ન્યાયાધીશો, બાર એસોસિએશનના વકીલો અને કોર્ટ સ્ટાફ દ્વારા સફાઈ હાથ ધરાઈ…

Spread the love

નામદાર ગુજરાત હાઇકોર્ટે ની ગાઈડલાઈન મુજબ અધિક જિલ્લા ન્યાયાધીશ જે.એલ.શ્રીમાળીની વિશેષ ઉપસ્થિતિમાં વિસાવદરના મુખ્ય સિવિલ જજ એસ.એસ.ત્રિવેદી સાહેબના માર્ગદર્શન તથા સૂચના મુજબ વિસાવદર કોર્ટ બિલ્ડીંગ તથા કોર્ટ કમ્પાઉન્ડ અને સમગ્ર કોર્ટમાં તથા આસપાસની જગ્યામાં ન્યાયાધીશો, વિસાવદર બાર એસોસિએશનના વકીલો અને કોર્ટ સ્ટાફ દ્વારા વિસાવદર નગરપાલિકાના કર્મચારીઓ સાથે જાતે સાવરણા લઈ સાફ સફાઈ કરવામાં આવેલ, જો કે વિસાવદર કોર્ટની અન્ય સરકારી કચેરીઓના પ્રમાણમાં સૌથી સ્વચ્છ અને સાફ સફાઈ વાળા બિલ્ડીંગ તરીકેની ગણતરી કરવામાં આવે છે,કોર્ટ બિલ્ડિંગમાં કાયમી રીતે સાફસફાઈ કરવામાં આવે જ છે અને નિયમિત રીતે નીકળતો કચરો પણ નગરપાલિકા દ્વારા એકત્રિત કરી લેવામાં આવે છે.

જે અંગે ન્યાયાધીશશ્રીઓ પણ હરહંમેશ યોગ્ય સૂચનાઓ અને હુકમો કરે છે.વિસાવદર કોર્ટમાં “સ્વચ્છતા હી સેવા-2024” અંતર્ગત વિસાવદર તાલુકા કાનૂની સેવા સમિતિના સેક્રેટરી ચંદુભાઈ ભટ્ટીના જણાવ્યા અનુસાર સમગ્ર સપ્તાહ દરમિયાન શહેરની સુખાકારી માટે વિવિધ જગ્યાઓ તથા સરકારી કચેરીઓમાં જાતે જઇ મામલતદાર કચેરી,વિવિધ બેંકો તથા અન્ય સરકારી અર્ધસરકારી કચેરીઓમાં પણ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદની ગાઈડલાઈન મુજબ “સ્વચ્છતા હી સેવા ઝૂંબેશ” હેઠળ વિસાવદર કોર્ટના મુખ્ય સિવિલ જજ ત્રિવેદીના માર્ગદર્શન મુજબ જાતે હાજર રહી કોર્ટ સ્ટાફ સાથે જઈ વિવિધ કચેરીઓમાં પણ સ્વચ્છતા નું મહત્વ સમજાવી સાફ સફાઈ કરવામાં આવેલ હતી અને 2જી ઓક્ટોબર સુધી હજુ આ કામગીરી ચાલનાર છે.

આ સાફ સફાઈ કાર્યક્રમમાં બાર એસોસિએશન ના સિનિયર ધારાશાસ્ત્રી દિનેશભાઇ શાહ,સુબોધ ભાઈ સેવક,રાજુભાઇ દવે,અસ્વીનભાઈ દુધરેજીયા, વીજયભાઈ જેઠવા,ફારૂકભાઈ કાળવાતર,અતુલભાઈ દવે તથા વિસાવદર કોર્ટના રજિસ્ટ્રાર એસ.જે.લક્કડ તથા કોર્ટ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com