કોરોના મહામારી વચ્ચે જ્યાં એક તરફ રસી આવી તો બીજી તરફ ગુજરાત સરકારે ધો 10 થી 12 ના વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવવા માટે મંજૂરી આપી હતી. જોકે આ બધા વચ્ચે મોટાભાગના વાલીઓને પોતાના બાળકો કોરોના સંક્રમિત થવાનો ડર હતો. જોકે, આને લઈને સરકારે ગાઇડલાઇન પણ તૈયાર કરી અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે એક પણ વિદ્યાર્થીને કોરોના સંક્રમણ નહિ લાગે.
જોકે, જામનગરમાં એક કેસ સામે આવ્યો છે જેમાં ધોરણ 10ની શાળાએ જતી એક વિદ્યાર્થીની કોરોના સંક્રમિત થઇ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવેલી જોડિયા હન્નર શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની કોરોના સંક્રમિત થઇ હોવાનું સામે આવ્યું છે. ધોરણ 10ની વિદ્યાર્થીની કોરોના સંક્રમિત આવતા સ્કૂલનું શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારીએ શાળા કરાવી બંધ સમગ્ર ઘટનાની જાણકારી શાળા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા શિક્ષણ વિભાગ અને જિલ્લા શિક્ષણાધિકારીને આપવામાં આવી હતી. શાળાના અન્ય બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને અન્ય બાળકો કોરોના સંક્રમિત ન થાય તે માટે જિલ્લા શિક્ષણાધિકારીએ તાત્કાલિક આદેશ જાહેર કરીને જોડિયા હુન્નર શાળાનું શૈક્ષણિક કાર્ય તાત્કાલિક સંજોગોમાં બંધ કરવાની સૂચનાઓ આપી દીધી છે. જિલ્લા શિક્ષણાધિકારીના આદેશ બાદ હાલ જોડિયા હુન્નર શાળામાં તમામ ધોરણો માટે શૈક્ષણિક કાર્ય બંધ કરી શાળાને તાલ મારી દેવામાં આવ્યા છે. અને તકેદારીના તમામ પગલાં લેવામાં આવ્યા છ. રાજ્યમાં માધ્યમિક શિક્ષણ માટે શાળાઓ ખોલવાનો નિર્ણય કરી શાળાઓ ખોલે હાઉ માંડ 2 દિવસ જ થયા છે. ત્યારે, જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવેલી હુન્નર શાળામાં વિદ્યાર્થીની કોરોના સંક્રમિત આવતા જિલ્લાભરમાં ખળભળાટ મચી ગયો છે અને વાલીઓની ચિંતામાં વધારો થયો છે.