રાજસ્થાનમાં અપક્ષ ઉમેદવાર નરેશ મીણાએ મગજ પરથી કાબૂ ગુમાવ્યો, વોટિંગ દરમિયાન SDMને માર્યા ફડાકા
અપક્ષ ઉમેદવાર અને એસડીએમ વચ્ચે બોલાચાલી થઈ હતી. વિવાદ એટલો વધી ગયો કે નરેશ મીણાએ પોતાનો મગજ ગુમાવી દીધો અને ગુસ્સામાં એસડીએમને થપ્પડ મારી દીધા. આ ઘટનાનો વીડિયો ભારે વાયરલ થયો છે. રાજસ્થાનના ટોંક જિલ્લાની દેવલી ઉનિયારા સીટ પર પેટાચૂંટણીની ઘણી જ ચર્ચાઓ થઈ રહી છે.
હકીકતમાં, આ સીટ પરથી ચૂંટણી લડી રહેલા અપક્ષ ઉમેદવાર નરેશ મીણા ગુસ્સે થઈ ગયા અને માલપુરાના એસડીએમ અમિત ચૌધરીને થપ્પડ મારી દીધી. આ પછી ગામનું વાતાવરણ ડોહળાયું હતું. મામલો એ છે કે અપક્ષ ઉમેદવાર અને SDM વચ્ચે ગ્રામજનોની માંગણીઓને લઈને દલીલ થઈ હતી. વિવાદ એટલો વધી ગયો કે નરેશ મીણાએ પોતાના મગજ પરથી કાબૂ ગુમાવી દીધો અને ગુસ્સામાં એસડીએમને થપ્પડ મારી દીધી.
શું છે મામલો? જેમાં વાલી ઉનિયારા વિધાનસભા મતવિસ્તારના કચરાવતા ગ્રામ પંચાયતના સમરાવત ગામના ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. ગ્રામજનોએ જણાવ્યું કે અગાઉ તેમનું ગામ ઉનિયારા પેટાવિભાગમાં હતું, પરંતુ પાછળથી અગાઉની સરકારે તેમના ગામને ઉનિયારામાંથી કાઢીને દેવલી સબડિવિઝનમાં સમાવી લીધું હતું. ગ્રામજનોની માંગ છે કે ગામનો ફરી એકવાર ઉનિયારામાં સમાવેશ કરવામાં આવે.