દિવાળી બાદ ભદ્રકાળી મંદિરે દર્શન કરીને વકીલોના પડતર પ્રશ્નો સાથે જે જે પટેલે શ્રી ગણેશ કર્યા
કોઈપણ અરજદારને ન્યાય ન મળ્યો હોય અપમાન થયું હોય તકલીફો પડી હોય તો વકીલ અને ન્યાયાલય પાસે જાય ચોરી લુંટ જેવી ઘટનાઓમાં પોલીસ દ્વારા એફઆઇઆર પણ નોંધવામાં ન આવે અને નાટકબાજી કરે ત્યારે ન્યાયાલયના વકીલોને પણ હડધુત અને અપમાન કરવાના અનેક બનાવો તથા ફરિયાદો બાર કાઉન્સિલને મળી છે, ત્યારે બાર કાઉન્સિલના પ્રમુખ હવે મુખ્યમંત્રીથી લઈને ગૃહમંત્રી સમક્ષ ટીમ સાથે રજૂઆત કરવાના હોવાનું સામે આવ્યું છે પોલીસ દ્વારા… અપમાન થતાં હોવાના કિસ્સા પણ બને છે. જે અંગે અવારનવાર રાજ્યના જુદાજુદા વકીલ એસોસિએશન દ્વારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સમક્ષ રજૂઆત થતી રહે છે. જેના પગલે આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે. પટેલે જણાવ્યું હતું કે, ‘આ મામલો ગંભીર છે અને વકીલોનું માન-સન્માન જળવાય એ જરૂરી છે. તેથી પોલીસ સ્ટેશનો અથવા અન્ય કોઇ વહીવટી અધિકારીઓ દ્વારા તેમના અપમાન થતાં હોવાના મામલે મુખ્યમંત્રી સમક્ષ બાર કાઉન્સિલના અને વકીલ મંડળના હોદ્દેદારો દ્વારા રજૂઆત કરવામાં આવશે.’ તેમણે જણાવ્યું હતું કે, ‘ભાર કાઉન્સિલ સમક્ષ અનેક વાર વકીલોની ફરિયાદ આવતી હોય છે કે પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓ દ્વારા તેમનું અપમાન કરવામાં આવે છે. સામાન્ય સંજોગોમાં વકીલો પોલીસ સ્ટેશનમાં જવાનું ટાળતાં હોય છે, પરંતુ ખાસ કિસ્સામાં વકીલો તેમના અસીલની રજૂઆતો યોગ્ય રીતે થાય એ સુનિશ્ચિત કરવા પોલીસ સ્ટેશનમાં જાય છે. ત્યારે કાયદા મુજબ વાત કરવાના બદલે ઘણીવાર પોલીસ વકીલોને હડધૂત કરે છે. કોઈ પણ મામલે કોઈ વ્યક્તિનું જાહેરમાં અપમાન જોઈએ નહીં. તેથી આ બાબતે અમે ટૂંક સમયમાંજ મુખ્યમંત્રીને રજૂઆત કરીશું.’
આતરફ દિવાળીના વેકેશન બાદ આજથી અમદાવાદની સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે ખાનગી વકીલોએ કામગીરી શરૂ કરી છે. જેમાં આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન દ્વારા અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના બારના પ્રમુખ, હોદ્દેદારો અને વકીલ મિત્રો સાથે નગરદેવી ભદ્રકાળીના દર્શન કરીને કામકાજની શરૂઆત કરાવી હતી. કોર્ટમાં પ્રવેશતા વકીલોને મોટું મીઠું કરાવીને સ્વાગત કરાયું હતું. નગર દેવી ભદ્રકાળીના દર્શન કરીને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પોલીસ અધિકારી અને વહીવટી અધિકારીઓ દ્વારા વકીલોના અપમાન અને કનડગતને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆત કરાશે. સાથે જ વકીલો સાથે તાજેતરમાં ભનેલી ઘટનાઓની પણ રજૂઆત કરવામાં આવશે. આવનારા સમયમાં ઓલ ઇન્ડિયા ભારની પરીક્ષા યોજાવવાની છે, જેમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા તાજેતરમાં જ પાંચ હજાર જેટલા વકીલોને પ્રોવિઝનલ સનદ આપવામાં આવી હતી. ઉપરાંત વકીલોના માંદગી સહાયમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. BCG ના ચેરમેન દ્વારા સૌ વકીલોના સ્વાસ્થ્યની કુશળ કામના કરીને કાઉન્સિલ દ્વારા તેમના ભલાર્થે કામ કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું.
બોક્સ
કોર્ટ કચેરી પોલીસ સ્ટેશન ક્યારે અરજદાર જાય? અને ત્યાં ના સાંભળે તો વકીલ પાસે આવે, પોલીસ ન સાંભળે, ત્યારે એક જ રસ્તો વકીલ, અને વકીલને પણ પોલીસ દ્વારા અડધું જ કરવામાં આવે તો? ત્યારે બાલ કાઉન્સિલને દરેક જિલ્લામાંથી બહાર એસોસિએશન દ્વારા મળે, ફરિયાદ બાદ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે,