ગુજરાતમાં હવામાનની પેટર્નમાં કોઈ ફેરફાર થયો નથી, અડધો નવેમ્બર મહિનો વીતી ગયો છતા ઠંડી હજુ શરૂ થઈ નથી.
પહાડી વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુજરાતમાં હવામાન શુષ્ક રહેશે.
દરમિયાન અંબાલાલ પટેલે રાજ્યમાં ઠંડીને લઈને મોટી આગાહી કરી છે.
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ વખતે ગુજરાતમાં ઠંડી 25થી 30 વર્ષનો રેકોર્ડ તોડી નાખશે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 22 ડિસેમ્બર બાદ રાજ્યમાં કડકડતી ઠંડી શરૂ થશે. રાજ્યમાં 27 ડિસેમ્બર દરમિયાન લઘુત્તમ તાપમાન 8 થી 10 ડિગ્રી રહેશે. તેમણે એમ પણ કહ્યું કે આ વખતે ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડશે.
આ સાથે તેમણે કહ્યું છે કે માર્ચ અને એપ્રિલમાં માવઠું પડવાની સંભાવના છે, જેની અસર ફેબ્રુઆરી સુધી રહેશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં 19થી 22 નવેમ્બર દરમિયાન અરબી સમુદ્રમાં લો પ્રેશર જોવા મળશે. જો લો પ્રેશર ઓમા ન તરફ જશે તો વરસાદ નહીં પડે, જો તે ગુજરાત તરફ આગળ વધશે તો વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલે કહ્યું કે, આ વખતની ઠંડીથી ગ્લોબલ વોર્મિંગની અવધારણાને ઓછી કરી દેશે.
તેમની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં કડકડતી ઠંડી પડી શકે છે. હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત ઉત્તરીય વિસ્તારમાંથી આવતા ઠંડા પવનને કારણે પ્રભાવિત થશે.
રાજ્યમાં 22 ડિસેમ્બરથી ખતરનાક ઠંડી પડવાની સંભાવના છે. 27 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં લઘુત્તમ તાપમાન 8 થી 10 ડિગ્રી રહેવાની શક્યતા છે. ઠંડીની અસર ફેબ્રુઆરી સુધી રહેવાની શક્યતા છે.