૪ લાખથી વધુ ભારતીયોને એક જ મહિનામાં છોડવું પડશે કેનેડા! ટૂડો સરકારે લીધો આ મોટો નિર્ણય

Spread the love

કેનેડામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં કેનેડાની સરકારે ભારતીય નાગરિકો માટે વિઝિટર વિઝાની અવધિ એક મહિના સુધી મર્યાદિત કરી દીધી છે. જેના કારણે ૪.૫ લાખ પંજાબીઓ મુશ્કેલીમાં મુકાયા છે. હવે તેમને દર વર્ષે ટુરિસ્ટ વિઝા લેવા પડશે. તેમજ એક મહિનામાં કેનેડા છોડવું પડશે. વિઝા સિસ્ટમમાં કડક જોગવાઈઓ લાગુ કરવાના ઉદેશ્યથી કેનેડા સરકાર દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. આ સાથે ભારતીય નાગરિકો માટે લાંબા ગાળાના વિઝાની સુવિધા સમાપ્ત થઈ જશે. તેની સૌથી વધુ અસર પંજાબી સમુદાયના લોકો પર પડશે, જેઓ કેનેડા આવતા-જતા રહે છે.

કેનેડાના વાનકુવરમાં રહેતા જાણીતા લેખક અને પંજાબી વિચારક સુખવિન્દર સિંહ ચોહલા કહે છે કે બે વર્ષ પહેલાં જયારથી વ્યાજ દરો વધવા લાગ્યા ત્યારથી ઘણા કેનેડિયનો માટે ઘર ખરીદવું અશક્ય બની ગયું છે. વધી રહેલા ઇમિગ્રેશનને કારણે કેનેડાની વસ્તી પણ રેકોર્ડ સ્તરે પહોંચી છે.કેનેડિયન વિઝા નિષ્ણાતોનું કહેવું છે કે દસ વર્ષના પ્રવાસી વિઝાની સમાપ્તિની સૌથી વધુ અસર પંજાબ પર પડશે. કેનેડામાં ૨૦૨૧માં ભારતીયોને ૨ લાખ ૩૯ હજાર ટૂરિસ્ટ વિઝા આપવામાં આવ્યા હતા, પરંતુ ૨૦૨૨માં તેમાં ૩૯૩ ટકાનો વધારો થયો હતો અને આ સંખ્યા ૧૧ લાખ ૬૭ હજાર પર પહોંચી હતી અને ૨૦૨૩માં આ સંખ્યા ૧૨ લાખને પાર કરી હતી, જેમાંથી મૂળ પંજાબના ૬૦ ટકાથી વધુ છે.

નોંધનીય છે કે, દર વર્ષે ૧.૫ લાખ બાળકો પંજાબથી કેનેડા અભ્યાસ માટે જાય છે, તેમને પણ અસર થશે. નવા નિયમથી કેનેડામાં ૧૦ લાખ લોકો માટે સંકટ સર્જાયું છે જેઓ વિઝિટર અથવા મલ્ટીપલ વિઝા પર કેનેડામાં છે. તેમાંથી લગભગ ૪.૫ લાખ પંજાબ મૂળના છે. ચોહલા કહે છે કે, “કેનેડાની સરકારે પણ આ મામલે સંપૂર્ણ સ્પષ્ટતા કરી નથી, શું તેનાથી સુપર વિઝા પર પણ અસર પડશે? સુપર વિઝા એવા લોકોને આપવામાં આવે છે જેમના બાળકો હોય કે જેઓ કેનેડામાં પીઆર અથવા નાગરિક હોય. તે કેનેડા છોડ્યા વિના ૫ વર્ષ સુધી રહી શકે છે. જીવનનિર્વાહની ઊંચી કિંમત અને ઘટતી મંજૂરી રેટિંગ્સ પર લોકોના ગુસ્સાને ઘટાડવા માટે પણ આમ કરવામાં આવ્ય છે. ટૂડોએ અગાઉ પણ જાહેરાત કરી હતી કે તેઓ ટેમ્પરરી અને કાયમી બંને પ્રકારના ઇમિગ્રેશનમાં ઘટાડો કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com