ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી હમણાં જ ગુડાના લોકાર્પણ વખતે ૩૨૩ કરોડના પ્રોજેક્ટો મંજૂર કર્યા હતાં. ત્યારે તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે રાજીવ ગાંધી વખતે ૧૦૦ રૂપિયાની નોટ ગુજરાત આવતા ૧૫ ની થઈ જતી હતી અને હવે તમામ પારદર્શક વહીવટ કરીને મનપાઓને પૂર્ણ ગ્રાંટ મળે છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિન પટેલ ચાર હાથે ગ્રાંટ જીજે ૧૮ ના વિકાસ માટે ફાળવી રહ્યાં છે ત્યારે અહીંયા પણ વિજયભાઈ દ્વારા મોકલેલી ગ્રાંટને ૧૦૦ માંથી ૧૫ બનાવી દેવામાં આવે છે તેવું લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે મનપામાં રોડ રસ્તા, સાફ સફાઈ તથા રોડ રસ્તા પર કચરાના નિકાલ માટે મનપા દ્વારા ટેન્ડર બહાર પાડ્યું હતું. આ ટેન્ડર એબી એન્ટરપ્રાઈઝ તથા ડીબી એન્ટરપ્રાઈઝને લાગ્યું હતું. ત્યારે મોટા ઉપાડે કરેલી વાતો હવે ગપગોળા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે એબી એન્ટરપ્રાઈઝ તથા ડીબી એટલે દિનબંધુ દિનાનાથ હોય તેમ બંને કંપનીઓ તગડા બિલો મૂકીને મનપાના તમામ સાધનોનો ઉપયોગ કરી રહી છે ત્યારે મનપાના એસઆઈઓ પણ આ ભ્રષ્ટાચારમાં સામેલ હોવાનો વરવો નમૂનો જાવા મળી રહ્યો છે. મનપા દ્વારા રોડ રસ્તાની સાફ સફાઈ તથા રોડ રસ્તા પર પડેલા કચરાના નિકોલ માટે ટેન્ડર બહાર પાડ્યું હતું ત્યારે ટેન્ડરમાં શરત હતી કે કોન્ટ્રાક્ટરો પોતાના વાહનો ઝોન મુજબ લાવવાના રહેશે તેમાં ૧ ઝોનમાં ૮ ટ્રેક્ટર, ૧૬ છોટા હાથી, ૧૬ ૪૦૭ ગાડી રાખવાની રહેશે ત્યારે કોન્ટ્રાક્ટ એબી એન્ટરપ્રાઈઝ તથા ડીબી એન્ટરપ્રાઈઝ ને મળ્યા બાદ ઝડપથી માલામાલ બનવા આ કંપનીએ મનપાના તમામ સાધન સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યારે ટ્રેક્ટરો પણ મનપાના વાપરવામાં આવે છે ત્યારે સ્માર્ટ ક્લોક જે હાથમાં પહેરવાની અને કામ ક્યાં કરી રહ્યાં છે તે લોકેશન જાણી શકાય ત્યારે આ કંપનીનો સ્ટાફ એક જ વ્યક્ત ૪ ઘડીયાળ પહેરતો હોઈ અને મોટાભાગને જે ઘડિયાળો પહેરેલી હોય ત્યાં લોકેશન બતાવે છે ત્યારે મનપાના એસઆઈઓ પણ આ હપ્તાખોરીમાં સામેલ હોવાનું પણ ખુલ્યું હોઈ જેમાં જાહેરમાં કચેરીએ લેતા અને મનપાની જ ગાડીઓનો ઉપયોગ થતો હોવા છતાં એસઆઈઓએ ધ્યાન કેમ ન આપ્યું ? ત્યારે લોકેશનમાં હાજરી પૂરવા ભલે ઈલેક્ટ્રોનિક્સનો ઉપયોગ કરવામાં આવે પણ છટકબારી બધી જ ઘડિયાળો કાંડે પહેરીને ખેલો ઈન્ડિયા ખેલો ના દાવ શરૂ કરી દીધા છે.
એબી એન્ટરપ્રાઈઝ અને ડીબી એન્ટરપ્રાઈઝને કમિશનર દ્વારા નોટીસ પણ મળી હોવાનું સૂત્રો જણાવે છે. ત્યારે એ તો સત્ય છે કે જે ટેન્ડરમાં શરતો મૂકવામાં આવી હતી તેનું ઉલ્લંઘન સ્પષ્ટપણે કરવામાં આવ્યું છે તેમાં બેમત નથી. ત્યારે મનપાના એક હોદ્દેદાર દ્વારા તપાસ કરાવતા આ મામલો ખૂલવા પામ્યો છે ત્યારે મોટી ખાયકી ખાતુંનો ભ્રષ્ટાચાર હવે સામે આવી રહ્યો છે. પ્રજામાં ચર્ચા મુજબ ભાજપના હોદ્દેદારોની પાર્ટનરશીપ હોવાનું પણ લોકો ચર્ચા કરી રહ્યાં છે ત્યારે આ હોદ્દેદારો બીજા હોદ્દેદારોના નામથી ફંડ પણ લઈ આવ્યા હોવાની ચર્ચા જગાવી છે ત્યારે હવે બધા મોટાભાગના કોન્ટ્રાક્ટરો અને પેટા કોન્ટ્રાક્ટરો બની ગયા છે ત્યારે એસઆઈની જે જવાબદારી છે તે એસઆઈ દ્વારા દર મહિને ઓકેનું સર્ટિફિકેટ કઈ રીતે આપવામાં આવે છે. આ કંપનીને તે યથાર્થ પ્રશ્ન છે ત્યારે મનપા કમિશનર દ્વારા આ પ્રશ્ને ગંભીરતા લેવાની જરૂર છે પ્રજાના પૈસાનો વ્યય થાય અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતે ૧૦૦ ગ્રાંટ મોકલી રહ્યાં છે અને જીજે ૧૮ ના વિકાસ માટે તો આ પ્રજાના પૈસો બચાવવો જરુરી છે.