અમરેલીમાં રમતાં રમતાં બાળકો ખેતર માલિકની કારમાં બેઠાં ને દરવાજો લોક થઈ ગયો, ગૂંગળાવાથી તમામનાં મોત

Spread the love

અમરેલી તાલુકાના રાંઢિયા ગામમાં કારમાં ગૂંગળાઈ જવાથી 4 બાળકનાં મોત થયાં છે. ખેતર માલિકની વાડીમાં જ પાર્ક થયેલી કારમાં રમતાં રમતાં બાળકો ચાવીથી કારનો દરવાજો ખોલી કારમાં બેસી ગયાં હતાં. ત્યાર બાદ કાર લોક થઈ ગઈ હતી, જેથી ગૂંગળાઇ જવાને કારણે તમામ બાળકોનાં મોત થયાં છે. માતા-પિતા અન્ય વિસ્તારમાં મજૂરીકામે ગયાં હતાં. એ બાદ આ ઘટના બની હતી. મધ્યપ્રદેશના પરપ્રાંતિય પરિવારનાં 4 બાળકનાં મોત થયાં છે. જેથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ સમગ્ર ઘટના અંગે મળતી માહિતી મુજબ અમરેલી તાલુકાના રાઢિયા ગામમાં ગત તારીખ 2ના રોજ મધ્યપ્રદેશના ધાર વિસ્તારના પરપ્રાંતિય પરિવારનાં 4 બાળકો રમતાં હતાં, જ્યારે માતા -પિતા અન્ય વિસ્તારમાં કામે ગયાં હતાં. બાળકો રમતાં રમતાં ચાવી લઈને કારમાં બેસી ગયાં હતાં. જે બાદ કાર લોક થઈ હતી. જે બાદ બાળકોથી કારના દરવાજા ખૂલ્યા ન હતા. જેના કારણે ગૂંગળાઈ જવાથી તમામ બાળકો મોતને ભેટ્યાં હતાં. જેમાં એક જ પરિવારના 2 બાળકો અને બે બાળકીનો સમાવેશ થાય છે. આ ઘટનામાં પરિવારે 4 માસૂમ બાળકો ગુમાવ્યાં છે. જેથી પરિવાર પર આભ ફાટ્યું છે. આ ઘટના બાદ મૃતકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકસ્માતે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે વાડી માલિક ભરતભાઈએ જણાવ્યું કે, મારે ત્યાં MPથી 7 બાળકો સાથે એક પરિવાર મારી વાડીએ ભાગીયા તરીકે ખેત મજૂરી અર્થે આવ્યાં હતા. મેં વાડીમાં ગાડી પાર્ક કરીને રાખી હતી. ત્યારે તેઓના બાળકો મારી ગાડીનો લોક ખોલીને અંદર બેસી ગયા હતા. જેથી લોક ન ખુલતા ગુંગળાઈ જવાથી મૃત્યુ પામેલ છે, સાંજે અમને જાણ થતાં અમે સરપંચને અને પોલીસને ઘટનાની જાણ કરી હતી. જે બાદ અમરેલી હોસ્પિટલમાં લાશને પીએમ અર્થે ખસેડી હતી. ત્યારબાદ તે પરિવારની વતનમાં જવાની વ્યવસ્થા કરી આપી હતી.

આ અંગે ડીવાયએએપી ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે અમરેલી તાલુકાના રાંઢિયા ગામે ભરતભાઇ માંડાણીના ખેતરમાં ખેતમજૂરી કરતા મધ્યપ્રદેશના સોબિયાભાઇ મછારને સાત બાળકો છે. ગત બે તારીખ અને શનિવારના રોજ સોબિયાભાઇ અને તેમનાં પત્ની ખેતમજૂરી કરતાં હતાં, જ્યારે તેમનાં બાળકો ઘરે હતાં. એ દરમિયાન વાડી માલિકની આઇ-20 કારને ચાવીથી ખોલીને તેમનાં ચાર બાળકો રમવા ગયાં હતાં. આ દરમિયાન કાર લોક થઇ ગઇ હતી. સાંજે તેમનાં માતા-પિતા ખેતમજૂરી કરીને ઘરે આવ્યાં ત્યારે તેમની સાત અને ચાર વર્ષની બે દીકરી જેમનાં નામ સુનિતા અને સાવિત્રી, જ્યારે બે વર્ષ અને પાંચ વર્ષના કાર્તિક અને વિષ્ણુ નામના બે પુત્ર, આમ ચારેય બાળકોનાં કારમાં ગૂંગળામણને કારણે મોત થયાં હોવાની જાણ થઇ હતી. અત્યારે તાલુકા પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com