા અને જોખમ ખેડતા શ્રમજીવીઓને ખરેખર વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જરૂર છે બાકી ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ થાય તો નવાઈ નહીં