દરેક નાગરિક માટે તે જાણવું જરૂરી છે કે ભ્રષ્ટાચાર અંગે પરિસ્થિતિ ઉભી થતા કોનો સંપર્ક કરવો : GCCI પ્રમુખ સંદીપ એન્જિનિયર
ભ્રષ્ટાચારની પ્રવૃત્તિઓનો સામનો કરવા માટે પારદર્શક સિસ્ટમ પ્રાથમિક જરૂરિયાત : સીબીઆઈ હેડ સી.કલાઈચેલવન
ભ્રષ્ટાચાર અંગે ઝીરો ટોલરન્સની ટિપ્પણી કરતા હતા Dy પોલીસ અધિક્ષક ગણેશ શંકર
Dy. પોલીસ અધિક્ષક રામ પ્રસાદે ટિપ્પણી કરી કે સીબીઆઈ ના મુખ્ય કેસ કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓ તેમજ જાહેર ક્ષેત્રના એકમો અને જાહેર ક્ષેત્રની બેંકો પરત્વે હોય છે
લાંચ આપનાર અને લાંચ લેનાર બંને આરોપી : નીરજ મલિક (પોલીસ ઇન્સ્પેક્ટર )
અમદાવાદ
GCCI દ્વારા CBI, ACB, ગાંધીનગર સાથે સંયુક્ત રીતે ભ્રષ્ટાચાર વિરોધી પ્રવૃત્તિઓ વિશે જાગૃતિ લાવવા માટે તારીખ 1 ઓકટોબર, 2024 ના રોજ એક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનું આયોજન GCCI ફૂડ એન્ડ ડેરી કમિટી, મહાજન સંકલન ટાસ્કફોર્સ, MSME કમિટી અને યુથ કમિટી દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સી. કલાઈચેલવન, આઈપીએસ સીબીઆઈ, એસીબી, ગાંધીનગરના હેડ તેમજ અતિથિવિશેષ તરીકે શ્રી ગણેશ શંકર, ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ, શ્રી રામ પ્રસાદ, ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ તેમજ શ્રી નીરજ મલિક પોલીસ ઇન્સ્પેકટર, સીબીઆઈ એસીબી, ગાંધીનગર ઉપસ્થિત રહ્યા હતા.મહેમાનો અને સહભાગીઓનું સ્વાગત કરતા GCCI ના પ્રમુખ સંદીપ એન્જિનિયરે CBI, ACB, ગાંધીનગરને આ પ્રકારના નાગરિકોમાં જાગૃતિ ઉભી કરવા માટેના કાર્યક્રમના આયોજન માટે અભિનંદન આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે દરેક નાગરિક માટે તે જાણવું જરૂરી છે કે ભ્રષ્ટાચાર અંગે પરિસ્થિતિ ઉભી થતા કોનો સંપર્ક કરવો. તેમણે ભ્રષ્ટાચાર સામે લડવા અને ન્યાયી સમાજના નિર્માણ માટે પ્રયત્નો કરવા નાગરિકો તેમજ સરકારની સંયુક્ત જવાબદારી ગણાવી હતી.
આ પ્રસંગે બોલતા સી.કલાઈચેવલને હેડ, સીબીઆઈ, એસીબી, ગાંધીનગરે સીબીઆઈ એસીબીની રચના, તેની વિવિધ શાખાઓ અને તેના કાર્યક્ષેત્રનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારની પ્રવૃત્તિઓનો સામનો કરવા માટે પારદર્શક સિસ્ટમ પ્રાથમિક જરૂરિયાત છે. તેમણે સહભાગીઓને ખાતરી આપી હતી કે માહિતી ગુપ્ત રાખવામાં આવે છે અને તેથી લોકોએ તેમના નામ જાહેર થવાની ચિંતા કરવાની જરૂર નથી.Dy પોલીસ અધિક્ષક ગણેશ શંકરે તેમના વક્તવ્યમાં સીબીઆઈની કામગીરી સમજાવતા જણાવ્યું હતું કે સીબીઆઈ હંમેશા નાગરિકોની સાથે છે અને જાગૃતિ લાવવા તેમની પ્રાથમિકતા છે. તેમણે વિવિધ કામગીરીનો પરિચય પણ આપ્યો હતો. તેમણે ટિપ્પણી કરી હતી કે ભ્રષ્ટાચાર અંગે ઝીરો ટોલરન્સ છે. રામ પ્રસાદ, Dy. પોલીસ અધિક્ષકે સહભાગીઓને સરકારી અધિકારીઓની ગેરકાનૂની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી અને સહભાગીઓને વિનંતી કરી કે તેઓ સીબીઆઈને તેની જાણ કરે જેથી જરૂરી પગલાં લઈ શકાય. તેમણે ટિપ્પણી કરી હતી કે સીબીઆઈ ના મુખ્ય કેસ કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓ તેમજ જાહેર ક્ષેત્રના એકમો અને જાહેર ક્ષેત્રની બેંકો પરત્વે હોય છે.નીરજ મલિક પોલીસ ઇન્સ્પેક્ટરે ફરિયાદીને વ્હિસલ બ્લોઅર પ્રોટેક્શન એકટ, 2014 હેઠળ રક્ષણની માહિતી વિશે વાત કરી હતી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે લાંચ આપનાર અને લાંચ લેનાર બંને આરોપી છે.GCCI માનદ સેક્રેટરી શ્રી ગૌરાંગ ભગત દ્વારા આભારવિધિ પછી કાર્યક્રમનું સમાપન થયું હતું.