Gj 18 ખાતેના સેક્ટર 30 ખાતે સાબરમતી પુલમાં સુસાઇડ કરવા એક વ્યક્તિ પડેલ હતી, જેને કોઈએ જોઈ જતા ઉત્તર ધારાસભ્ય રીટાબેન પટેલને ફોન કરતા અને ફોનમાં જણાવેલ કે નદીમાં સળિયા પકડીને ઉભો છે, ત્યારે ધારાસભ્ય પોતે આ મુદ્દે ગંભીર બનીને ફોનની ઘંટડીઓ રણકાવી દીધી હતી અને જ્યાં સુધી આ વ્યક્તિને હેમખેમ બહાર ન આવે ત્યાં સુધી ફોન ચાલુ રાખીને વીડિયો કોલ પણ ચાલુ રાખવા તંત્રને જણાવ્યું હતું,
વધુમાં ધારાસભ્યને ફોન આવતા તેમણે તુરંત જ મનપા અને ફાયર વિભાગને જાણ કરીને મને મિનિટે મિનિટે અહેવાલ આપશો, અને બે કલાક પોતે આ મુદ્દે સજાગ રહ્યા હતા, અને બીજા કામો પડતા મૂકીને કોઈની જાન બચાવવી એ અગત્યનો મુદ્દો પોતે પકડી લીધો હતો, ત્યારે બે કલાક બાદ હેમખેમ સુસાઇડ કરનાર વ્યક્તિને તંત્રએ બહાર કાઢ્યા બાદ ધારાસભ્યને જાણ કરી હતી
બોક્સ
ધારાસભ્ય રીટાબેન પટેલ આ મુદ્દે ગંભીર બનીને બે કલાક બધા કામો પડતા મૂકીને આ મુદ્દે તંત્રને વિડીયો કોલ ફોન ચાલુ રખાવી અંતે વ્યક્તિ બચી ગયા ની જાણ થતા હાંસકારો મેળવ્યો હતો