નહેરુનગર વિસ્તારમાં શાકભાજીના વેપારીની ફાયરિંગ કરી જાહેરમાં થયેલી હત્યામાં થયો મોટો ખુલાસો

Spread the love

અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં 16 નવેમ્બરના શનિવારે રાત્રિના શાકભાજીના વેપારીની ફાયરિંગ કરી જાહેરમાં હત્યા કરી દેતાં ચકચાર મચી હતી. આ ફાયરિંગની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. એમાં હુમલાખોરો ઘટનાસ્થળેથી ભાગતા નજરે પડ્યા હતા. જોકે આ પહેલાં 14 ઓક્ટોબરે પણ વેપારી પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે તેઓ બચી ગયા હતા, પરંતુ શનિવારે તેઓ બચી શક્યા નહીં. આ મામલે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ કેસમાં વેપારીની હત્યા માટે 25 લાખની સોપારી આપવામાં આવી હતી. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે આ હત્યા કેસમાં પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. એમાં તેમણે જણાવ્યું હતું કે મૃતક બદામજી છમનાજી મોદીના ભત્રીજા અશોકે સોપારી આપી હતી. મૃતક અને આરોપી બંને સિરોહીના રહેવાસી છે અને બંને શાકભાજીના બિઝનેસમાં જોડાયેલા છે. આરોપી ભત્રીજા અશોકના પિતાની એક વર્ષ પહેલાં હત્યા થઈ હતી અને તેને શંકા હતી કે તેના પિતાની હત્યામાં મૃતકનો પુત્ર સામેલ છે તેમજ અઢી કરોડની 40 વીઘા જમીનનો વિવાદ કોર્ટમાં ચાલી રહ્યો છે. એને લઇને ભત્રીજા અશોકે મૃતક બદામજી મોદીની હત્યાની અનુ રાજપૂત નામના વ્યક્તિને 25 લાખ રૂપિયાની સોપારી આપી હતી. આરોપી અનુ રાજપૂત, કુલદીપ અને અંકિત ભદોરિયા આ ત્રણેયે મળીને બદામજી મોદી પર ફાયરિંગ કર્યું હતું. ત્યાર બાદ હત્યા કરી આ ત્રણેય આરોપી બાઈક પર ભાગી ગયા હતા. જોકે આરોપીઓ પહેલા રેલવે સ્ટેશન ગયા હતા અને ત્યાં ટ્રેન ન મળતાં બસમાં ભાગ્યા હતા, પરંતુ અમારી ક્રાઈમ બ્રાન્ચની ટીમે CCTVના આધારે તેમને ટ્રેક કર્યા અને તેમને રતલામ પાસેથી ઝડપી પાડ્યા હતા. પોલીસ પૂછપરછમાં તેમણે આ ગુનો કબૂલ કર્યો હતો અને અશોક જેની પર પહેલાંથી શંકા હતી તેણે લોકો પોલીસની પૂછપરછમાં સોપારી આપી હોવાની કબૂલાત કરી હતી. હાલ આ કેસ ક્રાઈમ બ્રાન્ચમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ આરોપીઓ અલગ અલગ જગ્યાએથી છે. એક આરોપી ભીંડથી છે, બીજો આરોપી મોરેનાથી છે, જ્યારે ત્રીજો આરોપી કાનપુરથી છે. આ ત્રણેય આરોપી અહીં શાકભાજીની લારીઓ પર લોડિંગ અને અનલોડિંગનું કામ કરતા હતા અને દિવસના 300થી 400 રૂપિયા કમાતા હતા. અનુ રાજપૂતે પૂછપરછમાં જણાવ્યું હતું કે હથિયાર અશોકે અમને આપ્યું હતું. જ્યારે અશોકનું કહેવું છે કે હથિયારની વ્યવસ્થા તેમણે કરી હતી. જોકે કુલદીપે ફાયરિંગ કર્યું હતું અને આ હથિયાર મધ્યપ્રદેશનું હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે એક મહિના પહેલાં વેપારી બદામજી છમનાજી મોદી પર છરીથી હુમલો કરાયો હતો ત્યારે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ પોલીસે યોગ્ય તપાસ કરી કાર્યવાહી ન કરી હોવાનો મૃતકના પુત્ર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. મૃતકના દીકરાએ કહ્યું હતું કે જો પોલીસે કાર્યવાહી કરી હોત તો મારા પિતા બચી ગયા હોત. અમદાવાદના નહેરુનગરથી માણેકબાગ રોડ પાસે જૂની અદાવતમાં અજાણ્યા શખસ દ્વારા શાકભાજીના વેપારી પર 16 નવેમ્બરના શનિવારે રાત્રે 8 વાગ્યા આસપાસ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મૂળ રાજસ્થાનના સિહોરીના રહેવાસી અને અમદાવાદમાં બોરાણા વેજિટેબલની દુકાન ચલાવતા બદામજી છમનાજી મોદી (મારવાડી) (ઉં.વ. 65) પર પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જોકે બદામજી છમનાજી મોદી કાનના ભાગે ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. અમદાવાદના નહેરુનગરથી માણેકબાગ રોડ પાસે જૂની અદાવતમાં અજાણ્યા શખસ દ્વારા શાકભાજીના વેપારી પર 16 નવેમ્બરના શનિવારે રાત્રે 8 વાગ્યા આસપાસ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મૂળ રાજસ્થાનના સિહોરીના રહેવાસી અને અમદાવાદમાં બોરાણા વેજિટેબલની દુકાન ચલાવતા બદામજી છમનાજી મોદી (મારવાડી) (ઉં.વ. 65) પર પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જોકે બદામજી છમનાજી મોદી કાનના ભાગે ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com