ડિઝીટલ એરેસ્ટની ધમકીઓ આપી નાણા પડાવતી ગેંગના બેંક ખાતા ધારક તેમજ  ખાતા ખોલવામાં મદદ કરનાર યશ બેંકના કર્મચારીઓને પકડતી સાયબર ક્રાઇમબ્રાંચ

Spread the love

એક કરોડ પંદર લાખની છેતરપિંડી,આરોપી જીગર પાસેથી બીજા રૂપિયા 9,00,000 રોકડા કબ્જે કર્યા

અમદાવાદ

સામાન્ય નાગરીકોને દિલ્હી પોલીસ, CBI જેવી બ્રાંયના ઉચ્ચ અધિકારીના નામે વાતચીત કરી તેઓના નામના આધારકાર્ડનો ઉપયોગ કરી એક પાર્સલ મોકલવામાં આવેલ હતુ જેમાંથી બેંક એ.ટી.એમ. પાસપોર્ટ, એમ.ડી ડ્રગ મળેલ છે જે બાબતે તેમના વિરૂધ્ધ પોલીસ ફરીયાદ થયેલ છે તેવુ જણાવી ભોગ બનનાર સિનીયર સીટીઝન નાગરીકને ડરાવી ધમકાવી તેમના વિરૂધ્ધ કોર્ટમાંથી એરેસ્ટ વોરંટ નિકળેલ છે તેવી હકીકત જણાવી તેમને વિડીયો કોલ કરી ડિઝીટલ એરેસ્ટ કરી લેવાની ધમકીઓ આપી ભોગ બનનાર પાસેથી નાણા પડાવતી ગેંગના બેંક ખાતા ધારક તેમજ બેંક ખાતા ખોલવામાં મદદ કરનાર યશ બેંકના કર્મચારીઓને સાયબર ક્રાઇમબ્રાંચ, અમદાવાદે પકડી પાડ્યા છે.ગઇ તા.૧૬/૧૧/૨૦૨૪ ના રોજ અમદાવાદ શહેર વિસ્તારમાં રહેતા સિનીયર સીટીઝન ફરીયાદીએ અત્રે આવી પોલીસ ફરીયાદ હકીકત જણાવેલ કે તેમને એક અજાણ્યા વ્યકતીઓએ વોટસઅપ ઉપર કોલ કરી પોતે દિલ્હી પોલીસમાંથી બોલતા હોવાની ઓળખ આપી. ફરીયાદીને તેમના આધાર કાર્ડનો ઉપયોગ કરી એક પાર્સલ મોકલવામાં આવેલ હત જેમા ૧૬ પાસપોર્ટ, ૫૮ એ.ટી.એમ કાર્ડ, ૧૪૦ ગ્રામ MDMA ડ્રગ્સ મળી આવેલ છે અને તેમા તેમની વિરૂધ્ધ પોલીસ ફરીયાદ થયેલ છે અને કોર્ટે તેમના વિરૂધ્ધ એરેસ્ટ વોરંટ ઇસ્યુ કરેલ છે જેથી જો ફરીયાદીને તેમને તપાસમાં સાથ સહકાર નહી આપે અને તેમના કહ્યા મુજબ નહી કરે તો તેઓને આ કેસમાં ફસાવી દેવાની અને પકડી એરેસ્ટ કરી લેશે તેવા પ્રકારની ધમકી આપી બાદમાં વોટસઅપ કોલ ઉપરથી દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓના નામે વાતચીત કરી તેમને ડીઝીટલ એરેસ્ટ કરી તેમનુ નિવેદન મેળવવાન નામે ફરીયાદી પાસેથી તેમના બેંકોના બેલેન્સની માહિતી મેળવી તે પૈસા વેરીફીકેશન માટે મોકલી આપવા માટે બળજબીરીથી જણાવી તેમજ ફરીયાદી જે પૈસા ભરશે તે વેરીફાઇ કરી પછી તરત પરત મળી જશે તેવી ખોટી હકીકત જણાવી તે બાબતે તેમનો વિશ્વાસ કેળવવા સી.બી.આઇ ના લોગો વાળા, દિલ્હી કોર્ટના નામના, આર.બી.આઇ ના સહિ સિક્કાવાળા બનાવેલ બનાવટી પત્રોના ફોટા મોકલી ફરીયાદીનો વિશ્વાસ કેળવી કુલ રૂપિયા ૧૧૫,૦૦,૦૦૦/-(એક કરોડ પંદર લાખ) બળજબરીથી ગંભીર ગુનામાં પકડી લેવાની ધમકી આપી મેળવી લઇ છેતરપીંડી કરેલ હોવાની ફરીયાદ આપેલ. આરોપી બાબતે ટેકનીકલ માહિતી આધારે તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સી મારફતે તપાસ કરી આ ગુનો કરનાર આરોપીઓએ ફરીયાદીના પૈસા જે બેંક એકાઉન્ટમાં મેળવેલ તેના ધારકો અને આ ગુનાહીત પ્રવ્રુતીના નાણા બેંકમાંથી વિડ્રો કરવામાં તેમજ ગુનાહીત પ્રવુતી કરવા માટે વપરાયેલ બેંક ખાતુ કોઇ પણ જાતના એડ્રેસ પ્રુફલીધા વગર ખોલી આપવામાં તેમજ અગાઉ પકડાયેલ આરોપીના ખાતામાં આવેલ ફ્રોડ એમાઉન્ટ તેના સેવીંગ ખાતામાં મેળવી તે કેસ વિડ્રો કરવામાં મદદગારી કરનાર યશ બેંક ડીસાબ્રાંચ અને રાજસ્થાનના મેરતા બ્રાંચના કર્મચારી તથા આ ગુનાહીત પ્રવુતી સાથે સંકળાયેલ વેલ ઓર્ગેનાઇઝ ગેંગના સભ્યો (૧) જીગર સ/ઓ લકધીરભાઇ જોષી હાલ રહેવાસી:-રત્નાકર સોસાયટી, વિરેન પાર્કની સામે, પાટણ હાઇવે, ડીસા, જી-બનાસકાંઠા ગુજરાત તથા (૨) જતિન સ/ઓ મહેશકુમાર ચોખાવાલા હાલ રહે:-શુકન બંગ્લોઝ, ગાયત્રી મંદીર રોડ, ડીસા, જી-બનાસકાંઠા ગુજરાત તથા (૩)દિપક ઉર્ફે દિપુ સ/ઓ ભેરૂલાલ સોની હાલ રહે:-રત્નાકર સોસાયટી, વિરેન પાર્કની સામે, પાટણ હાઇવે, ડીસા જી-બનાસકાંઠા, ગુજરાત તથા (૪) માવજીભાઇ સ/ઓ અજબાજી પટેલ રહે:-ગામ-કુડા, પટેલ વાસ, મોરાલ રોડ, તા.ડીસા, જી. બનાસકાંઠા, ગુજરાત તથા (૫) અનીલકુમાર ઉર્ફે ભુટા સ/ઓ સિયારામ મંડા હાલ રહેઃ- ગામ- ધાધરિયાકલાન, ખજવાણા પોસ્ટ ઓફીસની પાસે, દેગાના, જી.નાગૌર, રાજસ્થાન ૩૪૧૦૨૮ને પકડી કાયદેસર કાર્યવાહી કરતી અમદાવાદ સાયબર ક્રાઇમ.

જે આ ગુનામાં પકડાયેલ આરોપીઓમાં આરોપી (૧) જીગર સ/ઓ લકધીરભાઇ જોષી નાઓએ બી.કોમ સુધીનો અભ્યાસ કરેલ છે તથા (૨) જતિન સ/ઓ મહેશકુમાર ચોખાવાલા નાઓએ બી.કોમ સુધીનો અભ્યાસ કરેલ છે અને તેઓ યશ બેંક ડીસા બ્રાંચ પર્સનલ બેંકર છે. યશ બેંક ડીસા બ્રાંચમાં અઢી વર્ષથી નોકરી કરે છે તથા આરોપી (૩) દિપક ઉર્ફે દિપુ સ/ઓ ભેરૂલાલ સોની નાઓએ બી.કોમ સુધીનો અભ્યાસ કરેલ છે. યશ બેંક ડીસા બ્રાંચ પર્સનલ બેંકર છે. યશ બેંક ડીસા બ્રાંચમાં અઢી વર્ષથી નોકરી કરે છે. તથા આરોપી (૪) માવજીભાઇ સ/ઓ અજબાજી પટેલ નાઓએ બી.એ, એલ.એલ.બી સુધીનો અભ્યાસ કરેલ છે અને તેઓ યશ બેંક ડીસા બ્રાંચ ડેપ્યુટી મેનેજર છે. યશ બેંક ડીસા બ્રાંચમાં પોણા ત્રણ વર્ષ થી નોકરી કરે છે તથા (૫) અનીલકુમાર ઉર્ફે ભુટા સ/ઓ સિયારામ મંડા નાઓએ ગ્રેજયુએટ સુધીનો અભ્યાસ કરેલ છે. યશ બેંક મેરતા બ્રાંચ રાજસ્થાન ખાતે પર્સનલ બેંકર છે. યશ બેંકમાં દોઢ વર્ષ થયા છે.

જે ઉપરોકત ગુન્હામાં ફરીયાદી સાથે કુલ રૂપિયા 1.15,00,000/-(એક કરોડ પંદર લાખ) ની છેતરપીંડી થયેલ. જે પૈકી રૂપિયા 63,60,642/- (ત્રેસઠ લાખ સાઠ હજાર છસો બેતાલીસ)તપાસ દરમ્યાન જુદા જુદા બેંક ખાતામાં ફ્રીઝ કરાવવામાં આવેલ છે અને રૂપિયા 11,00,000/- રોકડા અગાઉ પકડાયેલ આરોપીની ધરપકડ દરમ્યાન તેની પાસેથી રીકવર કરવામાં આવેલ છે. તેમજ આ સિવાય હાલ પકડાયેલ આરોપી જીગર પાસેથી બીજા રૂપિયા 9,00,000/- રોકડા કબ્જે કરવામાં આવેલ છે. જે ફરીયાદીને પરત અપાવવા નામદાર કોર્ટ મારફતે કાર્યવાહી કરવામાં આવેલ છે.જે ઉપરોકત આરોપીઓના નામદાર કોર્ટ પાસેથી રીમાન્ડની માંગણી કરતા આરોપીઓના નામદાર કોર્ટ તરફથી તા.૨૯/૧૧/૨૦૨૪ સુધી પોલીસ કસ્ટડી રીમાન્ડ આપેલ હોય આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com