Gj 18 ગ્રાહક તકરાર કમિશનના પ્રમુખ એવા જજ ડીજે સોની સાહેબ રિટાયર્ડ થતા અનેક વકીલો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું, ડીજે સોની દ્વારા અનેક જજમેન્ટો ગ્રાહકો તરફી અને ન્યાય મળેલા છે, ત્યારે જે ગ્રાહક સુરક્ષા તકરાર કચેરીમાં પહેલા માંડ આંગળી ના વેઢે ગણાય તેટલા કેસો આવતા હતા, પણ ગ્રાહકોમાં જાગૃતિ લાવવા સરાહનીય પ્રયાસ કરનારા જજ ડીજે સોની રિટાયર્ડ થયા તેનું દુઃખ અનેક વકીલો અને જે હાલ પડતર કેશોમાં જજમેન્ટ બાકી છે, તેવા અરજદારોમાં હતું, અત્યારે સૌથી વધારે ગ્રાહકોમાં gj 18 ખાતે જાગૃતિ લાવવા સરાહનીય કામ કરવામાં પ્રથમ કહી શકાય, કેસોમાં વધારો અને ગ્રાહકો અન્યાય થતો હોય તો અહીંયા ફરિયાદ કરે, જે જાગૃતિ લાવવામાં હરણફાળો કહી શકાય, ભલે જજ સુધી રિટાયર થયા પણ સુવર્ણ અક્ષરોથી અનેક લોકોના હૃદયમાં રાજ કરશે કારણ કે અનેક અન્યાય કર્તાઓને અહીંયા ન્યાય મળ્યો છે, ત્યારે રિટાયર્ડ પછી પણ આવનાર દિવસોમાં સેવા આપે તેવી સૌની લાગણી છે, બાકી કર્મ કરતા જા, કર્મનો ચોપડો મજબૂત હોવો જોઈએ, મેરે જીવન કા હૈ કર્મો સે નાતા, તુહી તો મેરા ભાગ્ય વિધાતા, આ ગીત ફિલ્મ કર્મયોગી નું છે જે અનેક લોકોને ન્યાય અપાવવામાં સફળતા સાથે અનેકના હૃદયમાં વસેલા ડીજે સોની જજ શ્રી ને વિદાય સમારંભમાં અનેક લોકોના હર્ષના આંસુ હતા